Mahesana jilla na Gk question : અહીં મહેસાણા જિલ્લા સંબધિત જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Mahesana jilla na Gk question
1). મહેસાણા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 11 (મહેસાણા, ખેરાળુ, ઊંઝા, બહુચરાજી, સતલાસણ, વડનગર, કડી, જોટાણા, વિજાપુર,ગોઝારીયા, વિસનગર)
2). મહેસાણા શહેર કોણે વસાવ્યું હતું ? : મેસોજી ચાવડાએ
3). મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદે આવેલ નદી ? : સાબરમતી
4). ગુજરાતમાં ઇસબગુલના, જીરું અને વરિયાળી ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું સ્થાન ? : પ્રથમ
5). મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? : જગૂદણ
6). ગુજરાતમાં ઘઉંના વાવેતરમાં મહેસાણા જિલ્લાનું સ્થાન ? : પ્રથમ
7). ગુજરાતમાં ઘઉંના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું સ્થાન ? : બીજું
8). વ્હીટ (ઘઉં) રિસર્ચ સ્ટેશન કયા આવેલું છે ? : વિજાપૂર (મહેસાણા જિલ્લો)
9). મહેસાણા જિલ્લામાં આવેલી ડેરી ? : દૂધસાગર ડેરી
10). મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : મહેસાણા
11). દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મોઢેરામાં કયા મહોત્સવનું આયોજન થાય છે ? : ઉતરાર્ધ મહોત્સવ (રાજય સરકાર દ્વારા)
12). ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે ? : મોઢેરા (મહેસાણા જિલ્લો)
13). મોઢેરાનું પ્રાચીન નામ ? : ભગવદ ગામ
14). કર્કવૃત પર આવેલું ગુજરાતનું મંદિર ? : મોઢેરાનું સૂર્યમંદિર
15). રામકુંડ ક્યાં આવેલો છે ? : મોઢેરાના સૂર્ય મંદિર પાસે
16). કૂવા થી સૌથી વધારે સિંચાઇ કરતો ગુજરાતનો જિલ્લો ? : મહેસાણા જીલ્લામાં
17). સૌપ્રથમ પાતાળ કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો ? : મહેસાણામાં (ઇ.સ 1935માં)
18). ઉત્તર ગુજરાતની પ્રખ્યાત ભેંસ કઈ છે ? : મહેસાણી ભેંસ
19). મસાલાનું શહેર ? : ઊંઝા
20). વિશ્વનું સૌથી મોટું જીરું, વરિયાળી અને ઇસબગુલનું બજાર ક્યાં આવેલ છે ? : ઊંઝા
21). ઊંઝામાં કોનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? : ઉમિયામાતાનું
22). મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : ગઢવાડા
23). મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર ‘ધરોઇ બંધ’ ક્યાં બંધવામાં આવ્યો છે ? : ખેરાળુ તાલુકાનાં ધરોઇ ગામે
24). ‘થોળ પક્ષી અભિયારણ્ય’ ક્યાં આવેલું છે ? : કડી તાલુકામાં (મહેસાણા જિલ્લો)
25). 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે ? : મહેસાણા
26). શર્મિષ્ઠા તળાવ અને ગૌરીકુંડ મહેસાણા જિલ્લામાં ક્યાં આવેલા છે ? : વડનગર
27). ‘તાના રીરી સંગીત મહોત્સવ’ નું આયોજન ક્યાં અને ક્યારે થાય છે ? : વડનગર, દર વર્ષે શિયાળામાં
28). વડનગરના પ્રાચીન નામ ? : અનંતપૂર, ચમત્કારપૂર, આનર્તપૂર
29). વડનગરની મુલાકાત કયા ચીની યાત્રાળુએ લીધી હતી ? : હ્યુ-એન-ત્સાંગ
30). 51 શક્તિપીઠમાનું મહેસાણા જિલ્લામાં આવેલું એક શક્તિપીઠ ? : બહુચરાજી
31). મહેસાણામાં બહુચરાજી નો મેળો ક્યારે ભરાય છે ? : ચૈત્રી પૂનમે
32). મહેસાણાના ચોસઠ જોગણીમાતાના મંદિરે પલોદરનો મેળો ભરાય છે છે. તે ક્યારે ભરાય છે ? : ફાગણ વદ અગિયારસથી તેરસ સુધી
33). મહેસાણા જિલ્લામાં આવેલ તારંગા ના પ્રાચીન નામો ? : તારણ દુર્ગ અને તારણગીરી
34). મહેસાણા જિલ્લામાં જોડિયાની ગુફા કયા આવેલી છે ? : તારંગા પર્વત પર
35). તારંગા પર્વત પર એક જ શીલામાંથી કોતરાયેલી મુર્તિનું નામ આપો ? : અજીતનાથની મુર્તિ
36). ગુજરાતનો પ્રસિદ્ધ શંકુઝ વોટર પાર્ક કયા આવેલો છે ? : મહેસાણા જીલ્લામાં
37). અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું વતન કયું છે ? : ઝૂલાસણ (મહેસાણા જિલ્લો)
38). ભારતમાં આવેલ એકમાત્ર કુંત્તામાતાનું મંદિર કયા સ્થિત છે ? : આસજોલ (મહેસાણા જિલ્લો)
મહેસાણા જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |