Join our WhatsApp group : click here

જાણીતા ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી વિશે

ઘનશ્યામ, સ્વપ્નદ્દષ્ટાંત અને ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા નામથી જાણીતા ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર વિશે માહિતી અહીં આપવામાં આવી છે.

કનૈયાલાલ મુનશીનો પરિચય

સમયગાળો :1887-1971
જન્મ :ભરુચમાં (ઇ.સ 1887)
મૂળ અટક : વ્યાસ
પત્ની :અતિલક્ષ્મી
પ્રેમિકા : લીલાવતી
kanaiyalal maneklal munshi in gujarati

વ્યવસાય : વકીલાત, સાહિત્યકાર અને રાજકારણી

ઉપનામ : ઘનશ્યામ, સ્વપ્નદ્દષ્ટાંત, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

કનૈયાલાલ મુનશીનું સાહિત્યક્ષેત્રે યોગદાન

>> કનૈયાલાલ મુનશીએ સાહિત્ય લેખનની શરૂવાત ટૂંકી વાર્તાથી કર્યો હતો.

>> તેમણે ‘ઘનશ્યામ’ ઉપનામથી સૌપ્રથમ ટૂંકી વાર્તા ‘મારી કમલા’ લખી. જે સ્ત્રીબોધ માસિકમાં પ્રગટ થઈ.

>> તેમણે ઇ.સ 1938માં મુંબઈમાં ભારતીય વિદ્યાપીઠની સ્થાપના કરી.

>> ક.મા મુનસીએ 1954માં વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના કરી.

>> નવલકથામાં મુનશી પાશ્ચાત્ય સાહિત્યકાર એલેકઝાંડર ડુમાની શૈલીને અનુસર્યા છે.

>> વેરની વસૂલાત કનૈયાલાલ મુનશીની પ્રથમ નવલકથા છે.  

>> કનૈયાલાલ મુનસીની જય સોમનાથ નવલથા સિનેમામાં ફિલ્મ સ્વરૂપે રૂપાંતર થઈ છે.

>> કનૈયાલાલ મુનશીનું એકમાત્ર અંગ્રેજી પુસ્તક ‘ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર’ છે. 

કનૈયાલાલ મુનશીનું રાજકીય જીવન

>> ઇ.સ 1902માં અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન (અધ્યક્ષ : સુરેન્દ્રનાથ બેનર્જી)માં સ્વયંસેવક તરીકે જોડાયા.

>> 1937-39માં મુંબઇ રાજયના ગૃહમંત્રી બન્યા (મુખ્યમંત્રી: બાળાસાહેબ ખેર)

>> ઇ.સ 1948માં બંધારણસભાની ‘ખરડા સમિતિ’ ના સભ્ય બન્યા.

>> ઇ.સ 1948માં હૈદરાબાદ રાજયના એજન્ટ જનરલ બન્યા અને હૈદરાબાદને ભારતસંઘમાં જોડવા મહત્વનો ભાગ ભજવ્યો.

>> ઇ.સ 1950-52માં ભારતના કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય સુરક્ષામંત્રી બન્યા.

>> ઇ.સ 1952 થી 1957 સુધી ઉત્તરપ્રદેશના રાજયપાલ બન્યા.

કનૈયાલાલ મુનશીનું પ્રસિદ્ધ સાહિત્યસર્જન

અહીં ક.મા મુનશી દ્વારા લિખિત પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યસર્જન જેવુ કે નવલકથા, નાટક, આત્મકથા અને નવલિકા સબંધિત યાદી આપવામાં આવી છે.

નવલકથા

1). કૃષ્ણાવતાર ભાગ- 1 થી 8 (અંતિમ નવલકથા)

2). પાટણની પ્રભુતા

3). ગુજરાતનો નાથ,

4). પૃથ્વીવલ્લભ

5). લોપામુદ્રા

6). ભગવાન કૌટિલ્ય

7). તપસ્વિની

8). વેરની વસૂલાત (પ્રથમ નવલકથા)

9). જય સોમનાથ

10). ભગ્ન પાદુકા (પાટણપર લખેલ અંતમી નવલકથા)

11). ભગવાન પરશુરામ

12). રાજાધિરાજ

13). બુદ્ધ અને મહાવીર

નવલિકા

1). મારી કમલા

2). ગોમતીદાદાનું ગૌરવ

3). શામળશાનો વિવાહ

4). કામચલાઉ ધર્મપત્ની

5). બીજી વાતો

નાટકો

1). કાકાની શશિ  

2). આજ્ઞાકિત

3). પુત્ર સમોવડી

4). બ્રહ્મચર્યાશ્રમ

5). અવિભક્ત આત્મા

6). વાહ રે વાહ  

7). લોપમુદ્રા – 2,3,4

8). ધ્રુવ સ્વામિની દેવી (એકમાત્ર ઇતિહાસને આધારે નાટક)

9). તર્પણ

10). પીડાગ્રસ્ત પ્રોફેસર

11). બે ખરાબ જણ  

12). પુરંદર પરાજ્ય

13). વવાશેઠનું સ્વાતંત્ર્ય

ચરિત્ર

1). ગુજરાતની અસ્મિતા

2). નરસૈયો ભક્ત હરીનો 

3). નર્મદ

4). ચક્રવતી ગુર્જરો

5). નરસિંહયુગના કવિઓ

આત્મકથા

1). સીધા ચઢાણ

2). સપ્ન સિદ્ધિની શોધમાં

3). અડધે રસ્તે

4). શિશુ અને સખી

Read more

👉 Gujarati Sahitya Mock test
👉 Gujarati Sahitya Pdf
👉Gujarati sahityakar
kanaiyalal maneklal munshi in gujarati

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!