Join our WhatsApp group : click here

પ્રણયના કવિ કલાપી વિશે | Kalapi in Gujarati

યુવાનોના કવિ, મધુકર, રાજવી કવિ જેવા ઉપનામથી જાણીતા પંડિત યુગ (સાક્ષર યુગ)ના ગુજરાતી સાહિત્યકાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી) વિશે આજે જાણીશું.

કલાપી | Kalapi in Gujarati

સમયગાળો : ઇ.સ 1874-1900
જન્મ : 26 જાન્યુઆરી 1874
જન્મ સ્થળ : લાઠી (અમરેલી જિલ્લો)
પુરુનામ : સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મૃત્યુ : 09 જૂન 1900
Kalapi in Gujarati

ઉપનામ

1). કલાપી

2). મધુકર

3). ગુજરાતના વર્ડઝવર્થ

4). રાજવી કવિ

5). મંથનમગ્ન કવિ

6). સુરતાની વાડીનો મીઠો મોરલો (કવિ કાન્તે આપેલું)   

7). પ્રણય અને અશ્રુના કવિ (ક.મા. મુનશીએ આપેલું)

8). યુવાનોનો કવિ (સુંદરમે આપેલું)

>> અમેરલી જિલ્લાના લાઠીમાં રાજવી પરિવારમાં જન્મેલા સૂરસિંહજી ગોહિલ (કલાપી) માત્ર 26 વર્ષની ઉંમરે ટુકું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા.

>> 16 વર્ષની ઉંમરે તેમણે લગ્ન રાજબા સાથે થયા અને તેમનું નામ ‘રમા’ રાખ્યું અને કોટડા સાંગાણીના આનંદીબા સાથે લગ્ન થયા.  

>> રમા (રાજબા) સાથે આવેલી ‘મોંઘી’ નામની દાસીને ભણાવી અને તેનું નામ ‘શોભના’ રાખ્યું.

>> 18 વર્ષની ઉંમરે કલાપીએ ‘મધુકર’ ઉપનામથી સાહિત્ય લખવાની શરૂવાત કરી.

>> કલાપીએ સૌપ્રથમ લેખનની શરૂવાત ‘કશ્મીરના પ્રવાસ વર્ણન’ દ્વારા કરી હતી.

>> કલાપીની સૌથી પ્રસિદ્ધ થયેલી કવિતા “ફકીરી હાલ” હતી.

>> મણિલાલ નભૂભાઈ દ્વીવેદી કવિ કલાપીના ગુરુ હતા.

>> કલાપીને પ્રણય અને અશ્રુના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> 1923માં કલાપીની જાણીતી કાવ્યકૃતિ ‘હદય ત્રિપુટી’ નું ‘મનોરમા’ નામે ફિલ્મમાં રુપાંતર થયું હતું.

>> 1966માં ‘કલાપી’ ચલચિત્ર બનાવાયું, જેમાં સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવી હતી.

>> કવિ કલાપીનો કાવ્યસંગ્રહ ‘કલાપીનો કેકારાવ’ 1903માં કવિ કાન્ત દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

>> અમરેલી જિલ્લાના લાઠી ખાતે કલાપી તીર્થ સંગ્રહાલય આવેલું છે. જેમાં કલાપી સાથે સબંધ ધરાવતી ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

>> દર વર્ષે ગુજરાતી ગઝલકારોને ‘કલાપી પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે. જેમાં વિજેતાને 25000 સુધીની રોકડ રકમ આપવામાં આવે છે.

>> પ્રથમ કલાપી પુરસ્કાર ઇ.સ 1997માં અમ્રુત ઘાયલને અને છેલ્લે વર્ષ 2019માં ઉદયન ઠક્કરને આપવામાં આવ્યો હતો.  

કવિ કલાપીની જાણીતી કૃતિઓ

▶️ કાવ્યસંગ્રહ :-

1). કલાપીનો કેકારાવ

2). હદય ત્રિપુટી

3). વિદાય

4). બિલ્વ મંડળ  

5). વ્હાલીને નિમંત્રણ

6). સારસી

7). નદીને સિંધુનું આમંત્રણ

8). વનમાં એક પ્રભાત

9). નવો સૈંકો

▶️ મહાકાવ્ય : હમીરજી ગોહિલ (હમીરજી ગોહિલ કવિ કલાપીના દાદા હતા)

▶️ પ્રકૃતિ કાવ્ય :

1). ગ્રામમાતા,

2). આપની યાદી,

3). યારી ગુલામી

▶️ નવલકથા :

1). માલા અને મુદ્રિકા,

2). નારી હદય

▶️ પ્રવાસ નિબંધ : કાશ્મીરનો પ્રવાસ

▶️ અન્ય કૃતિ :

1). કલાપીની પત્રધારા,

2). સ્વીડન બોર્ગના વિચારો

કલાપીની પ્રસિદ્ધ પંક્તિઓ

1). જ્યાં જ્યાં નજર મારી ઠરે….

2). હા પસ્તાવો વિપુલ ઝરણું….

3). સૌંદર્ય વેડફી દેતા….

4). જે પોષાતુ તે મારતું….

5). રે પંખિડા સુખથી ચણ જો…

6). તે પંખીની ઉપર પથરો ફેંકતા…

Read more

👉 Gujarati Sahitya mock test
👉 Gujarati Sahitya pdf
👉 Gujarati Sahitya

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!