Table of Contents
મહેસાણા જિલ્લાની રચના
Mahesana Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે, 1960ના રોજ થઈ હતી.
Mahesana District Taluka List
મહેસાણા જીલ્લામાં કુલ 11 તાલુકા આવેલા છે.
1). મહેસાણા
2). સતલાસણા
3). ખેરાલુ
4). વડનગર
5). વિસનગર
6). વિજાપુર
7). કડી
8). બહુચરાજી
9). ઊંઝા
10). જોટાણા
11). ગોજારિયા
મહેસાણા જિલ્લાની સરહદ
Mahesana District Border
ઉત્તરે | બનાસકાંઠા જિલ્લો |
પૂર્વમાં | ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લો |
દક્ષિણમાં | અમદાવાદ જિલ્લો |
પશ્ચિમમાં | સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લો |
મહેસાણા જિલ્લા વિશેષ
1). મહેસાનમાં “લાંઘણજ” ખાતે પ્રાગઐતિહાસિક કાળના તથા “કોટ પેરામલી” ખાતે હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
2). મહેસાણા જિલ્લાના આસજોલ ખાતે આવેલું કુંતા માતાનું મંદિર ભારતનું એક માત્ર મંદિર છે.
3). ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો ઇ.સ 1935માં મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો.
4). કૂવા દ્વારા સિંચાઇ સૌથી વધુ મહેસાણા જીલ્લામાં થાય છે.
5). મહેસાણા જિલ્લાના લાડોલ ખાતે બટાટા સંશોધન કેન્દ્ર આવેલું છે.
6). ઘઉંના વાવેતરમાં મહેસાણાજિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.
7). ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.
8). મહેસાણા સૌથી ઓછું શિશુલિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો છે.
9). મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે ચોસઠ જોગણી મંદિર આવેલું છે.
10). જિલ્લાના ભોયાણી ગામ ખાતે ‘ભગવાન શ્રી મલ્લિનાથની’ મુર્તિ આવેલી છે.
11). મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલું જુલાસણ ગામ અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સનું મૂળ વતન છે.
12). મહેસાણા જિલ્લાનો “શંકુઝ વોટર પાર્ક” ગુજરાતનો પ્રથમ વોટર પાર્ક છે.
13). ગઢવાડા : સતલાસણા તાલુકાનો વિસ્તાર ગઢવાડા કહેવાય છે.
મહેસાણા શહેર
- મહેસાણા શહેરની સ્થાપના મેસોજી ચાવડાએ કરી હતી.
- 72 કોઠાની વાવ મહેસાણામાં આવેલી છે.
- દૂધ સાગર ડેરી આવેલી છે. (સ્થાપક : માનસિંહભાઈ પટેલ)
- મહેસાણામાં “સીમંધર જૈન દેરાસર” આવેલા છે.
મોઢેરા
પ્રાચીન નામ : ભગવદ ગામ
- પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.
- અહીનું આવેલ સૂર્યમંદિર ઇ.સ 1027માં ભીમદેવ સોલંકી પ્રથમે બધાવ્યું છે. જે કર્કવૃત પર આવેલું છે.
- મંદિરની સામે બાજુ “રામકુંડ” આવેલો છે.
- મોઢેરામાં મોઢજ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનું મંદિર આવેલું છે.
- અહીં રાજય સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માહિનાના અંતમાં “ઉત્તરાર્ધ મહોત્સવ” યોજાય છે. જેમાં શાસ્ત્રીય નુત્યનું આયોજન થાય છે.
વડનગર
પ્રાચીન નામ : અનંતપૂર, આનર્તપૂર, આનંદપૂર, ચમત્કારપૂર
- અહીં શર્મિષ્ઠા તળાવ અને શામળશાની ચોરી આવેલ છે.
- ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે વડનગર આવ્યા હતા.
- અહીં કિર્તિસ્તંભ પણ આવેલો છે.
- શહેરમાં 6 દરવાજા આવેલા છે. જેમાં અર્જુનબારી દરવાજામાં આવેલો શીલાલેખ વડનગરની સમુદ્ધિની માહિતી આપે છે.
- નાગર જ્ઞાતિના કુળદેવતા “હાડકેશ્વર મહાદેવનું” મંદિર આવેલું છે.
- નરસિંહ મહેતાની દોહિત્રી (કુંવરબાઈના પુત્રી) તાના-રીરીની સમાધિ અહીં આવેલી છે. જ્યાં રાજય સરકાર દ્વારા દર વર્ષે સંગીત મહોત્સવનું આયોજન થાય છે.
ઊંઝા
- મસાલાનું શહેર
- અહીં જીરું, વરિયાળી અને ઇસબગુલનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ આવેલું છે.
- કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું મંદિર અહીં આવેલું છે.
બહુચરાજી
- 51 શક્તિપિઠો માંનુ એક
- અહીં બહુચરાજી માતાનું મંદિર આવેલું છે. માતાનું મૂળ સ્થાનક નજીકમાં નજીકમાં આવેલ “શંખલપૂર” છે.
- ગરબા માટે જાણીતા વલ્લભ મેવાડાની અહીંના છે.
- અહીં ચૈત્ર પુનમના રોજ મેળો ભરાય છે.
- અહીં કિન્નરોની ગાદી આવેલી છે.
ઉનાવા
- ગુજરાતમાં આવેલી પાંચ પવિત્ર દરગાહો પૈકી એક મિરાદાતારની દરગાહ અહીં આવેલી છે.
લાંઘણજ
- લાંઘણજ ખાતેથી રોબર્ટ બ્રુસ ફૂટે ઇ.સ 1893માં પ્રાગઐતિહાસિક યુગના અવશેષો શોધી કાઢ્યા હતા.
- જેમાં ડેંન્ટેલીમ દરિયાઈ પ્રાણીના અવશેષો, ચશ્મછરા અને ચશ્મકુઠાર જેવા પથ્થરના ઓજારો મળી આવ્યા હતા.
વિસનગર
પ્રાચીન નામ : વિસલનગર
- વિશળદેવ વાઘેલાએ ત્રિભુવનપાળને હરાવીને વિશાળ નગરીની સ્થાપના કરી જે હાલમાં વિસનગર તરીકે ઓળખાય છે.
- તાંબા- પીતળના વાસણ માટે જાણીતું છે.
- વિસનગર પાસે આવેલા ખંડોસણ ગામે સર્વમંગલા દેવીનું, જોડિયા મંદિર આવેલ છે.
- જયશંકર સુંદરીનું જન્મ સ્થળ છે.
- મહાગુજરાત પરિષદની છેલ્લી બેઠક વિસનગર ખાતે મળી હતી.
ઐઠોર
પ્રાચીન નામ : અરાવતી, અયધિ
- પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.
- અહીં જમણી બાજુ સૂંઢવાળા ગણપતિજી ની મૂર્તિવાળું પ્રાચીન મંદિર આવેલું છે.
કડી
પ્રાચીન નામ : કનિપૂર
- કડીમાં ઐતિહાસિક કિલ્લાના અવશેષો આવેલા છે. જેને સૈય્યદ મુરતાઝખાન બુખારીએ બંધાવ્યો હતો. તે સમયે કડી “રસુલાબાદ” તરીકે ઓળખાતું હતું.
ખેરવા
- ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ સૈનિકશાળા ખેરવા ખાતે.
- અહીં પ્રાચીન શિવમંદિર ઉપરાંત ગણપતિ અને હનુમાનજીનિ મૂર્તિઓ સામસામે હોય તેવા મંદિરના અવશેષો છે.
- ગણપત યુનિવર્સિટી અહીં આવેલી છે.
મહેસાણા જિલ્લાની નદીઓ
Mahesana District river
1). પુષ્પવતી
2). રૂપેન
3). ખારી
કુંડ અને તળાવ
1). શર્મિષ્ઠા તળાવ – વડનગર
2). ગુંજા તળાવ – ગુંજા
3). દેળિયું તળાવ – વિસનગર
4). ગૌરીકુંડ – વડનગર
5). રામકુંડ – મોઢેરા
6). શક્તિકુંડ – આખજ
સંશોધન કેન્દ્ર
mahesana district Research Center
1). એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન, લાડોલ
2). વ્હીટ (ઘઉં) રિસર્ચ સ્ટેશન, વિજાપુર
3). મસાલા સંશોધન કેન્દ્ર, જગૂદણ
ડેરી
દૂધસાગર ડેરી – મહેસાણા
લોકમેળા
1). પોલદરનો મેળો – ફાગણ વદ અગિયારસ થી તેરસ સુધી ચોસઠ જોગણી માતાના મંદિરે
2). ઉતરાર્ધ મહોત્સવ – દરવર્ષે જાન્યુઆરી માહિનામાં મોઢેરાના સૂર્યમંદિર ખાતે
3). બહુચરાજીનો મેળો – ચૈત્રી પૂનમે, બહુચરાજી
અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્ય, તા. કડી
સિંચાઇ યોજના
ધરોઈ ડેમ – સાબરમતી નદી પર, ધરોઈ ગામ પાસે તા. ખેરાલુ
યુનિવર્સિટી
Mahesana District university
1). બા.મો.શાહ ગ્રામવિધાપીઠ – જીલીયા
2). ગણપત યુનિવર્સિટી – ખેરવા (2005)
વાવ
1). 72 કોઠાની વાવ – મહેસાણા
2). ધર્મેશ્વરી વાવ – મોઢેરા
મહેસાણા જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
Mahesana District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.
Important links : Gujarat na jillao