પૂર્વ IAS અધિકારી BVR સુબ્રમણ્યમને નીતિ આયોગ (NITI Aayog) ના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન લેશે. પરમેશ્વરન ઐયરને વિશ્વ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેકટર (ED) તરીકે નિયુક્ત કરવામાં આવતા આ પદ ખાલી પડ્યું હતું.
વિશ્વ બેન્કનું મુખ્ય મથક વોશિંગ્ટન ડી.સી. માં છે.
BVR સુબ્રમણ્યમ વિશે :
મૂળ આંધ્રપ્રદેશના નિવાસી BVR સુબ્રમણ્યમ છત્તીસગઢ કેડરના IAS અધિકારી છે. તેઓ 2004 થી 2006 સીધી પૂર્વ પ્રધાનમંત્રી મનમહોનસિંહના પર્સનલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. તેઓએ થોડો સમય વર્લ્ડ બેંકામાં વિતાવી 2012માં ફરીથી PMO માં પરત ફર્યા અને વર્ષ 2015 સુધી ત્યાં કામ કર્યું. વર્ષ 2018માં BVR સુબ્રમણ્યમને જમ્મુ-કશ્મીરના ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા. અને તેના કાર્યકાળ દરમ્યાન જમ્મુ-કશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવામાં આવ્યો હતો.
નીતિ આયોગ વિષે
સ્થાપના : | 1 જાન્યુઆરી, 2015 |
મુખ્યાલય : | નવી દિલ્લી |
અધ્યક્ષ : | પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી |
ઉપાધ્યક્ષ : | સુમન બેરી |
CEO : | BVR સુબ્રમણ્યમ |
officiel website: | niti.gov.in |