રાષ્ટ્રપતિની આ સત્તા બંધારણના અનુચ્છેદ: 111 અંતર્ગત આવે છે.
વિટો વાપરવાની સત્તા
રાષ્ટ્રપતિ કોઈપણ ખરડા પર 3 વિટોનો ઉપયોગ કરે છે.
1). અંત્યાતિક વિટો :
આ વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપે અથવા ન આપે.
2). નીલંબનકારી વિટો :
આ વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ ખરડાને પુન: વિચારણા માટે સંસદને મોકલે છે. (સંસદથી ફરીથી પસાર કરે તો રાષ્ટ્રપતિ આ ખરડાને મંજૂરી આપવા બંધાયેલા છે.)
3). પોકેટ વિટો :
આ વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈપણ ખરડાને અનિશ્વિત સમય સુધી પોતાની પાસે રોકી શકે છે.