Join our WhatsApp group : click here

Mulbhut farjo in gujarati | મૂળભૂત ફરજો

Mulbhut farjo in gujarati : ભારતના બંધારણના ભાગ-4(A)માં આપેલ મૂળભૂત ફરજો અને તેના સંબધિત વિષેશ માહિતી આપવામાં આવી છે.

Mulbhut farjo in gujarati

>> ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજનો કોઈ ઉલ્લેખ હતો નહીં. પરંતુ દેશમાં વર્ષ 1975 થી 1977 સુધી લદાયેલ કટોકટી દરમ્યાન મૂળભૂત ફરજોની જરૂરિયાત અનુભવાઈ. એટલે ઇ.સ 1976માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. સ્વર્ણસિંહ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોને અલગ ભાગરૂપે જોડવાની ભલામણ કરવામાં આવી હતી.

>> ત્યાર બાદ ઇ.સ 1976માં ભારત સરકાર દ્વારા 42માં બંધારણીય સુધારાથી બંધારણમાં ભાગ-4(A) અને અનુચ્છેદ-51(A) ઉમેરવામાં આવ્યો જેમાં 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી.

>> શરૂવાતમાં 10 મૂળભૂત ફરજો હતી પાછળથી વર્ષ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા વધુ એક ફરજ ઉમેરવામાં આવી હતી.

>> વર્તમાનમાં ભારતના બંધારણમાં 11 મૂળભૂત ફરજો આપેલી છે.

>> આપણે મૂળભૂત ફરજનો વિચાર પૂર્વ સોવિયેત સંઘના બંધારણ માંથી લેવામાં આવ્યો છે.

>> મૂળભૂત ફરજો માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને નહીં.

>> મૂળભૂત ફરજો કોર્ટ દ્વારા લાગુ કરાવી શકાતી નથી.

>> વર્તમાનમાં માત્ર ભારત અને જાપાનના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે.

>> આપણે 6 જાન્યુઆરીએ “મૂળભૂત ફરજ દિવસ” તરીકે ઉજવણી કરવી છીએ.

મૂળભૂત ફરજો

Mulbhut farjo in gujarati ની ભારતના બંધારણમાં ભાગ : 4(A) અને અનુચ્છેદ 54(A)માં જોગવાઈ કરવામાં આવી છે.

(a) બંધારણનું પાલન કરવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો, રાષ્ટ્રગાનનો આદર કરવાની…

(b) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની…

(c) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની…

(d) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં રાષ્ટ્રીય સેવા કરવાની…

(e) ધાર્મિક, ભાષાકીય, પ્રદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની…

(f) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની…

(g) જંગલો,નદીઓ, તળાવો અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણ નું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની…

(h) વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની…

(i) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની…

(j) વ્યક્તિગત અને સામૂહિક પ્રવુત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે…

(k) માતા-પિતા અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરનાં બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી…   

વધુ વાંચો

👉 bharat nu bandharan mock test
👉 bharat nu bandharan pdf
👉 bharat nu bandharan in gujarati

Mulbhut farjo in gujarati : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!