PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : કેન્દ્ર સરકારના Ministry of social justice and empowerment (સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય) દ્વારા ધોરણ 9 થી 11માં ભણતા બાળકો માટે સ્કૉલરશીપ યોજના લોન્ચ કરવામાં આવી છે જેને આપડે PM YASASVI Yojana તરીકે ઓળખીએ છીએ. આ યોજના અંતર્ગત આર્થિક નબળા પરિવાર માંથી આવતા વિધાર્થીઓને નાણાકીય મદદ કરવામાં આવે છે. અહીં આપણે PM YASASVI Yojanaનો લાભ કઈ રીતે લઈ શકાય તે સંબધિત સંપૂર્ણ માહિતી મેળવીશું.
Table of Contents
PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023
Topic : | Yojna |
Yojana Name : | PM YASASVI Yojana |
Category : | Central Govt |
Ministry : | Ministry of social justice and empowerment |
PM YASASVI Yojana નો ઉદ્દેશ્ય
આ યોજના અંતર્ગત વંચિત વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં ધોરણ-9માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને Rs.75,000 અને ધોરણ 11માં અભ્યાસ કરતાં વિધાર્થીએ Rs.1,25,000 શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ યોજનામાં 40% અને કેન્દ્ર સરકારનું 60% યોગદાન છે.
આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય વધુને વધુ વિધાર્થીઓને સ્કૉલરશીપનો લાભ આપવાનો છે.
આ શિષ્યવૃતિની રકમ સીધી વિધાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.
PM YASASVI Yojana માટે યોગ્યતા
- ભારતનો નાગરિક હોવો જોઈએ
- SAR/NT/SNT શ્રેણીના OBC/EBC/DNT કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને લાભ મળવા માત્ર
- અરજદારોએ 2023 ના સત્રમાં ધોરણ 10ની પરીક્ષામાં બેસવા માટે આઠમા ધોરણ પૂર્ણ કર્યા હોવા જોઈએ.
- ધોરણ 9 અને 11માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- અરજદારના માતા પિતાની વાર્ષિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ
- ધોરણ 9 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઈએ
- ધોરણ 11 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઈએ
લાભ લેવા માટે જરૂરી પુરાવા
- ધોરણ 8 અને 10 નું પરિણામ
- આવકનો દાખલો
- ઉમેદવારનું ઓળખપત્ર
- ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર
- ઉમેદવાર પાસે નીચેનામાંથી ઓછામાં ઓછું એક પ્રમાણપત્ર હોવું આવશ્યક છે: અનુક્રમે OBC/EBC/DNT SAR/NT/SNT માટે પ્રમાણપત્રો.
વિધાર્થીની પસંદગી
PM YASASVI સ્કોલરશીપ માટે વિધાર્થીની પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષા 100 MCQ પ્રશ્ન હશે. જેના માટે 150 મિનિટનો સમય મળશે.
પરીક્ષાનું માળખું
વિષય | કુલ પ્રશ્ન | કુલ ગુણ |
ગણિત | 30 | 120 |
વિજ્ઞાન | 20 | 80 |
સામાજિક વિજ્ઞાન | 25 | 100 |
સામાન્ય જ્ઞાન | 25 | 100 |
👉 ધોરણ : 9 થી 12 ના પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરો
અરજી કરવાની રીત
- સૌપ્રથમ PM YASASVI યોજનાની ઓફિશ્યલ વેબસાઇટ https://yet.nta.ac.inની મુલાકાત લ્યો.
- તેમાં રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને અરજદારનું રજીસ્ટ્રેશન કરો. (તેના માટે ઉમેદવારનું નામ, ઈમેલ આઈડી, જન્મ તારીખ અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે)
- રજીસ્ટ્રેશન થયા બાદ એક એપ્લિકેશન નંબર જનરેટ થશે તેને સાચવીને રાખવો.
- ત્યાર બાદ તેજ વેબસાઇટ પર લૉગિન કરો. (લૉગિન કરતી વખતે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ ની જરૂર પડશે)
- લૉગિન કર્યા બાદ ત્યાં તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
રાજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો : Click here
હેલ્પ લાઇન નંબર : | 011-69227700, 011-40759000 |
હેલ્પ લાઇન ઈમેઈલ : | yet@nta.ac.in |
વેબસાઇટ : | https://nta.ac.in/ |
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ : | 10/08/2023 |
પરીક્ષા તારીખ : | 29/09/2023 |
ઓફિશ્યલ નોટિફિકેશન
- ઓફિશ્યલ નોટિફિકેશન વાંચવા અહી ક્લિક કરો : click here