Join our whatsapp group : click here

Niramay Gujarat yojana in Gujarati 2021

Niramay Gujarat yojana in Gujarati : અહીં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ નવી યોજના નિરામય ગુજરાત યોજના વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં યોજનાની શરૂવાત, તેના ઉદેશ્યો, યોજના અંતર્ગત આવતા રોગોની યાદી અને અન્ય માહિતી આપવામાં આવી છે.

Niramay gujarat yojana in Gujarati 2021

>> આ યોજનાની શરૂવાત ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

>> નિરામય ગુજરાત યોજનાની શરૂવાત ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના પાલનપૂર ખાતેથી કરવામાં આવી છે.

>> આ યોજનાનું અમલીકરણ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે.

>> નિરામય ગુજરાત યોજનાથી અંદાજિત 3 લાખ લોકોને લાભ મળશે અને પરિવાર દીઠ 13 થી 15 હજાર જેટલો ખર્ચ બચાવી શકાશે.

નિરામય ગુજરાત યોજનાનો મુખ્ય ઉદેશ્ય

>> ગુજરાતનાં 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને બિનચેપી રોગો માટે ની: શુલ્ક સ્ક્રિનિંગ અને સારવાર કરવાનો છે.

>> આ યોજના અંતર્ગત ગુજરાત રાજયના તમામ CHC (Community health canter) અને PHP (Primary health canter) અને આરોગ્ય કેન્દ્ર ખાતે દર શુક્રવારે નિરામય દિવસ ઉજવવામાં આવશે.

નિરામય યોજના અંતર્ગત આવતા રોગોની યાદી

>> નિરામય યોજના અંતર્ગત 7 બિનચેપી રોગોનું ની: શુલ્ક સ્ક્રીનીંગ અને સારવાર કરવામાં આવશે.

નિરામય યોજના અંતર્ગત આવતા 7 બિનચેપી રોગોની યાદી

1).  કિડનીની બીમારી

2). લોહીનું ઊંચું દબાણ

3). ડાયાબીટીસ

4). સ્તન કેન્સર

5). ઓરલ કેન્સર

6). એનેમિયાની સારવાર

7). ગર્ભાશયના મુખનું કેન્સર

યોજના સબંધિત અન્ય માહિતી

>> દર શુક્રવારે (નિરામય દિવસે) CPHC પોર્ટલમાં દરેક વ્યક્તિઓની નોંધણી કરી હેલ્થ આઇ.ડી જનરેટ કરવામાં આવશે.

>> આ ઉપરાંત દર્દીના ચેકઅપ બાદ આરોગ્યલક્ષી વિગતો સાથે દર્દી દીઠ નિયામક કાર્ડ આપવામાં આવશે.

>> નિરામય ગુજરાત યોજના અંતર્ગત આરોગ્ય કર્મીઓ ઘેરે જઈ ત્રીસ વર્ષથી વધુ ઉંમરની તમામ લોકોનો સર્વે કરી બીમારીની માહિતી એકત્ર કરશે.

Read more

👉 તાના-રીરી મહોત્સવ 2021
👉 ખેલ રત્ન પુરસ્કાર 2021
👉 2021 સુધીમાં બદલાયેલા તમામ નામો

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!