Ramanbhai nilkanth : ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઈ મહિપતરામ નીલકંઠ વિષેની માહિતી અહીં આપવામાં આવી છે.
Ramanbhai nilkanth
જન્મ | ઇ.સ 1868માં |
જન્મ સ્થળ | અમદાવાદ |
પિતા | મહિપતરામ નીલકંઠ |
પત્ની | વિદ્યાગૌરી નીલકંઠ |
રમણભાઈ નીલકંઠના તખલ્લુસ
1). મકરંદ
2). ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર
3). ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ
>> રમણભાઈ મહિપતરામ નીલકંઠે ‘ગુજરાતી કવિતા કળા’ નિબંધ આપીને લખવાની શરૂવાત કરી હતી.
>> ગુજરાતની ભાષાની સૌપ્રથમ હાસ્યપ્રધાન ક્રુતિ ‘ભંદ્રભદ્ર’ ના લેખક
>> ‘શોધમાં’ રમણભાઈ નીલકંઠની અધૂરી નવલકથા છે.
>> રમણલાલ નીલકંઠને 1912માં રાવ બહાદુરનો ખિતાબ અને 1927માં નાઈટહૂડનો ખિતાબ મળ્યો હતો.
>> પ્રાથના સમાજના પ્રમુખ પદે પણ રમણભાઈ નીલકંઠ સેવા આપી ચૂક્યા છે.
>> રમણભાઈ નીલકંઠ પ્રાથના સમાજના મુખપત્ર વસંત પત્ર અને જ્ઞાનસુધાના સંપાદક પણ રહ્યા છે.
>> રમણભાઈ નીલકંઠ લિખિત નાટક ‘રાઈનો પર્વત’ રંગમંચની દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ગણવામાં આવે છે.
>> ‘રમણભાઈ નીલકંઠ હાસ્યક્ષેત્રનો એવોર્ડ’ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. જેની શરૂવાત 2016થી કરવામાં આવી હતી.
>> પ્રથમ રમણભાઈ નીલકંઠ એવોર્ડ ‘વિનોદ ભટ્ટ’ ને આપવામાં આવ્યો હતો.
>> રમણભાઈ નીલકંઠને ગુજરાતનાં જાહેર જીવનના “સકલ પુરુષ” આનંદશંકર ધ્રુવે કહ્યા છે.
>> વિદ્યાગૌરી નીલકંઠ (રમણભાઈ મહિપતરામ નીલકંઠના પત્ની) ગુજરાતનાં સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થનાર બે મહિલામાના એક છે.
રમણભાઈ નીલકંઠની પ્રસિદ્ધ ક્રુતિઓ
1). ભંદ્રભદ્ર
2). હાસ્યમંદિર
3). શોધમાં,
4). રાઈનો પર્વત
5). કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4
6). ધર્મ અને સમાજ ભાગ 1,2
મધ્યકાલીન યુગના છેલ્લા કવિ દયારામ 👉 | click here |