> ભારતના પ્રથમ રેલવેમંત્રી, પ્રસિદ્ધ ભારતીય શિક્ષણવિદ્દ અને અર્થ શાસ્ત્રી જહોન મથાઇનો જન્મ 10 જાન્યુઆરી 1886ના રોજ કેરળ રાજયના કોઝીકોડમાં થયો હતો.
> તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા હતા, ત્યારબાદ તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જ પ્રોફેસર તરીકે જોડાયા હતા.
> તેઓ આઝાદી પછી વર્ષ 1948માં દેશના પ્રથમ રેલવે મંત્રી બન્યા હતા. પાછળથી તેઓ દેશના નાણાંમંત્રી બન્યા હતા. તેમના નાણાંમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે બે સામાન્ય બજેટ રજૂ કર્યા હતા.
> તેમણે ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ વર્ષ 1950માં રજૂ કર્યું અને વર્ષ 1955માં સ્ટેટ બેન્કના ગઠન પછી તેઓ સ્ટેટ બેન્કના પ્રથમ ચેરમેન બન્યા હતા.
> તેઓ મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા. તેમનું નિધન વર્ષ 1959માં થયું હતું.
ભારતમાં બજેટ રજૂ કરનાર પ્રથમ
વિગત | બજેટ રજૂ કરનાર | વર્ષ |
---|---|---|
ભારતમાં સૌપ્રથમ બજેટ રજૂ કરનાર | જેમ્સ વિલ્સન | 18 ફેબ્રુઆરી, 1860 |
સૌપ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરનાર | લિયાકાત અલીખાન | 1946 |
સ્વતંત્ર ભારતમાં બજેટ રજૂ કરનાર પ્રથમ | શણમુખમ શેટ્ટી | 26 નવેમ્બર, 1947 |
ગણતંત્ર ભારતમાં બજેટ રજૂકરનાર પ્રથમ | જહોન મથાઈ | 1950 |
1). ગુજરાત વિધાનસભા માં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર : વજુભાઈ વાળા (17 વાર) 2). ભારતની સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર : મોરારજી દેસાઇ (10 વાર)
આ પણ વાંચો :