09 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2015 સુધી આ દિવસ દર વર્ષે મનાવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2015 પછી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી દર બે વર્ષે કરવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસ
પ્રવાસી ભારતીય દિવસ કેમ મનાવવામાં આવે છે?
9 જાન્યુઆરી, 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેના ભાગરૂપે ડો. એમ.એલ. સિંઘવી સમિતિની ભલામણથી વર્ષ 2003 થી 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી.
પ્રથમ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
પ્રથમ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી વર્ષ 2003માં નવી દિલ્લી ખાતે કરવામાં આવી હતી. તે દિવસે ભારતીય સંસદે મૂળ ભારતીય નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત કરી, જેને 7 જાન્યુઆરી, 2004 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી હતી.
પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીય મૂળના પ્રવાસીઓને સન્માનીત કરવાનો છે.
પ્રવસી ભારતીય દિવસ 2023 ની ઉજવણી
વર્ષ 2023માં આપણે 17માં ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.
પ્રવાસી ભારતીય દિવસ 2023 ની ઉજવણી મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેર ખાતે કરવામાં આવી છે. જેના ભાગ રૂપે 8 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી એક ભવ્ય સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન PM મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષના મુખ્ય અતિથિ રિપબ્લિક ઓફ ગયાના દેશના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ ઇરફાન અલી છે.
પ્રવસી ભારતીય દિવસ 2023 ની થીમ : ડાયસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો (Diaspora: Reliable Partners for India’s Progress in Amrit Kaal)
આ પણ વાંચો :