ભારતીય રિઝર્વ બેન્ક | RBI History in Gujarati

RBI History in Gujarati For UPSC, GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati, Clark, Police Constable.

ભારતમાં બેંકનો ઇતિહાસ

યુરોપીયન બેંકિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક ‘બેંક ઓફ હિંદુસ્તાન’ હતી જે વિદેશી મૂડી દ્વારા અલેકઝેન્ડર એન્ડ કંપની દ્વારા ઇ.સ 1770માં કોલકત્તામાં સ્થપાઈ હતી.

1806માં બેંક ઓફ બંગાલ, 1840માં બેંક ઓફ બોમ્બે , 1843માં બેંક ઓફ મદ્રાસ એમ ત્રણ પ્રેસીડેન્સી બેંકોની સ્થાપના થઈ જે ખાનગી શેરધારકો અને મુખ્યત્વે વિદેશી વ્યક્તિઓ દ્વારા સ્થપાઈ હતી.

મર્યાદિત જવાબદારીના આધારે સ્થાપિત સંયુક્ત મૂડીવાળી પ્રથમ બેંક અલ્હાબાદ બેંક હતી. જેની સ્થાપના 1865માં થઈ હતી.

ભારતીય દ્વારા સંચાલિત અને મર્યાદિત જવાબદારી આધારે પ્રથમ સ્થાપિત બેંક અવધ કોમર્શિયલ બેંક હતી. પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક પંજાબ નેશનલ બેંક છે.

RBI History in Gujarati

ભારતીય રીઝર્વ બેંક

  • RBI ભારતની મધ્યસ્થ બેંક છે તથા નાણાબજારની નિયમન તથા નિયંત્રણ કર્તા છે.
  • RBIની સ્થાપના 1 એપ્રિલ 1935માં 5 કરોડની સત્તાવાર મૂડી બિન સરકારી રોકાણકાર દ્વારા થઈ હતી.
  • 1 જાન્યુઆરી 1949ના રોજ RBIનું રાષ્ટ્રીયકરણ થયું.
  • RBIનો વહીવટ અને નિર્દેશન 20 સદસ્યીય એક કેન્દ્રિય નિર્દેશકમંડળ દ્વારા થાય છે.  જેમાં 1 ગવર્નર, 4 ડેપ્યુટી ગવર્નર, 1 નાણાં મંત્રાલય દ્વારા નિયુક્ત અધિકારી, ભારત સરકાર દ્વારા નામાંકિત 10 નિર્દેશક જેઓ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, સ્થાનિક બોર્ડના પ્રતિનિધિત્વ માટે કેન્દ્ર સરકાર દ્વારા 4 નામાંકિત નિર્દેશક હોય છે.
  • RBI 4 સ્થાનિક બોર્ડ મુંબઇ, કોલકત્તા, ચેન્નાઈ, દિલ્હીમાં છે.
  • RBIનું વડુ મથક મુંબઇમાં આવેલું છે. તેના વર્તમાન ગવર્નર શક્તિકાંત  દાસા છે.
  • RBIના પ્રથમ ગવર્નર : ઓલ્સથોર્ન સ્મિથ (1935-37)
  • પ્રથમ ભારતીય ગવર્નર : સી.ડી દેશમુખ (1943-29)

RBIના મુખ્ય કર્યો

1). ચલણીનોટો છાપવી અને તેનું સંચાલન કરવું.

2). સરકારના બેંકર તરીકેનું કાર્ય.

3). બેંકોની બેંક તરીકેનું કાર્ય.

4). વિદેશી હુંડિયામણના વિનિમય પર નિયંત્રણ રાખવું.

5). RBI 1 રૂપિયાની નોટ/સિક્કાઓ તથા નાણાં સિક્કાઓ છાપતી નથી પરંતુ તે નાણા મંત્રાલય દ્વારા છપાય છે. પરંતુ તેનું વિતરણ દેશભરમાં વિતરણ RBI કરે છે.

6). RBI એ ચલણીનોટ બહાર પાડવા માટે minimum Reserve System અપનાવેલી છે. જે અંતર્ગત કોઈપણ સમયે RBI પાસે સોનું અને વિદેશી નાણાં મળીને તેનું કુલ મૂળી 200 કરોડથી ઓછું હોવું જોઈએ નહીં. ઉપરાંત તેમાં સોનાનું મૂલ્ય 115 કરોડથી ઓછું રહેવું ન જોઈએ.

7). RBIની બધી જ અનુસુચિત બેંકોની રોકડ અનામત પોતાની પાસે પાસે રાખે છે. આથી તેને રિઝર્વ બેંક કહે છે.

Read more

👉 ભારતના વર્તમાન પદાધિકારી
👉 ગુજરાતનાં વર્તમાન પદાધિકારી
👉 ભારતના રાજય અને તેના પાટનગર

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment