Join our whatsapp group : click here

Morbi District | Morbi Jillo | મોરબી જિલ્લા પરિચય

અહીં મોરબી જિલ્લાનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. જે GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ઉપયોગી થશે.

મોરબી જિલ્લા પરિચય

મોરબી જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. મોરબી જિલ્લાની રચના વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હતા.

મોરબી જિલ્લાની રચના રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.

Morbi District Taluka List

મોરબી જીલ્લમાં 5 તાલુકા આવેલા છે.

1). મોરબી

2). ટંકારા

3). વાંકાનેર

4). માળીયા-મિયાણા

5). હળવદ

મોરબી જિલ્લાની સરહદ

ઉત્તરેકચ્છ જિલ્લો
પૂર્વમાંસુરેન્દ્રનગર જિલ્લો
દક્ષિણમાંરાજકોટ જિલ્લો
પશ્ચિમમાંજામનગર જિલ્લો અને કચ્છનો અખાત
Morbi District

મોરબી જિલ્લા વિશેષ

> મોરબી રાજ્યની સ્થાપના ઇ.સ 1698માં કાયાજી જાડેજાએ કરી હતી.  

> બ્રિટિશ શાસન વખતે મોરબી બોમ્બે પ્રેસિડેન્સીની કાઠીયાવાડ એજન્સી નીચે આવતું હતું.

> લખધીરજી રાવજીએ મોરબી રજવાડામાં સૌપ્રથમ ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કરાવ્યો હતો. 

> મોરબી રજવાડાના છેલ્લા શાસક લખધીરજી વાઘજી ઠાકોર હતા.

> મોરબી રજવાડામાં શ્યામજી ક્રુષ્ણવર્માએ સેવા આપી છે. 

> ઇ.સ 1979માં મચ્છુ જળ હોનારત થઈ હતી. તે સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ હતા.

> મોરબી પ્રદેશમાં ‘કથીપા’ નામની હસ્તકલા જાણીતી છે.

> નવલખી મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે.

વાઘજી ઠાકોર બીજા વિશે

> 1 જાન્યુઆરી,1879ના રોજ વાઘજી બીજા મોરબીના રાજા બન્યા.

> વાઘજી બીજાએ મોરબીના વિકાસમાં કોઈ કચાસ રાખી નહીં તેથી તેને “આધુનિક મોરબીના નિર્માતા” તરીકે ઓળખવામાં આવે છે.

> મુઘલ સમ્રાટ શાહજહાંએ મુમતાજની યાદમાં ‘તાજ મહેલ’ બંધાવ્યો તેવી રીતે વાઘજી બીજાએ તેમની પ્રિય રાણી મણિબાની સ્મૃતિમાં ‘મણિમંદિર’ બધાવ્યું. તથા મણિબા જ્યાં રહેતાં તે નજરબાગ પેલેસ તથા મચ્છુ નદીના બીજા કિનારા પર દરબારગઢ હતો તેની વચ્ચે “ઝુલતો પુલ” બંધાવ્યો. તેથી જ તેમને “સૌરાષ્ટ્રના શાહજહાં” કહેવામા આવે છે.

> વાઘજી બીજાએ ઇ.સ 1870 થી 1992 સુધી 52વર્ષ શાસન કર્યું.

> મોરબીની પ્રજાએ વાઘજી બીજાના માનમાં ભંડોળ ભેગું કરી આરસનું બાવલું ઇ.સ 1906માં મિ. વ્હાઇટના હસ્તે ખુલ્લુ મૂક્યું તેની નીચેના શીલાલેખમાં વાઘજી બીજાને “કાઠીયાવાડી અમેરિકન” તરીકે સંબોધિત કર્યા છે.

મોરબી શહેર

> અન્ય નામ : પેરિસ ઓફ ધ ઈસ્ટ, મયુરી નગર, ઢેલડી નગર

> મચ્છુ નદીના કિનારે વસેલું શહેર.

> મોરબીમાં ઘડિયાળ બનાવવાનો, ચિનાઈ માટીના વાસણો, સિરામિક ઉદ્યોગ અને મેંગ્લોરી નળિયા બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

> દેશમાં 90% ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે.

> મોરબી માં આવેલ મચ્છુ નદી પરનો પુલ વાઘજી બીજાએ બંધાવ્યો હતો. જેનું ઉદ્ઘાટન મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલના હસ્તે  થયું હતું. આ પુલનું નામ ‘કેસર-એ-હિન્દ’ છે. તેમના છેડે યુરોપથી બનાવેલા કાંસાના આખલા મૂકવામાં આવ્યા. પરંતુ સ્થાનિક લોકોએ તેને પાડા સમજી તેથી આ પુલનું નામ ‘પાડા પુલ‘ પાડી દીધું. જે આજે પણ પ્રચલિત છે.

> આ પુલાના બીજા છેડે યુરોપીયન શિલ્પી ફેઇસ ડીલવલ ડોરોએ બનાવેલા ઘોડાના બે પૂતળા મૂક્યા, જે વાઘજીને ઘણા પ્રિય હતા. જે વાઘજીના રોયલ અને ડોલરના સ્મૃતિ સ્મારકો ગણાય છે. તેથી લોકોએ ઘોડાનું નામ ‘રોયલ અને બીજા ઘોડાનું નામ ડોલર’ રાખ્યું.   

> મોરબી ખાતે ઝૂલતા પુલનું નિર્માણ વાઘજી ઠાકોર બીજા દ્વારા કરાવવામાં આવ્યું હતું. જે યુરોપીયન શૈલીમાં છે.

> પેરિસના એફિલ ટાવર પરથી પ્રેરણા લઈ મોરબીમાં ‘વૂડહાઉસ ગેટ’ બંધાવ્યો છે.  

> મોરબીમાં લખધીરસિંહજી જાડેજાએ સ્થાપેલ  લખધીરસિંહજી એંજિનિયરિંગ કોલેજ એક સમયે સૌરાષ્ટ્રની એકમાત્ર એંજિનિયરિંગ કોલેજ હતી.

હળવદ

> પ્રાચીન નામ : હલપદ્ર

> હળવદની સ્થાપના રાજા રાજોધરજીઇ.સ 1488માં શિવરાત્રિના દિવસે કરી હતી.

> હળવદ પાળીયાના શહેર તરીકે જાણીતું છે. વર્તમાનમાં અહીં 300 થી વધારે પાળીયા હયાત છે.

> એક સમયે હળવદ ઝાલાવાડનું પાટનગર હતું.

> અહીં સુંદરી ભવાનીનું મંદિર અને શરણેશ્વર મંદિર પાસે આવેલી પ્રાચીન વાવ જોવાલાયક સ્થળ છે.

વાંકાનેર

> મચ્છુ નદીના કિનારે આવેલ છે.

> વાંકાનેરની સ્થાપના સરતાનજી ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

> વાંકાનેર પોટ્રી અને મેંગલોરી નળીયાના ઉદ્યોગ માટે જાણીતું છે.

> વાંકાનેર તાલુકામાં વડસર તળાવ આવેલું છે.

> પ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસ વાંકાનેરમાં આવેલો છે.

રણજીત વિલાસ પેલેસ

> આ મહેલ મોરબી જિલ્લાના વાંકાનેર માં આવેલો છે.

> આ મહેલનું બાંધકામ અમરસિંહજીએ  ઇ.સ 1900-1907 (7વર્ષમાં) બંધાવ્યો હતો.

> આ મહેલનું નામકરણ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના મહારાજા જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું છે.

> 225 એકરમાં ફેલાયેલો આ મહેલ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

> સાત ઘટિયાળ ટાવર મુઘલો ડ્રોમ અને તેમાં પાંચ સૌથી ઊંચો ટાવર બનાવી તેને ષટકોણ આકાર આપવામાં આવ્યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે.

> આ મહેલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે મહેલના ગલિયારોમાં શાહી સ્ત્રીઓ પુરુષના નજરમાં ન આવી શકે અને તે ઉપર નીચે ચઢી શકે.

> આ મહેલમાં મહારાજાના એક વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે વિન્ટેજ કારનો મોટો સંગ્રહ પણ છે.

> આ મહેલનું નિર્માણ ટેકરી ઉપર કરવામાં આવ્યું છે જેથી સંપૂર્ણ વાંકાનેર શહેર જોઈ શકાય છે.

> અહીં રાજય અતિથિ ગૃહ ચેર ભવન પણ આવ્યું છે.

> આ મહેલમાં સ્થાપત્યમાં ડચ, ઇટાલિયન અને યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવાં મળે છે.

માળીયા-મિયાણા

> ગાંધીજીના અધ્યાત્મિક ગુરુ  શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ વવાણીયા એ માળીયા-મિયાણા તાલુકામાં આવેલું છે.  

> જિલ્લાનું એકમાત્ર બંદર નવલખી બંદર આ તાલુકામાં આવેલું છે. (નવલખી બંદરની સ્થાપના વાઘજી ઠાકોરે ઇ.સ 1909માં કરી હતી.)

> હડપ્પા સભ્યતાનું સ્થળ કુંતાશી માળીયા-મિયાણા તાલુકામાં આવેલું છે. જેને સ્થાનિક લોકો બીબીનો ટીબો કહે છે. 

