Panchayat vishe mahiti : અહીં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સંબધિત સામાન્ય માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
પંચાયતોની રચના વિશે સામાન્ય સમજ
1). ગ્રામ પંચાયત
2). તાલુકા પંચાયત
3). જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
રચના : | 500-25000 ની વસતીએ |
સભ્ય સંખ્યા : | 8 થી 24 |
સભ્ય સંખ્યામાં વધારો : | દર ત્રણ હજારે બે |
અધ્યક્ષ : | સરપંચ |
વહીવટી વડા : | તલાટી મંત્રી |
પ્રથમ બેઠકની તારીખ : | તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે |
પ્રથમ બેઠકની કામગીરી : | ઉપસરપંચની ચૂંટણી |
ઉમેદવારની ઉંમર : | 21 વર્ષ |
કોરમ : | કુલ સંખ્યાના 1/3 સભ્યો |
પંચાયતની બેઠક : | દર મહિને એકવાર |
ફરજિયાત સમિતિ : | 1). પાણી સમિતિ 2). સામાજિક ન્યાય સમિતિ |
રાજીનામું : | 1). સભ્યો સરપંચને સોંપે 2). ઉપસરપંચ ગ્રામપંચાયતને સોપે 3). સરપંચ ગ્રામ પંચાયતને સોપે |
તાલુકા પંચાયત
રચના : | 25000 થી વધુ વસતીએ |
સભ્ય સંખ્યા : | 16 થી શરૂ થાય |
સભ્ય સંખ્યામાં વધારો : | દર 25 હજારે બે |
અધ્યક્ષ : | તાલુકા પ્રમુખ |
વહીવટી વડા : | TDO |
પ્રથમ બેઠકની તારીખ : | જિલ્લા વિકાસ અધિકારી |
પ્રથમ બેઠકની કામગીરી : | તાલુકા પ્રમુખ/ ઉપપ્રમુખની ચૂંટણી |
ઉમેદવારની ઉંમર : | 21 વર્ષ |
કોરમ : | કુલ સંખ્યાના 1/3 સભ્યો |
પંચાયતની બેઠક : | દર ત્રણ મહિને એકવાર |
ફરજિયાત સમિતિઓ : | 1). કારોબારી સમિતિ 2). સામાજિક ન્યાય સમિતિ |
રાજીનામું : | 1). સભ્યો તાલુકા પ્રમુખને આપે 2). ઉપપ્રમુખ તાલુકા પ્રમુખને આપે 3). પ્રમુખ જિલ્લા પ્રમુખને આપે |
જિલ્લા પંચાયતની રચના
રચના : | દરેક જિલ્લામાં એક |
સભ્ય સંખ્યા : | 18થી શરૂ થાય |
સભ્ય સંખ્યામાં વધારો : | દર એક લાખે બે |
અધ્યક્ષ : | જિલ્લા પ્રમુખ |
વહીવટી વડા : | DDO |
પ્રથમ બેઠકની તારીખ : | વિકાસ કમિશ્નર નક્કી કરે |
પ્રથમ બેઠકની કામગીરી : | જિલ્લા પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી |
ઉમેદવારની ઉંમર : | 21 વર્ષ |
કોરમ : | કુલ સંખ્યાના 1/3 સભ્યો |
પંચાયતની બેઠક : | દર ત્રણ મહિને એકવાર |
ફરજિયાત સમિતિઓ : | 1). કારોબારી સમિતિ 2). સામાજિક ન્યાય સમિતિ 3). શિક્ષણ સમિતિ 4). જાહેર આરોગ્ય સમિતિ 5). જાહેર કાર્ય સમિતિ 6). અપીલ સમિતિ 7). વીસ મુદ્દા અમલીકરણ સમિતિ |
રાજીનામું : | 1). સભ્યો જિલ્લા પ્રમુખને આપે 2). ઉપપ્રમુખ જિલ્લા પંચાયતને આપે 3). પ્રમુખ વિકાસ કમિશનરને આપે |
Read more