Nipat in Gujarati : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayan Mamlatdar, Talati, Bin-sachivalay, Clark જેવી તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપીક.
Nipat in Gujarati
ગુજરાતીમાં કેટલાક ઘટકો એવા છે કે જે ક્રિયાવિશેષણ, ક્રિયાપદ, વિશેષણ કે સંજ્ઞા જેમાં જુદા જુદા પ્રકારના પદોની સાથે કે એમની આગળ પાછળ આવે છે અને ભાર વગેરે જુદી જુદી અર્થચ્છાયાઓ દર્શાવે છે, એમને ‘નિપાત’ તરીકે ઓળખી શકાય. ગુજરાતીમાં ‘ને’, ‘સુધ્ધાં’, ‘જ’, ‘જી’ ‘ય’, ‘તો’, ‘પણ’, ‘ફક્ત-માત્ર-કેવળ’,. ‘ખરું-ખરો’ જેવા નિપાત મળે છે.
નિપાતના પ્રકારો
નિપાતના મુખ્ય ચાર પ્રકાર પડે છે.
1). ભારવાચક
2). સીમાવાચક
3). વિનયવાચક
4). વાક્યનાં લટકણીયાં
નિપાત દ્વારા સૂચવાતા અર્થ
1). ‘જ’ – આ નિપાત ભારપૂર્વક કથન કરવા માટે વપરાય છે, જે પદ(શબ્દ)ની સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે. ‘આ જ અને અન્ય નહિ’ એવો એનો અર્થ હોય છે. જેમ કએ…
- તમે સારું જ કર્યું. (ખરેખર સારું)
- અત્યારે જ આવો. (પછી નહીં)
- એ કિશોર જ છે. (બીજું કોઈ નહિ)
2). ‘તો’ – આ નિપાત અન્ય નિરપેક્ષતાનો અર્થ એટલે કે, ‘બીજું નહિ તો પણ’ નો અર્થ દર્શાવે છે અને જયારે એ વાકયમાં ક્રિયાપદની સાથે આવે છે ત્યારે ‘ખારું’નું વિકારી રૂપ લે છે. જેમ કે…
- હું તો જઈશ. (બીજું કોઈ આવે કે ન અવે તો પણ)
- એ આવશે તો ખરા. (ક્યારે અવે તે નક્કી નહી તઓ પણ)
3). ‘ને’ આ નિપાત ક્રિયાપદ સાથે આવે છે અને વિધેયવાચક અન્ય પદની સાથે આવે છે અને આગ્રહ કે ખાતરીનો અર્થ દર્શાવે છે. જેમ કે…
- બેસો ને. (આગ્રહ)
- તમે આવશો ને. (ખાતરી)
- આ તમારા ભાઈને (ખાતરી)
4). ‘ય’, ‘પણ’, ‘સુધ્ધાં’ – આ ત્રણે નિપાત અન્તર્ભાવનાનો એટેલે કે બીજા સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ દર્શાવે છે. જેમકે…
- એણે મનેય/પણ/સુધ્ધાં બોલાવ્યો. (બીજાને બોલાવ્યા તેમ)
- એનું કામ ધીમુંય ખરું.
5). ‘જી’ આ નિપાત આદર કે વિનયવાચક છે તે અમુક સંજ્ઞા કે બીજા સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ દર્શાવે છે. જેમ કે…
- બહેનજી, મને થોડા પૈસા આપો. (વિનયવાચક)
- કાગળનો જવાબ જરૂર લખશોજી. (આદરવાચક)
6). ‘ફક્ત’ /’માત્ર’ / ‘કેવળ’ – આ નિપાત પદની (શબ્દની) પહેલા આવીને અન્ય વ્યવર્તકર્તાનો એટલે કે ‘આ સિવાય બીજું નહીં’ નો અર્થ દર્શાવે છે. જેમ કે…
- ફક્ત હું હાજર રહ્યો હતો. (મારા સિવાઈ કોઈ નહીં)
- મારે માત્ર બોલવાનું છે. (બિજું કઈ કરવાનું નથી)
- એનું કામ કેવળ વાંચવાનું છે. (બીજું કઈ કરવાનું નથી)
7). ‘કે’, / ‘ને’ / ‘તો’ / ‘એમ કે’ – આ નિપાત વાક્યને અંતે વપરાતાં લટકણીયા જેઇએમ વપરાય છે. જેનો અર્થ વિનંતી, આગ્રહ કે અનુમતિ થાય છે. જેમ કે –
- અંદર આવવું કે ? (અનુમતિ)
- તારી પેન લાવ તો. (વિનંતી)
Mock Test : નિપાત
Subject | Gujarati Vyakarn |
Topic | Nipat in Gujarati |
Question No. | 8 |
Test Mock | MCQ |
Read more
Nipat in Gujarati : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayan Mamlatdar, Talati, Bin-sachivalay, Clark, and All Competitive Exam.