લતા મંગેશકર વિષે સંપૂર્ણ માહિતી

અહીં ભારતના પ્રસિદ્ધ ગાયિકા સ્વ.લતા મંગેશકરજી વિષેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.

Lata Mangeshkar in Gujarati

જન્મ :28 સપ્ટેમ્બર 1929 (મરાઠા પરિવારમાં)
જન્મ સ્થળ :ઇન્દ્રોર (મધ્યપ્રદેશ)
નાનપણનું નામ :હેમા
પિતાનું નામ :પંડિત દિનાનાથ મંગેશકર
માતાનું નામ :શેવંતી મંગેશકર
અન્ય ભાઈ બહેન :1). આશા ભોસલે (બહેન)
2). મીના ખાડીકર (બહેન)
3). ઉષા મંગેશકર (બહેન)
4). હૃદયનાથ મંગેશકર (ભાઈ)

લતા મંગેશકર મળેલા ઉપનામ

1). ભારત સ્વર કોકિલા

2). રાષ્ટ્રની અવાજ

3). સ્વર-સમ્રાજ્ઞી

4). સહરાબ્દીની અવાજ

>> લતા મંગેશકરના પિતાએ ગુજરાતી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેની પ્રથમ પત્ની નર્મદાનું અવસાન થતાં તેની નાની બહેન શેવંતી (સુધામતિ) સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.  

>> લતા મંગેશકરનું પ્રથમ હિન્દી ગીત “માતા એક સપૂત કી દુનિયા તું બદલ દે……” હતું જે વર્ષ 1943માં મરાઠી ફિલ્મ “ગજાભાઉ” નું હતું.  

>> 1962માં ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના સન્માનમાં તેને ‘એ મેરે વતન કે લોકો’ ગીત ગાયું હતું.

>> લતા મંગેશકરે સૌથી વધુ ગીત ગાવાનો ગિનિસ બુક રેકોર 1974માં બનાવ્યો હતો.

>> લતાજી એ 36 ભાષામાં 50 હજારથી વધારે ગીત ગાયા છે.

>> લતાજી એ ગુજરાતી ફિલ્મના ગીતોમાં પણ ગાયા છે.

>> લતા મંગેશકરે છેલ્લી વાર 2015માં નિખિલ કામતની ફિલ્મ “ડોન્નો વાય 2” માં ગીત ગાયું હતું.

>> ગુલામ હેદરને લતા મંગેશકરે તેના ગોડફાધર કહ્યા હતા.

>> 2001માં લતા મંગેશકરને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

>> એમ.એસ. સુબ્બુલક્ષ્મી પછી માત્ર લત્તા મંગેશકર એવા ગાયિકા છે. કે જેને ભારત રત્ન આપવામાં આવ્યો હોય.

>> મધ્યપ્રદેશ સરકાર દ્વારા વર્ષ 1984માં ‘રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર’ શરૂ કરવામાં આવ્યો હતો. જે 1984-85માં પ્રથમ વખત સંગીતકાર નૌષાદને આપવામાં આવ્યો હતો.

>> હરીશ ભિમાણીએ તેમનું પુસ્તક “In Search of lata Mnageshkar” ના લતા મંગેશકરજીનો ગુજરાત સાથેનો સંબધ વિશે માહિતી આપી છે.  

>> 1999 થી 2005 સુધી રાજયસભાના સભ્ય રહ્યા છે.

>> લતા જીનું નિધન 6 ફેબ્રુઆરી 2022 ના રોજ 92 વર્ષે મુંબઈમાં થયું છે.

લતા મંગેશકરને મળેલા પુરસ્કારો

1). ફિલ્મ ફેર પુરસ્કાર : (1958, 1962, 1965, 1969, 1993, 1994)

2). રાષ્ટ્રીય પુરસ્કાર (1972, 1975, 1990)

3). મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર (1966, 1967)

4). પદ્મ પુરસ્કાર (1969)

5). દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (1989)

6). ફિલ્મ ફેયર લાઈફટાઈમ અચિવમેંટ પુરસ્કાર (1993)

7). રાજીવ ગાંધી પુરસ્કાર (1997)

8). એન. ટી. આર. પુરસ્કાર (1999)

9). પદ્મ વિભૂષણ (1999)

10). જી સિને નો લાઈફટાઈમ અચિવમેંટ પુરસ્કાર (1999)

11). આઇ.આઇ.ઇ.એફ. નો લાઈફટાઈમ અચિવમેંટ પુરસ્કાર (2000)

12). ભારત રત્ન (2001)

13). નૂરજહાં પુરસ્કાર (2001)

14). મહારાષ્ટ્ર ભુષણ (2001)

લતાજી એ ગાયેલા પ્રસિદ્ધ ગુજરાત ગીતો

1). વૈષ્ણવ જન તો

2). હે કાનુડા તોરી ગોવાલણ

3). માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો રે

4). દીકરી તો પારકી થાપણ કહેવાય

5). હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે

Read more

👉 કેન્દ્ર સરકારનું બજેટ 2022-23
👉 પદ્મ પુરસ્કારો 2022
👉 ભારતના વર્તમાન પદાધિકારીઓ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment