Join our WhatsApp group : click here

Mgnrega yojana in Gujarati | મનરેગા યોજના ની માહિતી pdf

પૂરું નામ : Mahatma Gandhi National Rural Employment  Guarantee Act -2005

લોન્ચ કરનાર (પ્રધાનમંત્રી) :શ્રી મનમોહન સિંહ
મંત્રાલય :ગ્રામીણ વિકાસ મંત્રાલય
official website: https://nrega.nic.in/

Mgnrega yojana in Gujarati

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને ભારત સરકાર દ્વારા વર્ષ 2005 માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ-2005 (NREGA-નરેગા) ના રૂપમાં પ્રસ્તુત કરી હતી. જેનું 2010માં નામ બદલી મનરેગા કરવામાં આવ્યું.

મનરેગા યોજનાનો ઉદ્દેશ્ય :

1). પંચાયતી રાજ સંસ્થાને મજબૂત કરવી.

2). ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવાની ગેરેંટી

3). ગરીબોના આજીવિકા સંસાધન આધાર ને વધુ મજબૂત બનાવવો.

મનરેગા યોજના ની માહિતી

આ યોજના અંતર્ગત 100 દિવસની રોજગારી ફરજિયાત આપવામાં આવે છે. ઉપરાંત અકુશળ લોકો માટે વધારાના 50 દિવસની જોગવાઈ છે.

મનરેગા એકટ, 2005 ની કલમ-3 (4) મુજબ રાજ્ય સરકારો અધિનિયમ હેઠળ બાંહેધરી આપેલ સમયગાળા પછી વધારાના દિવસો પૂરા પાડવા માટે તેમના પોતાના ભંડોળમાંથી જોગવાઈ કરી શકે છે.

આ યોજના હેઠળ ગ્રામપંચાયત તપાસ કરીને નોંધણી કરે છે અને જોબ કાર્ડ ઇશ્યૂ કરે છે.

મનરેગા કાર્યોનું સામાજિક ઓડિટ ફરજિયાત છે.

લાભાર્થી મહિલાઓની સંખ્યા ઓછામાં ઓછી 1/3 હશે.

લાભાર્થીને 5 કિલોમીટરની ત્રિજ્યામાં રોજગારી આપવામાં આવશે. જો તે 5 કી.મી થી વધુ હશે તો વધારનું વેતન ચૂકવવામાં આવશે.

જો અરજી સબમિટ કરવાના દિવસ અથવા કામની માંગણી કરવામાં આવે તે તારીખથી પંદર દિવસોની અંદર રોજગારી આપવામાં ન આવે તો બેરોજગારી ભથ્થું મેળવવાનો અધિકાર છે. જે રાજય સરકાર આપશે.

મનરેગા હેઠળ નિર્માણ પામેલ સંપતિઓનું જીઓટેટગિંગ રાષ્ટ્રીય રિમોટ સેન્સીંગ સેન્ટર (NPSC), ઇસરો અને રાષ્ટ્રીય સૂચના કેન્દ્રના સહયોગથી કરવામાં આવે છે.   

આ પણ વાંચો :

Mgnrega yojana in Gujarati : મનરેગા યોજના વિશે અહીં આપેલી માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!