તાજેતરમાં કેન્દ્ર સરકારે PM-KUSUM (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન) યોજનાનો સમયગાળો માર્ચ 2026 સુધી વધાર્યો છે. આ યોજનાની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. તેનો લક્ષ્યાંક 2022 સુધી 30800 મેગાવોટ સૌરક્ષમતા ઉમેરવાનુ હતું.
PM-KUSUM યોજના વિશે
પૂરુંનામ : (PM-KUSUM) Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthan Mahabhiyan
આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા 2019માં કરવામાં આવી હતી.
ઉદ્દેશ્ય :
ખેડૂતોને પાણીની આર્થિક સુરક્ષા પૂરી પાડવી.
20 લાખ ખેડૂતને સોલર પંપ સ્થાપિત કરવા માટે સહાયતા આપવી.
અન્ય 15 લાખ ખેડૂતોને તેમના ગ્રીડ સાથે જોડાયેલા પંપ સેટનું સૌરકરણ (Solarise) કરવા મદદ કરવામાં આવશે.
તેના 2 ઘટકો :
01). માઉન્ટ થયેલ ગ્રીડ કનેકટેડ રિન્યૂએબલ પાવર પ્લાન્ટની સ્થાપના.
02). સોલાર પાવર્ડ એગ્રીકલ્ચર પંપનું સૌરકરણ કરવું
03). ગ્રીડ કનેકટેડ એગ્રીકલ્ચર પંપનું સૌરકરણ કરવું.
વિશેષ માહિતી :
આ યોજના અંતગત 500 KW થી 2 MW ની ક્ષમતાના રિન્યૂએબલ પાવર પ્લાન્ટસ વ્યક્તિગત ખેડૂતો/ સહકારી/ પંચાયતો/ ખેડૂત ઉત્પાદક સંગઠનો દ્વારા સ્થાપિત કરવામાં આવશે.
500 KW કરતાં નાના પ્રોજેકટ તકનીકી વ્યાપારી શક્યતા પર રાજ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે. (અગાઉ મંજૂરી ન હતી)
જનરેટ થયેલ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા ફીડ ઇન ટેરિફ પર ખરીદવામાં આવશે.
ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા પ્રદર્શન આધારિત રૂ 0.40 પ્રતિ યુનિટ પાંચ વર્ષ માટે આપવામાં આવશે.
વ્યક્તિગત ખેડૂતોએ 7.5 HP (હોર્સ પાવર) ની ક્ષમતા એકલ સોલાર પંપ સ્થાપિત કરવા સમર્થન આપવામાં આવશે.
સ્વદેશ ઉત્પાદિત સોલારસેલ અને મોડ્યુલો સાથેના સોલાર પેનલનો ઉપયોગ ફરજિયાત રહેશે.
કેન્દ્ર અને રાજય દરેક પંપના ખર્ચમાં 30-30%ઉઠાવશે અને બાકીના 40% ખેડૂતો દ્વારા પ્રદાન થશે. (તેઓ ખર્ચના 30% સુધી બેન્કમાં લોન મેળવી શકશે)
આ યોજના C02 ઉત્સર્જન ને ઘટાડશે. જેથી પર્યાવણની જાળવણીમાં મદદ કરશે.
FAQ :
PM-KUSUM યોજનાનું શરૂઆતમાં લક્ષ્ય કેટલું હતું?
PM-KUSUM યોજનાનું શરૂઆતમાં લક્ષ્ય 28.7 GW નું હતું. આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદી દ્વારા થઈ હતી.