આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપીક Krudant in Gujarati વિશે અભ્યાસ કરીશું. જેમાં આપણે કૃદંતના તમામ પ્રકારને સમજૂતી અને ઉદાહરણ સાથે જોઈશું. અહીં છેલ્લે કૃદંતની પ્રેક્ટિસ ટેસ્ટ પણ MCQ સ્વરૂપે આપવામાં આવેલ છે. દરેક વિધાર્થી ટેસ્ટ આપ્યા પછી પોતાનો સ્કોર comment કરી જરૂર જણાવે.
▶️ જે પદો ક્રિયા બતાવે છે પણ ક્રિયાપદની જેમ વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકતા નથી તેને કૃદંત કહેવાય છે.
▶️ કૃદંતના મુખ્ય પાંચ પ્રકાર છે.
કૃદંતના પ્રકાર અને તેને લાગતા પ્રત્યેય
ક્રમ | કૃદંત | પ્રત્યેય |
---|---|---|
1. | વર્તમાન કૃદંત | ત |
2. | ભૂત કૃદંત | ય/ય +એલ |
3. | ભવિષ્ય કૃદંત | નાર |
4. | સામાન્ય કે વિધ્યર્થ કૃદંત | વ |
5. | સબંધક કૃદંત | ઇ/ઈને |
Table of Contents
કૃદંતના પ્રકાર
અહીં કૃદંતના તમામ 5 પ્રકારની સમજૂતી અને ઉદાહરણ સાથે માહિતી આપવામાં આવેલ છે. જે તમે સરળતાથી સમજી શકશો.
વર્તમાન કૃદંત :
ધાતુને ‘ત’ પ્રત્યય લગાડીને વર્તમાન કૃદંત બનાવાય છે. આ કૃદંત મુખ્યત્વે કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘રમત’ ધાતુ પરથી બનતા વર્તમાન કૃદંત : રમતું, રમતો, રમતી, વગરે..
- તે રોજ મારે ત્યાં આવતો. (ક્રિયાપદ તરીકે)
- હસતું મોઢું રાખજો. (વિશેષણ તરીકે)
ભૂત કૃદંત :
ધાતુને ‘ય’ અથવા ‘ય/એલ’ પ્રત્યય લગાડીને ભૂત કૃદંત બનાવાય છે. આ કૃદંત મુખ્યત્વે કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘દોડ’ ધાતુ પરથી બનતા વર્તમાન કૃદંત : દોડ્યું, દોડી, દોડ્યો, દોડેલી, દોડેલું, દોડેલા, વગેરે..
- કરમાયેલા ફૂલનો ઢગલો પડયો છે. (ક્રિયાપદ તરીકે)
- રમેશ પથારીમાં પડ્યો પડ્યો વાંચે છે. (ક્રિયા વિશેષણ તરીકે)
ભવિષ્ય કૃદંત
ધાતુને ‘નાર’ પ્રત્યય લગાડીને ભવિષ્ય કૃદંત બનાવાય છે. આ કૃદંત મુખ્યવે કોઈપણ કાળની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે.
- એ આજે ગુજરાતથી આવનાર હતો. (ક્રિયાપદ તરીકે)
- આવનારાં બધા આવી ગયા. (વિશેષણ તરીકે)
- હોસ્ટેલમાં રહેનારને પ્રથમ પ્રવેશ મળશે. (સંજ્ઞા તરીકે)
વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત :
ધાતુને ‘વ’ પ્રત્યય લગાડીને વિધ્યર્થ કૃદંત બનાવાય છે. આ કૃદંત મુખ્યત્વે ક્રિયાની વિધિ કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ‘બોલ’ ધાતુ પરથી બનતા વર્તમાન કૃદંત : બોલવું, બોલવી, બોલવો, બોલવા, વગેરે.
- તમારે બરાબર નવ વાગ્યે આવી જવું. (ક્રિયાપદ તરીકે)
- હરામનું ખાવું કોને ગમે? (સંજ્ઞા તરીકે)
સબંધક કૃદંત :
ધાતુને ‘ઇ’ કે ‘ઈને’ પ્રત્યય લગાડીને સંબધક કૃદંત બનાવાય છે. આ કૃદંત મુખ્યત્વે કોઈ કાળની મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવે છે.
- દૂધ પીન હું નીકળ્યો છું. (ક્રિયાવિશેષણ તરીકે)
- કામ પૂરું કરીને આવજો. (ક્રિયાવિશેષણ તરીકે)
Krudant in Gujarati Mock Test
Subject : | Gujarati Vyakaran |
Topic : | કૃદંત |
Question : | 13 |
Quiz type : | MCQ |
વધુ વાંચો
Krudant in Gujarati : : Gujarati Vyakaran : : GPSC, PI, PSI/ASI, Dy.so, Nayab mamlatdar, Bin-sachivalay, Talati, Clark and other competitive exams.