Join our WhatsApp group : click here

પદ્મ પુરસ્કાર 2023ની જાહેરાત | Padma awards 2023 winners list in Gujarati

તાજેતરમાં 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 ગુજરાતી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ મૃત્યુ પામેલા પ્રસિદ્ધ આર્કીટેકચર બાલક્રુષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પદ્મ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. જેને એનયાત કરવાનો કાર્યક્રમ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાય છે.

વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારો એનયાત કરવાની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભુષણ, 91 પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે.

વર્ષ 2023ની પદ્મ પુરસ્કારોની યાદીમાં 19 મહિલાઓ 2 વિદેશી/NRI/PIO/OCI વ્યક્તિ અને 7 મરણોપરાંત વ્યક્તિનો સમાવેશ થાય છે.

પદ્મ પુરસ્કાર 2023

પદ્મ વિભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી બાલક્રુષ્ણ દોશી* (આર્કીટેકચર), ગુજરાત

2). શ્રી ઝાકિર હુસેન (આર્ટ), મહારાષ્ટ્ર

3). શ્રી એસ. એમ ક્રિષ્ના (પબ્લિક અફેર્સ), કર્ણાટક

4). ડો. દિલિપ મહલાનાબીસ* (મેડિકલ), પશ્ચિમ બંગાળ

5). શ્રી શ્રીનિવાસન વર્ધન (સાયન્સ & એન્જિનિયરિંગ), USA

6). શ્રી મુલાયમસિંહ યાદવ* (પબ્લિક અફેર્સ), ઉત્તર પ્રદેશ

પદ્મ ભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી એસ એલ ભૈરપ્પા (સાહિત્ય અને શિક્ષણ), કર્ણાટક

2). શ્રી કુમાર મંગલમ બિરલા (વેપાર અને ઉદ્યોગ), મહારાષ્ટ્ર

3). શ્રી દીપક ધર (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ), મહારાષ્ટ્ર)

4). સુશ્રી વાણી જયરામ (આર્ટ), તામિલનાડુ

5). સ્વામી ચિન્ના જીયર (આધ્યાત્મિકતા), તેલંગાણા

6). કુ.સુમન કલ્યાણપુર (આર્ટ), મહારાષ્ટ્ર

7). શ્રી કપિલ કપૂર (સાહિત્ય અને શિક્ષણ), દિલ્લી

8). કુ. સુધા મૂર્તિ (સમાજ સેવા), કર્ણાટક

9). શ્રી કમલેશ ડી પટેલ (અધ્યાત્મિકતા), તેલંગાણા

* મરણોપરાંત

પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી પુરસ્કાર 2023 મેળવનાર વ્યક્તિઓની યાદી pdf સ્વરૂપે : Click here

પદ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ

પદ્મ વિભૂષણ

1). બાલક્રુષ્ણ દોશી (આર્કીટેકચર)

પદ્મશ્રી

1). હેંમત ચૌહાણ (આર્ટ)

2). ભાનુભાઈ ચિતારા (આર્ટ)

3). મહિપત કવિ (આર્ટ)

4). અરિઝ ખંભાતા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ)

5). હીરાબાઈ લોબી (સોશિયલ વર્ક)

6). પ્રો. (ડો) મહેંદ્ર પાલ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)    

પદ્મ પુરસ્કાર વિશે

આ પુરસ્કારો નીચે પ્રમાણેની ત્રણ કેટેગરી આપવામાં આવે છે.  

1). પદ્મ વિભૂષણ 2). પદ્મ ભુષણ 3). પદ્મશ્રી

પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક દિવસે (26મી જાન્યુઆરી) રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

આ ત્રણ પદ્મ પુરસ્કારો ભારત રત્ન પછીના ક્રમાંકના પુરસ્કારો છે.

1). પદ્મ વિભૂષણ

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.  

ભારતરત્ન પછી આ બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

સરકારી કર્મચારીઓને પણ તેમની ઉલ્લેખીય સેવાઓના બદલામાં આપવામાં આવે છે.

2). પદ્મ ભુષણ

કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન, પદ્મવિભૂષણ પછી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

3). પદ્મશ્રી

કોઈપણ ક્ષેત્રોમાં કરેલા નોધપાત્ર કાર્યોના બદલામાં ચોથા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

(ભારતરત્ન સાથે પદ્મ પુરસ્કારો પણ 1977માં બંધ કરવામાં આવ્યા હતા. 1980માં પુન: ચાલુ કરાયા હતા.)

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!