ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત પરિવારની દીકરીઓ માટે વિવિધ કલ્યાણકારી યોજના ચલાવવામાં આવે છે. એમાંની એક યોજના Kuvarbai nu mameru yojana વિશે અહીં જાણકારી આપવામાં આવી છે. અહીં યોજના માટે જરૂરી માપદંડ, કેટલી સહાય મળશે, કયા કયા પ્રમાણપત્ર (પુરાવા) ની જરૂર પડશે તેની જાણકારી તથા યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય તેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
યોજનાનું નામ : | Kuvarbai nu mameru yojana |
સહાયની રકમ : | રૂ.12000/- |
લાભાર્થી : | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગો |
આવક મર્યાદા : | રૂ. 6 લાખ (વાર્ષિક) |
Table of Contents
Kuvarbai nu mameru yojana
કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત કાર્યરત છે. આયોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓને લગ્નપ્રસંગ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આયોજના વર્ષ 1991 થી કાર્યરત છે. વર્ષ 2021 સુધી આયોજના અંતર્ગત લગ્નપ્રસંગના ખર્ચ માટે રૂ. 10,000/- ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. પરંતુ વર્ષ 2021 પછી થી તેમાં રૂ. 2000/- નો વધારો કરી રૂ.12,000/- ની સહાય આપવામાં આવે છે. આ સાથે સાથે કુટુંબની આવક મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021 પહેલા ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક રૂ. 1.20 લાખ અને શહેર વિસ્તારમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક રૂ. 1.50 લાખ સુધીની હતી. પણ હવે આ આવક મર્યાદા વધારીને કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કરી છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કુટુંબદીઠ બે કન્યાઓને મળવા પાત્ર છે જે પણ નોંધવું જરૂરિ છે.
પાત્રતા માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ રૂ. 6 લાખ (વાર્ષિક) છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે તથા ખર્ચામાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ. 12,000/- ની સહાય ચૂકવવામાં આવે છે.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
સહાય કેવી રીતે મળશે
કુંબરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય અરજદારને સીધા ચેક દ્વારા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂ. 12000/- ની સહાય આપવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ
1). કન્યાનું આધારકાર્ડ
2). કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
3). સમક્ષ અધિકારશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
4). સમક્ષ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો
5). અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડની નકલ)
6). કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
7). કન્યાની જન્મ તારીખનો પુરાવો
8). યુવકની જન્મ તારીખનો પુરાવો
9). લગ્ન કંકોત્રી
10). લગ્ન નોંધણી પ્રમાણપત્ર
11). બેન્ક પાસબુક / રદ કરેલ ચેક (યુવતીના નામનું)
12). કન્યાનો ફોટો
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી
- આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ ભરી મેળવી શકો છે.
- ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ ફોર્મની કોપી અને પુરાવાઓ વેરિફિકેશન માટે મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારી કાચરી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જિલ્લા માં જેમને ત્યાં સત્તા આવેલ હોય ત્યાં) જઇ તપાસ કરાવવાના રહેશે.
ઓનલાઇન અરજી કરવા માટેની રીત
👉 ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર Register Hare પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
👉 ત્યારે બાદ Citizen Login પર User ID, Password અને આપેલ Captcha Code નાખી લૉગિન કરો.
👉 લૉગિન કર્યા બાદ યોજનાનું લિસ્ટ આવશે તેમાં કુંબરબાઈનું મામેરું યોજના લખ્યું હોય તેના પર ક્લિક કરો.
👉 ત્યારે બાદ તેમાં માગેલ તમામ માહિતી ભરી સબમિટ પર ક્લિક કરો. (સબમિટ કર્યા બાદ એક અરજી નંબર તમને મળશે જે સાચવીને રાખવો)
👉 સબમિટ બાદ Upload Document લખ્યું હોય તેના પર ક્લિક કરી તમારા ઓરિઝનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરો. (ઝેરોક્ષના ફોટો પાડી અપલોડ કરવા નહીં)
👉 ડૉક્યુમેન્ટ અપલોડ થયા બાદ Confirm Application પર ક્લિક કરો.
👉 Confirm Application કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
👉 અરજી પ્રિન્ટ તમારે મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારી કાચરી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી (આપના તાલુકા/જિલ્લા માં જેમને ત્યાં સત્તા આવેલ હોય ત્યાં) એ આપવાની રહેશે.
અરજી કરવા માટે અહીં ક્લિક કરો : Click here
👉 ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના |
👉 મફત પ્લોટ યોજના |
👉 PM કિસાન સમ્માન યોજના |
👉 જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના |
kuvarbai nu mameru yojana, kuvarbai nu mameru yojana online form, kuvarbai nu mameru yojana details in gujarati, કુંવરબાઈનું મામેરું યોજના pdf, કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ, kuvarbai nu mameru document, kuvarbai nu mameru yojana documents list in gujarati, કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર