Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

રામગઢ વિષધારી અભ્યારણને ભારતના 52મા વાઘ અભ્યારણ તરીકે મંજૂરી

કેન્દ્રિય પર્યાવરણ મંત્રી, ભૂપેન્દ્ર યાદવે જાહેરાત કરી છે કે રાજસ્થાનના રામગઢ વિષધારી (Ramgarh Vishdhari) અભ્યારણને રાજસ્થાનના ચોથા વાઘ અભ્યારણ (Tiger reserve) તરીકે અને ભારતના 52માં વાઘ અભ્યારણ (Tiger reserve) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. National tiger conservation Authority (NTCA) એ ગયા વર્ષે 5 જુલાઈએ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોને વાઘ અનામત ક્ષેત્ર બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

રામગઢ વિષધારી અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) માં  ભારતીય વરુ, ચિત્તો, પટ્ટાવાળી લક્કડખોદ, રીંછ, સોનેરી શિયાળ, ચિંકારા, નીલગાય અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે.

રાજસ્થાનમાં આવેલ અન્ય ત્રણ ટાઈગર રિઝર્વ ક્ષેત્ર

1). રણથંભોર ટાઇગર રિઝર્વ (સવાઈ માધોપુર)

2). સરિસ્કા ટાઇગર રિઝર્વ (અલવર)

3). મુકુન્દ્રા હિલ્સ ટાઇગર રિઝર્વ (કોટા)

ભારતમાં વાઘની સ્થિતિ :

ચોથા ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન 2018 રિપોર્ટ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા 2967 છે. જે વિશ્વમાં વાઘની સંખ્યાના લગભગ 75% છે.

ભારતમાં સૌથી વધુ વાઘ મધ્ય પ્રદેશ (526) ત્યારબાદ કર્ણાટક (524) અને ઉત્તરાખંડ (442) માં છે.

National tiger conservation Authority (NTCA) ના રિપોર્ટ મુજબ વર્ષ 2021માં ભારતમાં કુલ 126 વાઘનું નિધન થયું હતું.

ટી ઇન્ટુ ટુ મિશન :

વર્ષ 2010માં સેન્ટપીટર્સબર્ગ (રશિયા) ખાતે યોજાયેલ ‘ટાઈગર સંમેલન’ માં 13 જેટલા દેશોએ વાઘોની સંખ્યા 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ આ મિશનને ટી ઇન્ટુ ટુ મિશન નામ આપવામાં આવ્યું હતું.

વર્ષ 2018માં નેપાળ વાઘની વસ્તી બમણી કરનાર વિશ્વનો પ્રથમ દેશ જાહેર થયો હતો.  

વાઘ વિશે :

વૈજ્ઞાનિક નામ : પેન્થેરા ટાઈગ્રીસ અથવા લીન્નાયસ

ફેમિલી ગ્રૂપ : Felidae

વિશ્વમાં વાઘની કુલ 8 પ્રજાતિ જોવા મળે છે. જેમાં ભારતમાં ‘રોયલ બેંગાલ ટાઈગર’ નામની જાતિ જોવા મળે છે.

1972 સુધી સિંહ રાષ્ટ્રીય પ્રાણી તરીકે હતો ત્યાર બાદ રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘનો સ્વીકાર કરવામાં આવ્યો.

અન્ય તથ્યો :

1). વાઘ સંરક્ષણ પ્રતયે જાગરૂકતા વધારવા માટે 29 જુલાઇના રોજ દર વર્ષે ‘ગ્લોબલ ટાઈગર દિવસ (વિશ્વ વાઘ દિવસ) ’ મનાવવામાં આવે છે.

2). National tiger conservation Authority (NTCA) દ્વારા દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે.

3). જિમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું પ્રથમ વાઘ સંરક્ષિત સ્થળ છે.

4). નાગાર્જુન સાગર ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ સંરક્ષિત સ્થળ છે.

5). મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ (6) વાઘ સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે.

6). વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે 1973 થી પ્રોજેકટ ટાઈગર શરૂ કર્યો છે.

આ પણ વાંચો :

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment