meitrak kal na adhikario : મૈત્રકકાળના શાસનતંત્રનો સર્વોપરી રાજા જ હતો. રાજપદ વંશના પરંપરાગત હોવા છતાં રાજા પોતાના અનુગામીની પસંદગી કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર હતો.
મૈત્રકકાળના અધિકારીઓ
રાજપુત્ર | યુવરાજ |
મહાસેનાપતિ | સેનાનો વડો |
અમાત્ય | મુખ્યમંત્રી, રાજાનો મુખ્ય સલાહકાર અને વહીવટી કર્મચારીઓનો વડો |
મહાક્ષપટાલિક | દફતરખાતાનો વડો/ લેખો વિભાગનો સર્વોચ્ચ અધિકારી |
મહાસંધિ વિગ્રહક | યુદ્ધ અને સંધિખાતાનો વડો |
દૂતક | રાજાની મૌખિક અજ્ઞાઓ સંબધકર્તાઓને જણાવનાર અધિકારી |
પ્રમાતા | મુખ્ય અધિકારી |
દંડપાશિક | મુખ્ય પોલીસ અધિકારી |
મહાદંડનાયક | સૈન્યને દોરનાર સેનાપતિ |
મહાબલાધિપતિ | ભૂમિસેનાને લગતા ખાતાઓનો વડો |
રાજસ્થાનીય | રાજ્યના પ્રદેશોનો વહીવટ કરનાર અધિકારી |
મહાપ્રતિહાર | રાજમહેલના રક્ષકોનો મુખિયો |
આયુકતક | મહેસૂલી હિસાબનો ખાતાનો મુખ્ય અધિકારી |
વિનયસ્થિતિસ્થાપક | ધાર્મિક મામલાઓનો પ્રમુખ અધિકારી |
વિનિયુકત ધ્રુવ | કાર ઉઘરાવનાર અધિકારી |
ભાડાંગારાધિકૃત | રાજકોષનો અધિકારી |
ચૌરોદ્રરણીક | ચોર પકડનાર પોલીસ અધિકારી |
વર્ત્મપાલ | રસ્તાઓનો રક્ષક |
પ્રતિસારક | ખેતરોના રક્ષકો |
Read more