Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

વ્યક્તિ વિશેષ | માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : અહીં ગુજરાત, ભારત અને વિશ્વના મહત્વના વ્યક્તિ વિશેષની માહિતી અહીં આપેલી છે.

  • જાન્યુઆરી મહિના ના વ્યક્તિ વિશેષ : click here
  • ફેબ્રુઆરી મહિયાના ના વ્યક્તિ વિશેષ : click here

Table of Contents

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : ગુજરાત

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : અહીં ગુજરાતના વ્યક્તિ વિશેષની માહિતી અહીં આપેલી છે.

➡️ 9 માર્ચ : ગોંડલના મહારાજા ભગવતસિંહજી નું નિધન 

પુરુનાંમ : મહારાજા ભગવત સિંહજી સંગ્રામસિંહજી જાડેજા 

જન્મ : 24 ઓક્ટોબર 1865

જન્મસ્થળ : ધોરાજી

મૃત્યુ : 9 માર્ચ 1944

ઉપનામ : ગોંડલબાપુ 

લખેલ પુસ્તક : 1). ધ જર્મન ઓફ આ વિઝિટ ટુ ઈંગ્લેન્ડ 2). અ હિસ્ટ્રી ઓફ મેડિકલ સાયન્સ

>> ભગવતસિંહજીએ વર્ષ 1928 થી 54 દરમ્યાન ગુજરાતી શબ્દકોષ ‘ભગવદગોમંડલ’ 9 ભાગમાં તૈયાર કરાવ્યો હતો.

>> ગોંડલના પાકા મકાન અને રસ્તાની પ્રસંશા Times of Indiaએ કરી હતી.

➡️ 9 માર્ચ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નિધન

પુરુનામ : ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

જન્મ : 28 ઓગસ્ટ 1896

મૃત્યુ : 9 માર્ચ 1947

જન્મસ્થળ : ભાયાણી ગામ (તા. બગસરા જી. અમરેલી)

કર્મભૂમિ : બોટાદ

ઉપનામ : રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક, સોરઠી સાહિત્યકાર, સુકાની, લોકસાહિત્યનો મત મોરલો

➡️ 11 માર્ચ : સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરનું નિધન

પુરુનામ : ઉચ્છંગરાય નવલરામ ઢેબર

જન્મ : 21 સપ્ટેબર 1905

જન્મસ્થળ : ગંગાજળ ગામ (હાલમાં દેવભૂમિ દ્વારિકા જિલ્લો)

મૃત્યુ : 11 માર્ચ 1977

ઉપનામ : બત્રીસ લક્ષણા પુરુષ, આકાશ જેવા આદમી

પુરસ્કાર : પદ્મવિભૂષણ(1973)

જીવન ચરિત્ર : સૌરાષ્ટ્ર ના ઘડવૈયા : ઢેબરભાઈ (લેખક : દેવેન્દ્રભાઈ દેસાઇ)

➡️ 12 માર્ચ : જાણીતા ચિત્રકાર કનુભાઈ દેસાઇનો જન્મ

જન્મ : 12 માર્ચ 1907

જન્મ સ્થળ : અમદાવાદ

મૃત્યુ : 9 ડિસેમ્બર 1980(મુંબઇ)

ગુરુ : રવિશંકર રાવળ

પ્રથમ સંગ્રહ : સત્તર છાયાચિત્રો

>> તેઓએ દાંડીકુંચના પ્રસંગોને પોતાના કેનવાસપર ઉતાર્યા હતા.

>> કોંગ્રેસનાં હરીપુરા અધિવેશનમાં સુશોભન કરવાની કામગીરી કનુભાઈ દેસાઇએ સાંભળી હતી.

>> 1969ના વર્ષમાં ગાંધીજીની જન્મશતાબ્દીના ઉપલક્ષ્મ 16 ડબાની બે આખી ટ્રેનો ગાંધીકથા ચીતરી હતી.

➡️ 25 માર્ચ : પ્રખર ગાંધીવાદી અને સ્વાતંત્ર સેનાની ઉષાબહેન મહેતાનો જન્મ

જન્મ : 25 માર્ચ 1920

જન્મ સ્થળ : સરસ ગામે (તા. ઓલપાડ, જી. સુરત)

મૃત્યુ : 11 ઓગસ્ટ 2000

પુરસ્કાર : પદ્મ વિભૂષણ (1998)

>> ઉષાબેને ‘ગાંધીજીની રાજકીય ફિલસૂફી’ વિષય પર 1953માં Ph.Dની પદવી મેળવી હતી.

>> તેમણે માતૃભાષાના વિકાસ માટે ‘માતૃભાષા મંચ’ ની સ્થાપના કરી હતી.

>> મણીભૂવન ગાંધી સંગ્રહાલય, મુંબઇ ગાંધી સ્મારક નિધિ અને એશિયન બુક ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી.

➡️ 30 માર્ચ : મહાન ક્રાંતિકારી શ્યામજી ક્રુષ્ણવર્માનું નિધન

જન્મ : 4 ઓક્ટોબર 1857

જન્મસ્થળ : માંડવી (કચ્છ)

મૃત્યુ : 30 માર્ચ 1930 (સ્વીટ્સઝરલેન્ડ)

ઉપનામ : ક્રાંતિગુરુ અને પંડિત

>> તેમણે લંડનમાં ‘ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ સામાયિકની શરૂવાત વર્ષ 1905માં કરી હતી.

>> તેમણે ઈંગ્લેન્ડમાં ભણતા વિધાર્થીઓ માટે ‘ઇન્ડિયન હાઉસ’ની શરૂવાત કરી હતી.

>> ઇન્દુલાલ યાજ્ઞિકે અંગ્રેજી ભાષામાં શ્યામજીક્રુષ્ણ વર્માનું જીવન ચરિત્ર લખ્યું છે.

>> ભુજ ખાતે “શ્યામજી ક્રુષ્ણવર્મા યુનિવર્સિટી” આવેલી છે.

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : ભારત

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : અહીં ભારતના વ્યક્તિ વિશેષની માહિતી અહીં આપેલી છે.

➡️ 2 માર્ચ : કોંગ્રેસ અધિવેશનના પ્રથમ મહિલા પ્રમુખ સરોજિની નાયડુનું નિધન

જન્મસ્થળ : હૈદરાબાદ

મૃત્યુ : 2 માર્ચ 1949 (લખનઉ)

ઉપનામ : હિંદના બુલબુલ

તેમણે લખેલા પુસ્તક : ધી ગોલ્ડન થ્રેશોલ્ડ, ધી બર્ડ ઓફ ટાઈમ, ધી બ્રોકન વિંગ્સ

>> સરોજિની નાયડુ વર્ષ 1925માં કોંગ્રેસનાં કાનપુર અધિવેશનના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા.

>> ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા (ઉત્તરપ્રદેશ રાજ્યના)

>> તેઓએ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે હાજરી આપી હતી.

>> વર્ષ 2014માં સરોજિની નાયડુની 135મી જન્મજયંતિ અવસર પર 13 ફેબ્રુઆરીએ ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ જાહેર કર્યો છે.

➡️ 03 માર્ચ : ભારતીય ઉદ્યોગ જગતના પિતા જમશેદજી ટાટાનો જન્મ

પુરુનામ : જમશેદજી નુસેરવાનજી ટાટા

જન્મ : 3 માર્ચ 1839

જન્મ સ્થળ : નવસારી

મૃત્યુ : 19 મે 1904

>> જમશેદજી ટાટાએ મુંબઇમાં ‘ધરમશી મિલ’ શરૂ કરી હતી. જે સ્વદેશી મિલ તરીકે ઓળખાતી હતી, આ મિલે ભારતમાં સ્વદેશી કાપડની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

>>ઝારખંડમાં જમશેદજી ટાટાના નામ પરથી બનેલું જમશેદપૂર ‘ટાટાનગર’ તરીકે ઓળખાય છે.

➡️ 19 માર્ચ : ગાંધીવાદી, સ્વતંત્ર સેનાની આચાર્ય જે.બી કૃપલાણીનું નિધન

પુરુનામ : જીવતરામ ભગવાનદાસ કૃપલાણી

જન્મ : 11 નવેમ્બર 1888

જન્મ સ્થળ : હૈદરાબાદ (હાલમાં પાકિસ્તાન)

મૃત્યુ : 19 માર્ચ 1982 (અમદાવાદ) 

ઉપનામ : આચાર્ય

>> ગુજરાત વિદ્યાપીઠના સૌપ્રથમ આચાર્ય હતા.

>> તેઓ બંધારણ સભાની ઝંડા સમિતિના અને મૂળભૂત અધિકારની ઉપ-સમિતિના અધ્યક્ષ બન્યા હતા.

