Join our WhatsApp group : click here

Mahisagar District | Mahisagar Jillo | મહીસાગર જિલ્લા પરિચય

અહી Mahisagar District સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લાની રચના, મહીસાગર જિલ્લાની સરહદ, મહીસાગર જિલ્લા વિશેષ, જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી સાથે સિચાઈ યોજના અને જિલ્લામાં આવેલી મુખ્ય નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાની રચના

15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીના સમયમાં મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાનું નિર્માણ પંચમહાલ જિલ્લાના 4 તાલુકા (ખાનપૂર, લુણાવાડા, કડાણા, સંતરામપૂર) અને ખેડા જિલ્લાના 2 તાલુકા (વીરપૂર અને બાલાસિનોર) માંથી કરવામાં આવ્યું.

જિલ્લાનું મુખ્ય મથક : લુણાવાડા

Mahisagar District Taluka List

મહીસાગરમાં 6 તાલુકા આવેલા છે.

1). લુણાવાડા

2). વિરપુર

3). બાલાસિનોર

4). કડાણા

5). ખાનપુર

6). સંતરામપૂર

મહીસાગર જિલ્લાની સરહદ

ઉત્તરેરાજસ્થાન રાજય
દક્ષિણમાંખેડા અને પંચમહાલ જિલ્લો
પૂર્વમાંદાહોદ જિલ્લો
પશ્ચિમમાંઅરવલ્લી જિલ્લો

મહીસાગર જિલ્લા વિશેષ

1). મહીનદી પરની બને સિંચાઇ યોજનાઓ કડાણા અને વણાંક્બોરી મહીસાગર જીલ્લામાં આવેલા છે.

2). મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામ ખાતે વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે.

3). અહીનો ડુંગરાળ પ્રદેશ વિધ્યાચલની ટેકરીઓ નો ભાગ છે.

4). મહીસાગર જીલ્લામાં ફાયરકલે મળી આવે છે.

5). મહી નદીના ડાબી બાજુના મહિસાગર જિલ્લાના વિસ્તારને ‘મેવાત પ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે.

6). મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું મુખ્ય મથક દિવડા છે.

લુણાવાડા

પ્રાચીન નામ : લૂણેશ્વર

▶️ વર્તમાનમાં લુણાવાડા મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે.

▶️ ઇ.સ 1434માં અખાત્રીજના દિવસે ભીમસિંહે લૂણેશ્વર મહાદેવના મંદિર પરથી આ નગરનું નામ લુણાવાડા રાખ્યું.

▶️ અહીં પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા, તેવી માન્યતા છે.     

▶️ અહીં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, કાલકા માતાની ટેકરી આવેલી છે.

▶️ ઇ.સ 1728માં રાજા નરસિંહે લુણાવાડાની ફતરે કોટ બંધાવ્યો હતો.    

▶️ બ્રિટિશ શાસન દરમ્યાન લુણાવાડા બોમ્બે પ્રેસિડેન્સીની ‘રેવાકાંઠાની એજન્સી’ હેઠળનું બીજા વર્ગનું રાજય હતું.

▶️ વર્તમાનમાં લુણાવાડા વેરી નદીના કિનારે આવેલું છે.

▶️ અંગ્રેજ પ્રવાસી વોલ્ટર હેમિલ્ટનને લુણાવાડાનું વર્ણન તેના પુસ્તકમાં કરેલું છે.

▶️ મહીસાગર જિલ્લાના માનગઢ ખાતે ગોવિંદ ગુરુએ ‘દુણીયા’ ધર્મની શરૂઆત કરી હતી.

▶️ લુણાવાડા નગરના છેલ્લા રાજા વીરભદ્રસિંહ હતા. 

▶️ લુણાવાડા તાલુકામાં કાલકા માતાની ટેકરીઓ આવેલી છે. જેમાં સોલંકી કુળનો પ્રાચીન મહેલ આવેલો છે.  

બાલાસિનોર

▶️ ઇ.સ 1881માં બાલાસિનોર નજીકના રૈયાલી ગામેથી ડાયનાસોરના ઈંડા અને રશ્મિઓ મળી આવ્યા હતા.

▶️ રૈયાલી ખાતે ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક આવેલો છે. જેનું લોકાર્પણ ગુજરાતનાં 16માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

▶️ બાલાસિનોરમાં બાબી વંશનું રજવાડું હતું.

▶️ જ્યાં નવાબનો “ગાર્ડન પેલેસ” હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે.

વિરપુર

▶️ ઇ.સ 1225માં સોલંકી રાજા દ્વારા વિરપુર રાજયની સ્થાપના કરી હતી.

▶️ તે સમયે વીરપૂર ધવલપૂરી તરીકે ઓળખાતું હતું.

▶️ અહીં મુસ્લિમનું પવિત્ર તીર્થસ્થાન જ્યાં દરિયાઈ પીરની દરગાહ આવેલી છે.

▶️ શ્રી ગોકુળનાથજીનાં પગલાં આવેલા છે.

ખાનપૂર

▶️ ખાનપૂર તાલુકાનું મુખ્ય મથક બકોર છે.

▶️ ખાનપૂર મહી નદીના કિનારે આવેલું છે.

▶️ ખાનપૂર તાલુકામાં ભીમ અને હડીમ્બાના પગ, અર્જુનચોરી પ્રવેશદ્વાર, ભીમચોરી અને સાસુ અને વહુની વાવ જોવાલાયક સ્થળ છે.

મહીસાગર જિલ્લાની નદીઓ

1). મહી નદી

  • મહી નદી કર્કવૃતને બે વખત પસાર કરે છે.
  • મહી નદી પરની બે સિંચાઇ પરિયોજનાઓ કડાણા અને વણાકબોરી મહીસાગર જિલ્લામાં આવેલી છે.

2). પાનમ

મહિસાગર જિલ્લાઆ આવેલ તળાવ, કુંડ અને વાવ

વસંતસાગર તળાવલુણાવાડા તાલુકો
કનકા તળાવલુણાવાડા તાલુકો
ડારકોલી તળાવલુણાવાડા તાલુકો
હિડિમ્બા કુંડખાનપૂર તાલુકો
સાસુ અને વહુની વાવખાનપૂર તાલુકો

સિંચાઇ યોજના

1). પાનમ બંધ – પાનમ ખાતે, પાનમ નદી પર

2). કડાણા બંધ – કડાણા, મહિસાગર ખાતે – મહી નદી પર

3). વણાકબોરી બંધ – વણાકબોરી, તા- બાલસીનોર, (મહી નદી પર)

મહીસાગર જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here
Mahisagar District

અન્ય જિલ્લાની વિસ્તૃત માહિતી

💥 ખેડા જિલ્લા પરિચય
💥 નર્મદા જિલ્લા પરિચય
💥 જામનગર જિલ્લા પરિચય
💥 ગાંધીનગર જિલ્લા પરિચય
💥 ડાંગ જિલ્લા પરિચય
Mahisagar District

Mahisagar District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!