Join our WhatsApp group : click here

jamin na prakar | ભારતની જમીનના પ્રકારો

જમીનની વ્યાખ્યા : જમીન એટલે પૃથ્વી સપાટી ઉપરના તળ ખડકોના ખવાણથી ઉપલબ્ધ થતાં અજૈવિક પદાર્થો અને જૈવિક પદાર્થોના સંમિશ્રિણથી બનેલું ઉપરનું પાતળું પડ એટલે જમીન

ભારતની જમીનમાં ફોસફસ તથા નાઇટ્રોજનની ખૂબ અછત જોવા મળે છે.

જમીનનો અભ્યાસ કરતી શાખાને Pedology(મુદ્દા વિજ્ઞાન)” કહે છે.  

ભારતની jamin na prakar કુલ 8 છે.

jamin na prakar

ICMR (ભારતીય કૃષિ સંશોધન પરિષદ)એ ભારતની જમીનને 8 ભાગમાં વહેંચી છે. જે jamin na prakar નીચે પ્રમાણે છે.

1). કાંપની જમીન

2). કાળી જમીન

3). લાલ જમીન

4). લેટેરાઇટ જમીન

5). રેતાળ જમીન

6). પહાડી જમીન

7). ક્ષારીય જમીન

8). જૈવિક જમીન

jamin na prakar ની વિગત વાર સમજૂતી નીચે આપેલ છે.

કાંપની જમીન

➡️ આ જમીન નદીઓના કાંપથી તૈયાર થાય છે.

➡️ આ જમીન સૌથી ફળદ્રુપ જમીન છે.

➡️ આ જમીનમાં પોટાશ અને ચુનાનું પ્રમાણ એકંદરે વધારે હોય છે. પણ નાઇટ્રોજન અને ફૉસ્ફરસની ઉણપ જોવા મળે છે.

➡️ ભારતના કુલ જમીન વિસ્તારના 43% ભાગમાં આ જમીન આવેલી છે.

➡️ આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, મક્કાઈ જેવા પાકોનું વાવેતર થાય છે.

➡️ આ જમીન ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના તટિય વિસ્તારો માં જોવા મળે છે.

➡️ આ ઉપરાંત ભારતમાં દક્ષિણ ભારત તટિય વિસ્તાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં જોવા મળે છે.

કાળી જમીન

➡️ આ જમીનનું નિર્માણ જ્વાળામુખી નિર્મિત બેસાલ્ટના ખડકો માંથી થયું છે.

➡️ આ જમીનમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, આર્યન અને ચુનાનું પ્રમાણ વધારે હોય છે.

➡️ કાળી જમીનને સ્વ ખેડાણની, રેગુર અને કપાસ ની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

➡️ કાળી જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે.

➡️ આ જમીન પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

➡️ મગફળી, શેરડી,જુવાર, બાજરી અને ઘઉં જેવા પાકોનું વાવેતર આ જમીન પર વધુ પ્રમાણમાં થાય છે.

લાલ જમીન

➡️ ભારતની બીજા નંબરની પ્રમુખ જમીન છે.

➡️ આ જમીન આર્યન ઓકસાઈટના કારણે લાલ રંગની દેખાય છે.

➡️ લાલ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હ્યુમસની ઉણપ હોય છે અને લોખંડ અને રેતીનું પ્રમાણ વધારે હોય છે.

➡️ આ જમીન ઓરિસ્સા, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, રાજસ્થાન, બુલેંડખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, નાગપૂર અને દક્ષિણ બિહારમાં જોવા મળે છે.

➡️ આ જમીન પર જુવાર, ઘઉં, બાજરી, કપાસ, બટાટા, મરચું જેવા પાકનું વાવેતર થાય છે.

લેટેરાઇટ જમીન

➡️ આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.

➡️ આ જમીનનું નિર્માણ ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશમાં વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષકતત્ત્વો નીચે તરફ ઉત્તરવાથી થયું છે.

➡️ આ જમીન વધુ તાપમાન, વધુ વરસાદ અને વધુ ઊંચાઈ વાળા વિસ્તારમાં જોવા મળે છે.

➡️ આ જમીન બાગાયતી ખેતી માટે અનુકૂળ છે.

➡️ આ ઉપરાંત ચા, કોફી અને મસાલાની ખેતી પણ લેટેરાઇટ જમીન પર થાય છે.

➡️ આ જમીન કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, અસમ, મેઘાલય અને બંગાળના પહાડી વિસ્તારમાં જોવા મળે છે.

રેતાળ જમીન

➡️ મરુસ્થલીય જમીન તરીકે ઓળખાતી રેતાળ જમીન ભારતના કુલ 6% વિસ્તારમાં ફેલાયેલી છે.

➡️ આ જમીનમાં રેતીના કણનું પ્રમાણ વધારે હોય છે. મોટા ભાગે રેતાળ જમીન બિન ફળદ્રુપ હોય છે.

➡️ આ જમીન 25 સે.મી કરતાં ઓછા વરસાદ વાળા વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.

➡️ આ જમીન કચ્છ, વાયવ્ય ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણાના થોડા વિસ્તારમાં જોવા મળે છે.

પહાડી જમીન

➡️ આ જમીન પહાડોના ઢોળાવો પર અથવા વન્ય ક્ષેત્રોની ખીણમાં જોવા મળે છે. તેની જડાઈ ઓછી હોય છે.

➡️ આ જમીન પર બાગાયતી ખેતી થાય છે. ખાસ કરીને સફરજન, ફૂલ, ચા, કોફી અને મસાલાની ખેતી થાય છે.  

ક્ષારીય જમીન

➡️ ભારતના કુલ જમીન વિસ્તારના 1.29% ભાગમાં ફેલાયેલી ક્ષારીય જમીન રેહ, ઉસર, કલ્લર, ચોપાન જેવા નામથી પણ ઓળખાય છે.

➡️ આ જમીનનો વિકાસ જળવિકાસની અવ્યવસ્થા વાળા શુષ્ક આબોહવા ધરાવતા વિસ્તારમાં થયો છે.

➡️ આ જમીન ઉપર પાતળું સફેદ સ્તર હોય છે.

➡️ ક્ષારીય જમીનમાં નાઇટ્રોજન અને કેલ્શિયમની ઉણપ અને ભેજસંગ્રહ ક્ષમતા સૌથી ઓછી હોય છે.

➡️ આ જમીન ખેતી માટે ઉપયોગી નથી.

➡️ અહીં નાળિયેરી અને તાડીના વૃક્ષો થાય છે.

પીટ અને દળદલીજમીન

➡️ ભારે વરસાદ અને ઊંચા ભેજવાળા ક્ષેત્રો, જયા સામાન્ય રીતે વર્ષાકાળ દરમિયાન જમીન જળમગ્ન રહેતી હોય છે. કાર્બનિક અને જૈવિક પદાર્થોની પ્રચુરતા હોય છે.

➡️ અહીં વનસ્પતિ ખુબજ ઝડપથી વિકાસ પામે છે.

➡️ આ પ્રકારની જમીનમાં હલકા ધાન્યની ખેતી થાય છે.

➡️ આ પ્રકારની જમીન સુંદરવન ડેલ્ટા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહાનદી ડેલ્ટા અને કેરળના કોટ્ટાયમ અને અલાપુઝો જિલ્લામાં જોવા મળે છે.  

Read more

👉 ભારતના મુખ્ય સરોવરો
👉 ભારતમાંથી મળતા ખનીજો
👉 ગુજરાતનાં ભૌગૌલીક પ્રદેશો
અમારી અન jamin na prakar વિષેની માહિતી તમને કેવી લાગી તે કમેંટ કરી જરૂર જણાવશો જેથી અમારો જુસ્સો બકરાર રહે. આવી જ નોલેજ વાળી માહિતી જાણવા જોડાયેલા રહો અમારી વેબસાઇટ સાથે. 

jamin na prakar : : UPSC, GPSC, POLICE, TALATI, BIN-SACHIVALAY

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!