➡️ 23 માર્ચ : મહાન ક્રાંતિકારી રામ મનોહર લોહીયાનો જન્મ

પૂરુંનામ : રામ મનોહર હરિરામ લોહીયા

જન્મ : 23 માર્ચ 1910

જન્મ સ્થળ : ફૈઝાબાદ (ઉત્તર પ્રદેશ)

મૃત્યુ : 12 ઓક્ટોબર 1967 (દિલ્હી)

લખેલા પુસ્તકો : ગિલ્ટી મેન ઓફ ઈન્ડીયાસ પાર્ટીશન, ધ કાસ્ટ સિસ્ટમ, વ્હીલ ઓફ હિસ્ટ્રી 

>> બ્રિટનમાં વસવાટ કરતાં ભારતીય નાગરિકોના હક્કો જાળવવા ‘ભારતીય મંડળ’ની સ્થાપના કરી હતી.

>> મહાત્મા ગાંધીજીના હત્યાના સમાચાર જાણ્યા પછી તેમણે કહેલું કે ‘હું હવે ખરા અર્થમાં અનાથ બન્યો છું’

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : વિશ્વ

માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ : અહીં વિશ્વના વ્યક્તિ વિશેષની માહિતી અહીં આપેલી છે.

➡️ 14 માર્ચ : સાપેક્ષવાદના સિદ્ધાંતના શોધક આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો જન્મ

જન્મ : 14 માર્ચ 1879

જન્મ સ્થળ : જર્મની

નિધન : 18 એપ્રિલ 1955 (ન્યુ જર્સી)

>> તેમણે વર્ષ 1905માં ત્રણ લેખ પ્રકાશિત કર્યા હતા પ્રથમ લેખમાં કણ સ્વરૂપ, બીજા લેખમાં બ્રાઉનિયન ગતિનો સિદ્ધાંત વિકસાવ્યો અને ત્રીજા ભાગમાં વિશિષ્ટ સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યું હતું.

>> વર્ષ 1979થી તેમની યાદમાં યુનેસ્કો દ્વારા “આઈન્સ્ટાઇન પુરસ્કાર” આપવામાં આવે છે.

>> તેમનું મૃત્યુ બાદ હોસ્પિટલના સર્જનોએ તેમના પરિવારની મંજૂરી લઈ સંશોધન કરવા તેમનું મગજ કાઢી લીધું હતું.

➡️ 14 માર્ચ : બ્રહ્માડના રહસ્યો સમજાવનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું મૃત્યુ

જન્મ : 8 જાન્યુઆરી 1942

નિધન : 14 માર્ચ 2018

>> સ્ટીફન હોકિંગ્સનો રિલેટિવિટી, બિગ બેંગ અને બ્લેક હોલની થિયરીમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

>> તેમણે આલ્ફા સેન્ટોરી નામની નવી આકાશગંગા હોવાનો દાવો કર્યો છે.

>> સ્ટીફન હોકિંગ્સના મતે 2600માં વિશ્વ ખતમ થઈ જશે.

>> સ્ટીફન હોકિંગ્સને અમેરિકા તરફથી ‘પ્રેસીડેન્સીયલ મેડલ ઓફ ફ્રીડમ’ નામનો પુરસ્કાર આપ્યો છે.

>> વર્ષ 2014માં સ્ટીફન હોકિંગ્સ જીવન પર ‘થીયરી ઓફ એવરીથિંગ’ ફિલ્મ બની હતી.

➡️ 18 માર્ચ : ડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલ જન્મ

મૂળ નામ : રૂડોલ્ફ ક્રીશ્વીયન કાર્લ ડીઝલ 

જન્મ : 18 માર્ચ 1858 (પેરિસ)

નિધન : 29 સપ્ટેમ્બર 1913

લખેલ પુસ્તક : ધ થીયરી એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ આ રેશનલ હિટ મોટર

>> તેમણે વર્ષ 1885માં પેરિસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કારી હતી.

>> તેમણે વર્ષ 1897માં ‘ડીઝલ એન્જિન’ બનાવવામાં સફળતા મળી હતી.

  • જાન્યુઆરી મહિના ના દિન વિશેષ : click here
  • ફેબ્રુઆરી મહિના ના દિન વિશેષ : click here

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “વ્યક્તિ વિશેષ | માર્ચ મહિના ના વ્યક્તિ વિશેષ”

Leave a Comment