PMUY : Pradhan mantri ujjwala yojana
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત : કેન્દ્ર સરકાર દ્વારા 1 મે, 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અંતર્ગત આવે છે. જેનું સ્લોગન ‘સ્વચ્છ ઈંધણ, બેહતર જીવન’ છે.
લાભાર્થી : કોઈપણ ગરીબી રેખા નીચે (BPL) કુટુંબ, જેની માહિતી રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જિલ્લા BPL યાદીમાં સમાવિષ્ટ હોય.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
શરૂઆત : | 1 મે, 2016 |
મંત્રાલય : | પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય |
સ્લોગન : | ‘સ્વચ્છ ઈંધણ, બેહતર જીવન |
official website: | pmuy.gov.in |
આ યોજનાને પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રાલય OIC, BPCL અને HPCL તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી છે.
શરૂઆતમાં સરકારે માર્ચ, 2019 સુધી 5 કરોડ નિશુલ્ક LPG કનેક્શન પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું જે વધારીને 8 કરોડનું લક્ષ્ય રાખવામા આવ્યું છે. જે હવે આ લક્ષ્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ યોજના દેશના તમામ પરિવારને આવરી લેશે.
LPG કનેક્શન BPL ની પુખ્ત મહિલાના નામે બહાર પાડવામાં આવશે. શરત એટલી કે, પરિવારમાં કોઈ સદસ્યના નામે LPG કનેક્શન ન હોવું જોઈએ.
કેન્દ્ર સરકાર તરફથી એક LPG કનેક્શન પર રૂ.1600 ની નાણાકીય સહાય મળશે.
આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય
1). ઘરેલુ ઉપયોગ માટે સ્વચ્છ ઈંધણ પ્રદાન કરવાનો છે.
2). ભારતમાં LPGના ઉપયોગમાં વધારો કરીને પ્રદૂષણમાં ઘટાડો કરવો.
3). ભારતમાં ધુમાડા મુક્ત રસોઈ પદ્ધતિ ઉપલબ્ધ કરાવીને ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવો.
માપદંડ
1). અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
2). માત્ર મહિલા જ અરજદાર બની શકે છે.
3). કોઈપણ શ્રેણીમાં BPL કુટુંબ હેઠળ સૂચિતબદ્ધ આવશ્યક છે.
4). ઘરગથ્થું અન્ય LPG કનેક્શન ન હોવું જોઈએ.
5). EKYC હોવું ફરજિયાત છે.
6). બેન્ક એકાઉન્ટ અને IFSC કોડ હોવો જોઈએ.
7). પુરાવા માટે આધારકાર્ડ અને BPL રેશન કાર્ડ જરૂરી.
આ પણ વાંચો :
Pradhan mantri ujjwala yojana in gujarati : અહીં આપેલ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.