Join our WhatsApp group : click here

Patan District | Patan jillo | પાટણ જિલ્લા પરિચય

પાટણ જિલ્લા વિશેષ

Patan Districtની રચના ઇ.સ 2000માં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસનકાળમાં આ જિલ્લાની રચના થઈ હતી.

Patan District Taluka List

પાટણ જીલ્લામાં કુલ 9 તાલુકા આવેલા છે.

1). પાટણ

2). સાંતલપુર

3). રાધનપુર

4). સમી

5). ચાણસ્મા

6). હારીજ

7). સિદ્ધપુર

8). સરસ્વતી

9). શંખેશ્વર

પાટણ જિલ્લાની સરહદ

patan district border

ઉત્તરેબનાસકાંઠા
પૂર્વમાંમહેસાણા
દક્ષિણમાંસુરેન્દ્રનગર
પશ્ચિમમાંકચ્છ
Patan District

પાટણ જિલ્લા વિશેષ

1). વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપૂર પાટણ વસાવ્યું છે.

2). ગુજરાતનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અને સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું “મેથાણ” ગામ પાટણમાં આવેલું છે.

3). પાટણની સરસ્વતી નદી મુખ્ય નદી છે.

4). પાટણના પટોળાં જાણીતા છે. પાટણના પટોળા બનાવવાની કળા 850 વર્ષ જૂની છે.

5). ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ સોલરપાર્ક “સૂર્યતીર્થ” પાટણ જિલ્લાના “ચારકણા” ગામ ખાતે આવેલો છે.

6). વાઢિયાર પ્રદેશ : પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વાઢિયાર કહેવાય છે. અહીંની વાઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય જાણીતી છે.

પાટણ શહેર

  • વનરાજ ચાવડાએ ઇ.સ 746માં “અણહીલપૂર પાટણ” ની સ્થાપના કરી હતી.
  • રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલ રાણકી વાવ અહીં આવેલી છે. જેને 2013માં UNESCO દ્વારા ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરાઇ.
  • સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલીંગ સરોવર બંધાવ્યું હતું. જેની ફરતે 1008 શિવલિંગો હતા.
  • વનરાજ ચાવડાએ બંધાવેલ “જૈન પંચાસરા મંદિર” જેમાં વનરાજ ચાવડા અને તેના મામા સુરપાલસિંહ ઝાલાની મુર્તિ આવેલી છે. આ ઉપરાંત જૈનોના તીર્થકર પારસનાથની મુર્તિ પણ આવેલી છે.
  • ઘેટાં સંવર્ધન કેન્દ્ર પાટણમાં આવેલું છે.
  • આખ્યાનના પિતા ભાલણનો જન્મ પાટણમાં થયો હતો. જેનું મૂળનામ ‘પુરુષોતમદાસ ત્રિવેદી’ હતું.
  • ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ ઇ.સ 1923માં પાટણ ખાતે શરૂ થઈ હતી.
  • અહીં “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર” આવેલું છે. જેનું ઉદ્ઘાટન ઇ.સ 1939માં કનૈયાલાલ મુનશીએ કર્યું હતું.
  • પાટણમાં હેમચંદ્ર સ્મારક પણ આવેલું છે.
  • અહીં “બ્રહ્મકુંડ” નામનું અષ્ટકોણીય સરોવર આવેલું છે.

સિદ્ધપૂર

પ્રાચીન નામ : શ્રીસ્થલ અને સિદ્ધક્ષેત્ર

  • સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આવેલું છે.
  • ‘રુદ્રમહાલય’ સિદ્ધપુરમાં આવેલો છે. જેનું નિર્માણ મૂળરાજ સોલંકીએ અને તેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો.
  • સિદ્ધપુરમાં “બિંદુ સરોવર” આવેલું છે. જે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. તેથી સિદ્ધપુરને “માતૃગયા” પણ કહેવાય છે.
  • પરશુરામે બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કર્યું હતું.
  • ભવાઈના પિતા અસાઇત ઠાકર સિદ્ધપુરના શ્રીમાળી બ્રાહ્મણ હતા.
  • કપિલમુનીનો આશ્રમ સિદ્ધપુરમાં આવેલો છે.
  • સિદ્ધપૂરમાં આવેલ કીર્તિધામ (સ્મશાન) સૌપ્રથમ ઇન્ટરનેટ કનેકટીવિટી દ્વારા અગ્નિ સંસ્કારની પ્રક્રિયા ઓનલાઇ જોવા મળે છે. આ પ્રકારની સુવિધા ધરાવતું ગુજરાતનું સૌથી પહેલું સ્મશાન છે. 

શંખેશ્વર

પ્રાચીન નામ : શંખપૂર

  • અહીં પાશ્વનાથજિનું જૈન મંદિર છે.
  • જૈન ધર્મીઓ માટે પાલિતાણા પછી બીજા ક્રમનું મહત્વનુ સ્થળ છે.

દેલમાલ

  • ચાણસ્મા તાલુકામાં દેલમાલ ગામે હઝરત હસનપીરની દરગાહ આવેલી છે.

પાટણ જિલ્લાની મુખ્ય નદીઓ

1). બનાસ

2). સરસ્વતી

3). રૂપેન

4). પુષ્પાવતી

લોકમેળા

1). કાત્યોકનો મેળો : સિદ્ધપુર ખાતે

સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પુર્ણિમાના રોજ ભરાય છે. જ્યાં ઊંટની લે-વેચ થાય છે.

2). વરાણાનો મેળો : મહા સુદ આઠમના દિવસે પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણામાં ખોડિયાર માતાના મંદિરે ભરાય છે.

ગ્રંથાલય

1). વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર, પાટણ

2). શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથભંડાર, પાટણ

વાવ

રાણકી વાવ, પાટણ

સરોવર

1). અલ્પા સરોવર, સિદ્ધપુર

2). બિંદુ સરોવર, સિદ્ધપુર

3). સિદ્ધસર સરોવર, સિદ્ધપુર

4). સહસ્ત્રલીંગ તળાવ, પાટણ

5). ખાન સરોવર, પાટણ  

રાષ્ટ્રીય રાજમાર્ગ

રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર – 15 અને 14 (નવો નંબર – 27 અને 68)   

પાટણ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉click here

Patan District : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarat na jillao

Previous

Patan District | Patan jillo | પાટણ જિલ્લા પરિચય

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!