ટંકારા

આર્યસમાજના સ્થાપક સ્વામિ દયાનંદ સરસ્વતીનો જન્મ 1824માં મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો.

સ્વામિ દયાનંદ સરસ્વતી વિશે

> 19મી સદીના ધર્મ સુધારકોમાં સ્વામિ દયાનંદ સરસ્વતીનું સ્થાન પ્રથમ હરોળમાં છે. તેમને 1875માં મુંબઈમાં આર્યસમાજ નામે સમાજ સુધારક સંસ્થાની સ્થાપના કરી હતી.

> આર્યસમાજની સ્થાપના ક્રિયાકાંડો, રૂઢિ રિવાજો અને ધર્મસમાજમાં પેઠેલાં અનેકવિધિ અનિષ્ટો સામેનો વિદ્રોહ હતો.  

> સ્વામિ દયાનંદ સરસ્વતીના બાળપણના નામ મૂળશંકર અને દયાળજી (દયાશંકર) એમ બે નામો હતા.

> ભારતીય સમાજ અને ધર્મમાં દાખલ થયેલા અનિષ્ટો સામે પોતાના વિચારોને  વાંચા આપવા માટે તેમણે ‘સત્યર્થપ્રકાશ’ નામે ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ 1875માં પ્રસિદ્ધ થયો હતો.

> સ્વામિ દયાનંદ સરસ્વતીએ ધર્માન્તર થયેલા લોકોને હિન્દુધર્મમાં પાછા વાળવા ‘શુદ્ધિ આંદોલન’ ઉપાડયું હતું.

> દયાનંદ સરસ્વતીને ‘ભારતના માર્ટિન લ્યુથર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

> વેદો તરફ પાછા વળો નો નારો પણ દયાનંદ સરસ્વતીએ આપેલો છે.

> સ્વામિ દયાનંદ સરસ્વતીનું અવસાન 1883માં થયું.

જિલ્લાની અન્ય માહિતી

Morbi District

નીચે મોરબી જિલ્લાની મુખ્ય નદીઓ, અભયારણ્ય, સિંચાઇ યોજના, વાવ અને મેળાની જાણકારી આપેલ છે.

મોરબી જીલ્લામાં આવેલી નદીઓ

1). મચ્છુ

2). બ્રહ્માણી

3). મહા નદી

4). ડેમી નદી

મચ્છુ મોરબી જિલ્લાની મુખ્ય નદી છે. તેને માલધારીઓની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મચ્છુ, બ્રહ્માણી અને ફાલકૂ સૌરાષ્ટ્રની કુંવારીકા નદી છે.

અભ્યારણ્ય

રામપરા અભ્યારણ્ય : વાંકાનેર તાલુકામાં આવેલું છે જેની સ્થાપના ઇ.સ 1988માં થઈ હતી.

સિંચાઇ યોજના

મચ્છુ -1વાંકાનેર તાલુકામાં મચ્છુ નદી પર
મચ્છુ-2મોરબી તાલુકાનાં જોધપુર ખાતે મચ્છુ નદી પર 
મચ્છુ -3મોરબી તાલુકા માં મચ્છુ નદી પર  

ઇ.સ 1979 માં મચ્છુ-2 ડેમ તૂટવાથી જળ હોનારત સર્જાઈ હતી.

આ હોનારત પર આધારિત ઉપેન્દ્ર ત્રિવેદી નિર્દેશિત ‘મચ્છુ તારા વહેતા પાણી’ ગુજરાતી ફિલ્મ બની છે. (ઇ.સ 1984માં)

વાવ

સાતકોઠાની વાવહળવદ તાલુકો
વીરજી વોરાની વાવહળવદ તાલુકો
કુબેર વાવમોરબી તાલુકો

મેળો

રફાળેશ્વરનો મેળો

> આ મેળો દરવર્ષે શ્રાવણી અમાસે ભરાય છે.

> મોરબીમાં આવેલ રફાળેશ્વર મહાદેવના પરિસરમાં આ મેળાનું આયોજન થાય છે.

> પાંડવો વનવાસ દરમ્યાન અહીં રોકાયાની લોકવાયકા છે.

મોરબી જિલ્લાના વન લાઇનર પ્રશ્નો 👉click here

અન્ય જિલ્લા વિશે વાંચો

👉 ખેડા જિલ્લો
👉 જામનગર જિલ્લો
👉 પોરબંદર જિલ્લો
👉 મહીસાગર જિલ્લો

Morbi District : : GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.

Important links : : Gujarat na Jilla

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

1 thought on “Morbi District | Morbi Jillo | મોરબી જિલ્લા પરિચય”

Leave a Comment

error: Content is protected !!