Join our WhatsApp group : click here

રૂઢિપ્રયોગ અને અર્થ | Rudhiprayog in Gujarati

Rudhiprayog in Gujarati : અહીં રૂઢિપ્રયોગો અને તેનો અર્થ આપવામાં આવ્યો છે. અહીં અગાવની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા રૂઢિપ્રયોગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેથી તમને આ ખૂબ જ ઉપયોગી થશે.

Rudhiprayog in Gujarati

1). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ‘જળ કમરવત હોવું’
[A] સંસારમાં ડૂબી જવું
[B] સંસારની માયાથી મુક્ત હોવું
[C] સંસારમાં સાર ન હોવો
[D] સંસારનો ત્યાગ કરવો

[B] સંસારની માયાથી મુક્ત હોવું

2). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ધજા બાંધવી
[A] ધ્વજ ફરકાવવો
[B] ભારે સાહસ કરવું
[C] કિર્તિ ફેલાવવી
[D] કિર્તિ ન હોવી

[C] કિર્તિ ફેલાવવી

3). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓછું આવવું
[A] વધારે ન હોવું
[B] ખુશ થવું
[C] દુ:ખ થવું
[D] કરકસર કરવી

[C] દુ:ખ થવું

4). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : અંક વાળવો
[A] અંક વળી જવો
[B] સરહદ ધાર કરવી
[C] અંકનો વળ ચડી જવો
[D] હદ થવી

[D] હદ થવી

5). “ખીલો થી જવું” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
[A] ઊભા રહી જવું
[B] જડ થઈ જવું
[C] ભીંતમાં ખીલો જાડી દેવો
[D] અંદર જતાં રહેવું

[A] ઊભા રહી જવું

6). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ધૂળ પર લીંપણ
[A] માટી પર પાણી છાંટવું
[B] પ્રયત્નો કરવા
[C] પ્રયત્નો નિષ્ફળ જવા
[D] સફાઈ કરવી

[C] પ્રયત્નો નિષ્ફળ જવા

7). ‘ખુવાર થવું’ શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
[A] ગુસ્સે થવું
[B] પાયમાલ થવું
[C] માલામાલ થવું
[D] ક્રોધિત થવું

[B] પાયમાલ થવું

8). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ગળે ટાંટિયા ભરાવવા
[A] ગળું દબાબવું
[B] મોતને ઘાટ ઉતારવું
[C] ગૂંગળાઇ જવું
[D] મુશ્કેલ સ્થિતિમાં મૂકવું

[D] મુશ્કેલ સ્થિતિમાં મૂકવું

9). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ‘બાંકરી બાંધવી
[A] બકારી આવવી
[B] દુશ્મનાવટ કરવી
[C] દુશ્મનોને પરાજય આપવો
[D] નુકશાન થવું

[B] દુશ્મનાવટ કરવી

10). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : ટિંબો બની જવું
[A] ખૂબ જ હરિયાળી હોવી
[B] ખેદાન મેદાન કરી નાખવું
[C] મોહાદૂ:ખ વેઠવું
[D] કામ બગડી જવું

[B] ખેદાન મેદાન કરી નાખવું

11). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : ધરમનો થાંભલો ખરી પડવો
[A] ધર્મનું કામ નિષ્ફળ જવું
[B] ધર્મનો થાંભલો ન હોય
[C] માનવતા ભૂલી જવી
[D] જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું

[D] જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું  

12). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. : પુરાણ નીકળવું
[A] વાતો પુરાણી થઈ જવી
[B] એક વાતના સંદર્ભમાં બીજી વાત નિકળવી
[C] યુદ્ધ થવું
[D] પૌરાણિક વાતો ભૂલી જવી

[B] એક વાતના સંદર્ભમાં બીજી વાત નિકળવી

13). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : છણકો કરવો
[A] પ્રેમ વ્યક્ત કરવો
[B] બીક બતાવવી
[C] અણગમો વ્યક્ત કરવો
[D] અણગમો વ્યક્ત ન કરવો

[C] અણગમો વ્યક્ત કરવો

14). નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : પગ ભાંગી પડવા –

[A] ફેકચર થવું
[B] ગળગળા થઈ જવું
[C] હિંમત ખૂટી જવી
[D] શ્રમ કરતા થાકી જવું

[C] હિંમત ખૂટી જવી

15). પાટે ચઢી જવું રૂઢિપ્રયોગનો અર્થ કયો થાય છે ?
[A] ગાડીનો પાટો જોવો
[B] યોગ્ય સ્થિતિમાં આવવું
[C] ગાડી ના પાટે પહોંચવું
[D] ભૂલથી પાટા પર ચડી જવું

