અહીં Nobel prize in Gujaratiમાં માહિતી આપવા આવી છે. જેમાં નોબેલ પ્રાઇઝનો ઇતિહાસ, સૌથી વધુ વખત નોબેલ પ્રાઇઝ મેળવનાર સંસ્થા, બે વખત નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ , નોબેલ પ્રાઇઝ મેળવનાર ભારતીય અને નોબેલ પ્રાઇઝ વિજેતા 2021 વિષેની માહિતી આપવામાં આવી છે.
Nobel prize in Gujarati
>> નોબેલ પ્રાઇઝની શરૂવાત સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફેડ નોબેલની યાદમાં કરવામાં આવી હતી.
>> નોબેલ પ્રાઇઝના સમારોહનું આયોજન દર વર્ષે આલ્ફેર્ડ નોબેલના મૃત્યુતિથિના દિવસે 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
>> સ્વીડનના મહાન રસાયણશાસ્ત્રી આલ્ફેર્ડ નોબેલે ઇ.સ 1866માં ડાયનેમાઈટની શોધ કરી હતી.
>> આલ્ફેર્ડ નોબેલની સંપતિના વ્યાજમાંથી દર વર્ષે સાહિત્ય, ભૌતિકશાસ્ત્ર, તબીબી, શાંતિ, રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એમ કુલ 6 ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ કે સંસ્થાને નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે.
>> ઇ.સ 1901ના વર્ષથી આ નોબેલ પ્રાઇઝ નિયમિત રીતે આપવામાં આવે છે.
>> ઇ.સ 1901માં તબીબી, સાહિત્ય, રસાયણશાસ્ત્ર, શાંતિ અને ભૌતિકશાસ્ત્ર માટે આપવામાં આવતો હતો પણ ઇ.સ 1969 થી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પ્રાઇઝ આપવાનું શરૂ કર્યું છે.
>> અત્યાર સુધીમાં રેડક્રોસ સંસ્થાને સૌથી વધુ વખત (ત્રણ વખત) નોબેલ પ્રાઇઝ મળ્યો છે.
>> આ નોબેલ પ્રાઇઝ આપવા માટે જુદી જુદી નોબેલ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.
સમિતિ | દેશ | પસંદગી ક્ષેત્ર |
---|---|---|
સ્વીડિશ એકેડમી | સ્વીડન | સાહિત્ય |
રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ | સ્વીડન | ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર |
નોબેલ એસેમ્બલી, કેરોલિન્સ્કા ઇન્સ્ટીટ્યુટ | સ્વીડન | તબીબી (મેડિસિન) |
નૉર્વેજીયન નોબેલ કમિટી | નૉર્વે | શાંતિ |
નીચે ભારતીય નોબેલ પ્રાઇઝ વિજેતા અને મૂળ ભારતીય અને પણ વિદેશી નાગરિક તરીકે નોબેલ પ્રાઇઝ વિજેતા સબંધિત યાદી આપી છે.
ભારતીય નોબેલ પ્રાઇઝ વિજેતાઓ
વર્ષ | નામ | ક્ષેત્ર |
---|---|---|
1913 | રવીન્દ્રનાથ ટાગોર | સાહિત્ય |
1930 | સી.વી. રામન | ભૌતિક વિજ્ઞાન |
1979 | મધર ટેરેસા | શાંતિ |
1998 | અમર્ત્ય સેન | અર્થશાસ્ત્ર |
2014 | કૈલાસ સત્યાર્થી | શાંતિ |
મૂળ ભારતીય પણ વિદેશી નાગરિક તરીકે નોબેલ પ્રાઇઝ વિજેતા
વર્ષ | નામ | ક્ષેત્ર |
---|---|---|
1968 | હરગોવિંદ ખુરાના | તબીબી |
1983 | સુબ્રમણ્યમ ચંદ્રશેખર | ભૌતિક વિજ્ઞાન |
2001 | વી.એસ. નાઇપોલ | સાહિત્ય |
2009 | વેંકટરામન રામક્રીશ્નન | રસાયણ વિજ્ઞાન |
2019 | અભિજિત બેનર્જી | અર્થશાસ્ત્ર |
અત્યાર સુધીમાં બે વખત નોબેલ પ્રાઇઝ વિજેતા
1. | UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઇ કમિશ્નર ફોર રેફયુજિસ) સંસ્થાને |
2. | મેડમ મેરીક્યુરી |
3. | જ્હોન બાર્ડિન |
4. | લિનસ પૌલિંગ |
નોબેલ પ્રાઇઝ વિજેતા 2021
અહીં ભૌતિકશાસ્ત્ર, તબીબી, રસાયણ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, અર્થશાસ્ત્ર ક્ષેત્રે અને શાંતિ ક્ષેત્રે 2021ના વિજેતાઓના નામ અને તેના દેશ વિશેની યાદી આપેલ છે.
ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
---|---|
કલૌસ હેસલમેન | જર્મની |
સ્યુકુરો મનાબે | જાપાન |
જીર્યોજીયા પારિસી | ઈટાલી |
તબીબી ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
---|---|
અર્દેમ પાટાપૌશિયન | અમેરિકા (મૂળ લેબનોન) |
ડેવિડ જુલિયસ | અમેરિકા |
રસાયણ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
---|---|
બેન્જામીન લિસ્ટ | જર્મની |
ડેવીડ W.C મેકમિલન | અમેરિકા |
સાહિત્ય ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
અબ્દુલઝાક ગુરનાહ | ઝાંઝીબાર |
અર્થશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
---|---|
ગાઈડો ઇમ્બેન્સ | નેધરલેન્ડ |
ડેવીડ કાર્ડ | કેનેડા |
જોશુના એંગ્રિસ્ટ | અમેરિકા |
શાંતિ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા
વિજેતાનું નામ | દેશ |
---|---|
દમિત્રી મુતાતોવ | રશિયા |
મારિયા રેસ્સા | ફિલિપાઈન્સ |
Read more
1). કયા પાંચ ભારતીય નાગરિક ને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
1). 1913 : રવીન્દ્રનાથ ટાગોર
2). 1930 : સી.વી. રામન
3). 1979 : મધર ટેરેસા
4). 1998 : અમર્ત્ય સેન
5). 2014 : કૈલાસ સત્યાર્થી
2). નોબેલ પ્રાઈઝ ક્યા દેશ દ્વારા આપવામાં આવે છે ?
સાહિત્ય, તબીબી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ક્ષેત્રે સ્વીડન દેશ દ્વારા આપવામાં આવે છે. જ્યારે શાંતિ ક્ષેત્રે નૉર્વે દેશ દ્વારા આપવામાં આવે છે.
3). શાંતિ માટે નોબેલ ક્યાં દેશ દ્વારા આપવામાં આવે છે ?
નૉર્વે દેશ દ્વારા