Join our WhatsApp group : click here

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો : લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા થઈ શકે છે સસ્તું

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા જેટલું સસ્તું થઈ શકે છે. જેનું કારણ છે કાચા તેલના ભાવમાં આવેલો ઘટાડો. મીડિયા રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી સુધીમાં આ ઘટાડો થઈ શકે છે.

છેલ્લા એક વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં 12% જેટલો ઘટાડો થયો છે. પરતું ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં ઘટાડો કર્યો ન હતો. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લી વાર એપ્રિલ 2022માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. વર્તમાનમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા લિટરની આજુબાજુ છે.

આ કંપનીઓ વર્તમાનમાં લિટર એક લિટરે 10 રૂપિયાની કમાણી કરી રહી છે. નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં ઇંડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) નો નફો લગભગ 5X થયો છે.

પ્રમુખ શહેરોની પેટ્રોલ ડીઝલની કિમંત

શહેરપેટ્રોલડીઝલ
દિલ્હી96.7289.62
જયપૂર108.4893.72
મુંબઈ106.3194.27
ચંદીગઢ96.2084.26
રાયપૂર102.4595.44
ભોપાલ108.6593.90  

2X થઈ સરકારી તેલ કંપનીઓની કમાણી

IOCL, BPCL અને HPCL ને નાણાકીય વર્ષ 2022-23માં 33,000 કરોડનો નફો થયો હતો. અને ચાલુ નાણાકીય વર્ષ (2023-24) માં નફો 1 લાખ કરોડની ઉપર થવાનું અનુમાન છે. એટલે નફામાં 3X વધારો થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ આ 4 કારણો પર નિર્ભય હોય છે.

1). કાચા તેલની કિંમત 
2). રૂપિયાની સામે ડોલરની કિંમત 
3). કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો ટેક્સ 
4). દેશમાં તેલની માંગ 

ભારતમાં કેવી રીતે નક્કી થાય પેટ્રોલ ડીઝલની કિંમત  

જૂન 2010 સુધી પેટ્રોલની કિમંત સરકાર નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેને બદલવામાં આવતી હતી. 26 જૂન 2010 પછી પેટ્રોલની કિંમત નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓને આપવામાં આવ્યું. તેવી જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત સરકાર નક્કી કરતી હતી. પરંતુ 19 ઓક્ટોબર 2014 થી સરકારે આ કામ પણ ઓઇલ કંપનીઓને સોપી દીધું.

વર્તમાનમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલ ના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જેવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે.

પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજય સરકાર વસૂલે છે મોટો ટેક્સ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની બેજ પ્રાઈજ વર્તમાનમાં 57 રૂપિયાની આજુબાજુ છે. પણ કેન્દ્ર અને રાજય સરકાર તેના પર ટેક્સ લગાવી તેને 100 રૂપિયા સુધી પહોંચાડી દે છે. પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકાર 19.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. ત્યાર બાદ રાજય સરકાર અલગથી વેટ અને સેસ વસૂલ કરે છે. એટલા માટે પેટ્રોલ-ડીઝલની બેજ પ્રાઈક 2 ગણી વધી જાય છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!