Republic Day in Gujarati : ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ‘પ્રજાસત્તાક દિવસ (Republic Day)’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવાવમાં આવી રહ્યો છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈપણ દેશ કે સંસ્થાના પ્રમુખ ને આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલસીસી ને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભારતમાં 1952, 1953, 1996, 2021 અને 2022માં પ્રજા સત્તાક દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.
Republic day in Gujarati
પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હી ખાતે વિજય ચોકથી લાલ કિલ્લા સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ‘નેશનલ વોર મેમોરિયલ (અમર જવાન જ્યોતિ) ’ પર શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરે છે. ત્યાર બાદ 21 તોપોની સલામી આપવામાં આવે છે. રાજપથ પરેડમાં ભારતીય સૈનિકો રાષ્ટ્રપતિની સામેથી પસાર થાય છે. અને રાષ્ટ્રપતિ વિશાળ પરેડની સલામી ઝીલે છે. પરેડમાં સેના દ્વારા નવા અને આધુનિક શસ્ત્રો તથા બળનું પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં ટેન્ક, મિસાઇલ અને રડાર સામેલ હોય છે.
સૈન્ય પરેડ પછી રંગારંગ સાંસ્ક્રુતિક પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ રાજ્યો પોતાની સંસ્કૃતિ, તહેવારો, ઐતિહાસિક સ્થળો અને કલાઓની ઝાંખી રૂપે ભારતના સમૃદ્ધ વારસાને ટેબ્લા દ્વારા રજૂ કરે છે.
ટેબ્લોની પસંદગી પ્રક્રિયા :
> ગણતંત્ર દિવસની પરેડમાં ટેબ્લોની પસંદગી રક્ષા મંત્રાલય હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવે છે.
>આ ટેબ્લોના ફેબ્રિકેશનને ટ્રેક્ટર કે ટ્રૉલીમાં જ ફિટ કરવાની હોય છે અને તેમાં પ્લાસ્ટિકના ઉપયોગની મનાઈ છે.
>આ ટેબ્લો માટે વિઝયુઅલ રિપ્રેઝન્ટેશન, સંગીત અને લોકભાવના સાથે જોડાયેલા માપદંડો અગત્યના છે.
26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે?
26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આથી જ દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઉજવાય છે.
9 ડિસેમ્બર, 1946ના રોજ બંધારણ સભાની જાહેરાત કરવામાં આવી હતી.
બંધારણ સભાના 299 સભ્યોમાંથી 284 સભ્યો હાજર હતા જેમણે 24 જાન્યુઆરી, 1950ના રોજ હસ્તલિખિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા અને 26 જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણ અમલમાં મૂક્યું હતું.
બંધારણ નિર્માણમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.
26 જાન્યુઆરી, 1930ના લાહોર અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે પૂર્ણસ્વરાજનો ઠરાવ પસાર કર્યો. તેથી સંપૂર્ણ બંધારણને 26 જાન્યુઆરી, 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરીને ‘ગણતંત્ર દિવસ’ તરીકે દર વર્ષે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
સૌપ્રથમ ઇ.સ 1950માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના તત્કાલિન રાષ્ટ્રપતિ સુકર્ણો હાજર રહ્યા હતા.
26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ વચ્ચેનો તફાવત
26મી જાન્યુઆરી | 15મી ઓગસ્ટ |
---|---|
પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ સ્તંભ ઉપર જ બાંધેલો હોય હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling કહેવામા આવે છે. | સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને નીચે દોરડા દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે ત્યારબાદ તેને ખોલીને ફરકાવવા માં આવે છે જેને ધ્વજારોહણ કહેવામા આવે છે, કારણ કે 15 ઓગસ્ટ, 1947ને ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુંથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને Flag Hosting કહેવામાં આવે છે. |
પ્રજાસત્તાક દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું તેથી પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે બંધારણના પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. | સ્વતંત્રતા દિવસે દેશના વડા પ્રધાન ધ્વજારોહણ કરે છે કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણના પ્રમુખ હોય છે તેમણે પદભાર ગ્રહણ કર્યું ન હતું. આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે. |
પ્રજાસત્તાક દિવસે રાજપથ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. | સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે. |
પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકતો અને સાંસ્ક્રુતિક એકતાનું પ્રદર્શન કરે છે. | સ્વતંત્રતા દિવસે સૈન્ય તાકતો અને સાંસ્ક્રુતિક એકતાનું પ્રદર્શન કરવામાં આવતું નથી. |
પ્રજાસત્તાક દિને સમારોહમાં મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવે છે. | સ્વતંત્રતા દિવસે સમારોહમાં મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવતું નથી. |
26 જાન્યુઆરીને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિન કહેવામા આવે છે. | 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિન કહેવામા આવે છે. |
પ્રજાસત્તાક દિવસ 2023
વર્ષ 2023માં ભારત તેનો 74મો પ્રજાસત્તાક દિવસ માનવી રહ્યો છે. ભારતના 74માં ગણતંત્ર દિવસના સમારોહ માં મુખ્ય અતિથિના રૂપમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલસીસી ઉપસ્થિત હતા. તમને જણાવી દઈએ કે પ્રથમ વખત ઈજિપ્તના રાષ્ટ્રપતિને આપના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ સાથે ઈજિપ્તની સેનાની એક સૈન્ય દળે આપણા ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો.
પ્રજાસત્તાક દિવસ 2023 વિશેષ
01). આ વખતે પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સરકારે VIP Culture ને ખત્મ કરીને કર્તવ્ય પથ (જૂનુ નામ : રાજપથ) પર પ્રથમ હરોળમાં સેન્ટ્રલ વિસ્ટામાં કામ કરનારા શ્રમયોગીને સ્થાન અપાયું.
02). ભારતીય વાયુ સેનાની સ્પેશ્યલ ફોર્સ ‘ગરુડ’ પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ 2023માં ભાગ લીધો.
03). આ વખતે ભારતીય નૌસેનાનું IL-38 વિમાને ગણતંત્ર દિવસ પરેડમાં છેલ્લી વખત ભાગ લીધો. જેણે 42 વર્ષો સુધી ભારતીય નૌસેનામાં સેવા આપી છે.
04). ગણતંત્ર દિવસની પરેડની શરૂઆતમાં રાષ્ટ્રપતિને દેવામાં આવતી 21 તોપની સલામી 25-પાઉંન્ડર આર્ટિલરી બ્રિટિશ તોપને બદલે ભારતીય નિર્મિત ‘105 મીમી ના ઇંડિયન ફિલ્ડ ગન’ થી આપવામાં આવી.
05). આ વખતની પરેડમાં પ્રથમ વખત BSF ની મહિલા સૈનિકોની ઊંટ સવારી નીકળી
06). રાજપથ કર્તવ્ય પથ બન્યા પછી પ્રથમ ગણતંત્ર દિવસનું આયોજન

07). પ્રજાસત્તાક દિવસની નવી દિલ્લીના ‘કર્તવ્યપંથ’ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં “ક્લીન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત ગુજરાતની ઝાંખી રજૂ થઈ હતી. જેમાં મોઢેરાની સાંસ્ક્રુતિક ઝલક અને સૌર પવન ઉર્જાના વૈજ્ઞાનિક-ટેકનૉલોજી અભિગમનું એકીકરણ જોવા મળ્યું હતું.
08). ગણતંત્ર દિવસ 2023ની થીમ : Participation of the common people (જન ભાગીદારી)
ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસ 2023 નું આયોજન
ગુજરાતનાં બોટાદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ વંદન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ હતી.
આ પ્રસંગ નિમિતે મુખ્યમંત્રીના હસ્તે બોટાદ જિલ્લા-શહેરમાં કુલ રૂ.297.56 કરોડના ખર્ચે 376 જેટલા વિકાસ કાર્યનું ઇ-લોકાર્પણ-ખાત મુહૂર્ત અને ભૂમીપૂજન કર્યું હતું.
જેમાં રમતવીરોને ઘર આંગણે જ રમત-ગમત સંકૂલનો લાભ મળે તે માટે રૂ. 15.47 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ઇ-ખાતમુહુર્ત કરાયું.
Republic Day in Gujarati : અહીં આપેલ ગણતંત્ર દિવસની જાણકારી GPSC, GSSSB, police, Talati, Forest Guard સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
આ પણ વાંચો :