Rajkot District : અહીં રાજકોટ જિલ્લાનો પરિચય આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાની રચના, જિલ્લાની સરહદ, રાજકોટ જિલ્લા વિશેષ, જિલ્લાના તમામ તાલુકાની વિસ્તૃત માહિતી અને રાજકોટ જિલ્લામાં આવેલ નદીઓ, વાવ, મ્યુઝિયમ, મહેલો અને ગ્રંથાલયો વિશે જાણીશું. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Table of Contents
રાજકોટ જિલ્લાની રચના
Rajkot Districtની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મે 1960ના રોજ થઈ હતી.
Rajkot District Taluka list
રાજકોટ જીલ્લામાં 11 તાલુકા આવેલા છે.
1). રાજકોટ
2). પડધરી
3). લોધીકા
4). કોતડા સાંગાણી
5). જસદણ
6). ગોંડલ
7). જામકંડોણા
8). ઉપલેટા
9). જેતપુર
10). ધોરાજી
11). વિછિયા
રાજકોટ જિલ્લાની સરહદ
ઉત્તરે | મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો |
પૂર્વમાં | બોટાદ જિલ્લો |
દક્ષિણમાં | અમરેલી અને જુનાગઢ જિલ્લો |
પશ્ચિમમાં | જામનગર અને પોરબંદર જિલ્લો |
રાજકોટ જિલ્લા વિશેષ
1). વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો છે.
2). સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમો રાજકોટ જિલ્લામાં આવેલા છે.
3). રાજકોટ જિલ્લાની મુખ્ય ડેરી ગોપાલ ડેરી આવેલી છે.
4). ઇ.સ 1720માં માસૂમખાને મેરામણજી બીજા પાસેથી રાજકોટ જીતી રાજકોટનું નામ “માસુમાબાદ” રાખ્યું હતું. પણ ઇ.સ 1732માં રાવ રણમણજીએ માસૂમખાનને હરાવી રાજકોટનું નામ ફરી રાજકોટ કરવામાં આવ્યું.
5). ઇ.સ 1921માં કઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં મળ્યું હતું.
6). ઇ.સ 1942માં ‘હિન્દ છોડો આંદોલન’ દરમિયાન રાજકોટ ભૂગર્ભ લડત માટે મુખ્ય કેન્દ્ર હતું.
7). રાજકોટના પટોળાને વર્ષ 2018-19માં GI ટેગ (Geographical indication) આપવામાં આવ્યો હતો.
8). સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 2 સાંસ્ક્રુતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- રામવન (રાજકોટ)
- કાગવડ (જેતપુર તાલુકો)
9). રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઢાંક ગામ નજીક ઝીંઝુરીયાની ખીણમાં જૈન અને બૌદ્ધ ધર્મ ગુફાઓ આવેલી છે. જે ઢાંકની ગુફા તરીકે ઓળખાય છે.
10). રાજકોટ જીલ્લામાં લાલ માટી અને ચુનાના પથ્થરોની ખાણો આવેલી છે.
11). રાજકોટ જિલ્લાને સૌથી વધુ જિલ્લાની સરહદો સ્પર્શે છે. (સાત જિલ્લાની)
12). રામદેવપીરનું પ્રસિદ્ધ મંદિર રાજકોટ જિલ્લામાં રણુજા ખાતે આવેલું છે.
રાજકોટ શહેર
રાજકોટ શહેરના ઉપનામ :
1). સૌરાષ્ટ્રની આન-શાન અને શાન
2). સૌરાષ્ટ્રનું પાટનગર
3). સૌરાષ્ટ્રની ઔદ્યોગીક નગરી
>> આજી નદીના કિનારે રાજકોટ શહેરની સ્થાપના ઇ.સ 1610માં વિભાજી ઠાકોરએ કરી હતી.
>> ગુજરાતમાં ડીઝલ એંજિનનું સૌથી વધુ ઉત્પાદકન રાજકોટમાં થાય છે.
>> “હેમુ ગઢવી નાટ્યગૃહ” રાજકોટ ખાતે આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ છે.
>> મહાત્મા ગાંધીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું તે “સર આલ્ફેટ હાઈસ્કૂલ” (મહાત્મા ગાંધી હાઈસ્કૂલ) આવેલી છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન “કબાગાંધીનો ડેલો” આવેલો છે.
>> અનોખું ડોલ મ્યુજીયમ (ઢીંગલી સંગ્રહાલય) અહી આવેલું છે.
>> ખંડેરી સ્ટેડિયમ રાજકોટ ખાતે આવેલું છે.
>> રાજકોટમાં જાણીતી રાજકુમાર કોલેજ આવેલી છે. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય મથક છે.
>> રાજકોટ શહેર ચાંદીકામ અને ભરતકામ માટે જાણીતું છે.
>> રાજકોટમાં સ્થિત ફિલ્ડ માર્શલ કંપની રેલવેના પૈડા બનાવે છે.
>> ઔદ્યોગિક સ્તરના બાયોડીઝલના ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ રાજકોટ ખાતે શરૂ થયો હતો.
>> ગુજરાતની પ્રથમ ઔદ્યોગીક વસાહત (GIDC) ભકતીનગર રાજકોટ ખાતે સ્થપાઈ હતી.
>> આ ભકતીનગરનું નામ સ્વતંત્રસેનાની ભક્તિબાની યાદમાં રાખવામા આવ્યું છે.
>> ગુજરાતમાં સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના રાજકોટ ખાતે થઈ હતી.
>> રાજકોટના તરઘડીયા ખાતે સૂકી ખેતીનું સંશોધન કેન્દ્ર આવેલું છે.
>> વોટસન મ્યુજીયમ, રામકૃષ્ણ પરમહંસ મંદિર, આજી ડેમ, જ્યુબિલી ગાર્ડન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, યાજ્ઞલ્કય વૃક્ષ મંદિર, રેસક્રોસ મેદાન રાજકોટની શોભામાં વધારો કરે છે.
ગોંડલ
>> આ શહેર ગોંડલી નદીના કિનારે આવેલું છે.
>> ગોંડલ નરેશ ભગવત સિંહજીએ ગુજરાતી ભાષાના સૌથી મોટા શબ્દકોશ ભગવદગોમંડલની રચના કરી હતી. (24 ઓક્ટોબર 1865ના રોજ 26 વર્ષના અથાગ સંશોધન ના અંતે.)
>> મહારાજા ભગવતસિંહજીએ ગોંડલમાં ઇ.સ 1917માં સૌપ્રથમ વખત મફત અને ફરજિયાત કન્યા શિક્ષણ તથા વીજળીની શરૂઆત કરાવી હતી.
>> ગોંડલના ખંભાલીડા ગામે બૌદ્ધ સ્થાપત્ય વિહારો અને ચૈત્યગૃહો ધરાવતી ક્ષત્રપકાળની ખંભાલીડાની ગુફાઓ આવેલી છે.
>> ખંભાલીડાની ગુફાની શોધ પી.પી. પંડયાએ કરી હતી.
>> ગોંડલ તાલુકાના રોજડી (શ્રીનાથગઢ) માંથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળનું ઉત્ખનન ઇ.સ 1957-58માં પી.પી. પંડયાએ કર્યું હતું.
>> અહીંથી શેલખડીના નાના-મોટા મણકા, બરણી, તોલમાપના સાધનો, તાંબા અને કાંસાના વાસણો, માછલી પકડવાનો ગલ, કાંસાની કુહાડી, બાણ, વજનિયા વગેરેના અવશેષો મળી આવ્યા છે.
>> અહીનો નવલખા પેલેસ જોવાલાયક છે.
>> ભુમેશ્વરી માતાનું મંદિર જાણીતું છે.
જેતપુર
>> ભાદર નદીના કિનારે વસેલું છે.
>> સાડીઓના રંગાટીકામ માટે જાણીતું છે. જેમાં બાંધણી સાડી અને છાપકામ જાણીતું છે.
>> જલારામ બાપાનું સ્થાનક વીરપૂર જેતપૂર તાલુકામાં આવેલું છે.
>> સંત જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈમાં નું મંદિર અહી આવેલું છે. આ મંદિરમાં વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે. અને અહી એકપણ દાન પેટી નથી.
>> 2014માં 65માં વન મહોત્સવ દરમ્યાન જેતપૂર તાલુકાના ખોડલધામ કાગવડ ખાતે ‘શક્તિ વન’ નું નિર્માણ કરવામાં આવ્યું છે.
જસદણ
>> જસદણ તાલુકાના પીપળીયા ગામે ઘેલો નદીના કાંઠે ‘ઘેલા-સોમનાથ’ નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
>> જસદણ તાલુકાના અટકોટ ખાતે લાખા ફુલાણી નો પાળિયો આવેલો છે.
>> જસદણ તાલુકામાં 150 વર્ષ જૂનું અષ્ટમુખી મહાદેવનું મંદિર આવેલું છે. જે ગુજરાતમાં એકમાત્ર અષ્ટમુખી મંદિર છે.
ધોરાજી
>> મહારાજા ભગવતસિંહજીએ ટ્રામની શરૂઆત ધોરાજીથી કરાવી હતી.
>> ધોરાજી તાલુકામાં સુપેડી ગામ પાસે સુપેડના ઐતિહાસિક મંદિરો આવેલા છે. જે મિશ્ર સ્થાપત્ય શૈલીના છે.
>> ધોરાજી ખાંડ ઉધોગ માટે પ્રખ્યાત છે.
રાજકોટ જિલ્લાની મુખ્ય નદીઓ
1). ભાદર,
2). ગોંડલી,
3). માજ,
4). મચ્છુ,
5). ફોફળ,
6). ધેલા,
7). ઉતાવળી
8). આજી
9). ડોંડી
10). સાતુદડ
11). વેણુ
12). ડેમી
નદીના કિનારે વસેલા રાજકોટ જિલ્લાના શહેરો
નદીનું નામ | શહેરનું નામ |
---|---|
આજી : | રાજકોટ |
ગોંડલી : | ગોંડલ |
ફોફળ : | જામકંડોરણા |
ભાદર : | જસદણ. આટકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગણોદ |
અભયારણ્ય
1). હિંગોળગઢ અભયારણ્ય
સ્થાપના : ઇ.સ 1980
>> રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં આવેલું છે.
>> આ અભયારણ્યનું સંચાલન ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.
મ્યુઝિયમ
1). વોટસન મ્યુઝિયમ, રાજકોટ
સ્થાપના : ઇ.સ 1888
- રાજકોટમાં આવેલું આ મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.
2). ઢીંગલી મ્યુઝિયમ, રાજકોટ
સ્થાપના : 2004
- ઢીંગલી મ્યુઝિયમની સ્થાપના દિપક અગ્રવાલે કરી હતી. જેમાં દેશ વિદેશની ઢીંગલી મૂકવામાં આવી છે.
3). મહાત્મા ગાંધી મ્યુઝિયમ
સ્થાપના : 2018
- આને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં આવેલી વાવ અને તળાવ
1). મીનળ વાવ : જેતપુર તાલુકામાં સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ સોમનાથના રસ્તા પર યાત્રાળૂને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવા બંધાવ્યું હતું.
2). ભાડલાની વાવ : આ વાવ જસદણ તાલુકામાં આવેલી છે.
3). લાલ પરી તળાવ : રાજકોટ શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવા આ તળાવનું નિર્માણ ઇ.સ 1895માં કરવામાં આવ્યું હતું.
4). અટલ સરોવર
યુનિવર્સિટી
1). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (સ્થાપના – 1967)
2). મારવાડી યુનિવર્સિટી
3). આર.કે યુનિવર્સિટી
4). રાજકુમાર કોલેજ
5). AIIMS
ગ્રંથાલયો
1). ગુજરાતી ભાષાભવન ગ્રંથાલય
2). લખધીરસિંહ લાયબ્રેરી
3). અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય
4). લેંગ લાઈબ્રેરી
રિસર્ચ સ્ટેશન
પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનીંગ સેન્ટર, રાજકોટ
રાજકોટ જિલ્લામાં આવેલા મહેલો
1). ઓર્ચિડ પેલેસ [હુઝૂર પેલેસ] (ગોંડલ)
2). નવલખા મહેલ (ગોંડલ)
3). રિવર સાઇડ પેલેસ (ગોંડલ)
4). ખીરસરા પેલેસ (લોધિકા)
મેળા અને ઉત્સવો
1). ગોરસનો મેળો : આ મેળો શ્રાવણ સુદ છઠ થી દશમ સુધી ભરાય છે. આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે.
2). સપ્ત સંગીની : આ કલા મહોત્સવનું આયોજન રાજકોટમાં 3 થી 9 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ફાઉન્ડેશન દ્વારા થાય છે.
રાજકોટ જિલ્લાના વન-લાઇનર પ્રશ્નો 👉 | click here |
બીજા જિલ્લા વિશે વાંચો
મહીસાગર જિલ્લાનો પરિચય | Click here |
ખેડા જિલ્લાનો પરિચય | Click here |
ગીર સોમનાથ જિલ્લાનો પરિચય | Click here |
અમરેલી જિલ્લાનો પરિચય | Click here |
ભાવનગર જિલ્લાનો પરિચય | Click here |