[B] યોગ્ય સ્થિતિમાં આવવું

16). નીચેના વાક્યોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો : અંધારિયા કરવા –
[A] આંધળા બની જવું
[B] સામેનું દેખાય નહિ
[C] ગોલમાલ કરવી
[D] અવિચારી પગલું ભરવું

[D] અવિચારી પગલું ભરવું

17). ‘તડકો પડવો’ : રૂઢિપ્રયોગના અર્થ જણાવો.
[A] ખોટ જવી
[B] ગુસ્સે થવું
[C] એકા એક લાભ થવો
[D] વાતાવરણ બદલાઈ

[C] એકા એક લાભ થવો

18). “ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય” આ પદમાં રેખાંકિત રૂઢિપ્રયોગનો સાચો અર્થ તારવો.
[A] મેલું થઈ જવું
[B] કલંક લગાવું
[C] ધાબું પડી જવું
[D] કાળાશ આવી જવી

[B] કલંક લગાવું

19). રૂઢિપ્રયોગનો અર્થ શોધો : હૈયું પાછું આવવું
[A] બેધ્યાન થઈ જવું
[B] બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
[C] પ્રેમમાં નિષ્ફળ જવું
[D] ખૂબ જ દૂ:ખ થવું

[B] બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું

20). નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : લૌલિકે જવું
[A] લાડથી ઉછેરવું
[B] ખરખરો કરવો
[C] બહારગામ જવું
[D] ભરડો લેવો

[B] ખરખરો કરવો

21). ‘ચારે હાથ ભોંયે પડવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] ગબડી પડવું
[B] હારી જવું
[C] ગુસ્સે થવું
[D] બધી રીતે ની: સહાય થવું

[D] બધી રીતે ની: સહાય થવું

22). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓરિયો વિતવો
[A] સુખ દુ:ખમાંથી પસાર થવું
[B] ઘાત ટળી જવી
[C] માથે પડવું
[D] સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો

[D] સારો પ્રસંગ સફળ રીતે પૂરો થવો  

23). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : નાટક ભજવવું
[A] રંગમંચ ઉપર જવું
[B] હકીકત છુપાવવા ઢોંગ કરવા
[C] હકીકત જાહેર કરવી
[D] લોકોને સત્ય કહેવું

[B] હકીકત છુપાવવા ઢોંગ કરવા

24). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઓસાણ ન રહેવું
[A] યાદ ન રહેવું
[B] સરળ ન હોવું
[C] સ્મૃતિ હોવી
[D] ઈચ્છા થવી

[A] યાદ ન રહેવું

25). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : શરસંધાન કરવું
[A] લક્ષ્યને સાધવું
[B] મારામારી કરવી
[C] સંતાપ થવો
[D] લાગણી થવી

[A] લક્ષ્યને સાધવું

26). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : દાણો ચાંપી જોવો
[A] દાણો કઠણ રહી જવો
[B] પાણી ઓછું હોવું
[C] મદદ માગવી
[D] પ્રયત્ન કરી જોવો

[D] પ્રયત્ન કરી જોવો

27). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : તાસીર ફેરવવી
[A] સ્વભાવ બદલાવો
[B] પરિસ્થિતી બદલવી
[C] જ્ઞાતિ બદલવી
[D] નસીબ બદલવું

[A] સ્વભાવ બદલાવો

28). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આંખ મળી જવી
[A] ઊંઘ આવી જવી
[B] અવસાન પામવું
[C] ખૂબ પ્રિય હોવું
[D] ચક્કર આવી જવા

[A] ઊંઘ આવી જવી

29). ‘પરવારી જવું’ રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ?
[A] કામમાં છુટકારો મેળવવો
[B] બધા કામ પૂરા કરવાં
[C] કામ પૂરું કરવા ઉતાવળ કરવી
[D] બધાજ કામ પૂરા કરી નવરા થવું

[D] બધાજ કામ પૂરા કરી નવરા થવું

30). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : પડો વજાડવો –
[A] ઢોલ વગાડવો
[B] જાણ કરવી
[C] ખબર પાડવી
[D] જાહેરાત કરવી

[D] જાહેરાત કરવી

31). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગઑ સાચો અર્થ લખો : ધૂળમાં મેળવી દેવું –
[A] જમીન દોસ્ત કરી નાખવું
[B] ધૂળ ચટાડવી
[C] ધૂળ ખાતો કરવો
[D] ધોળામાં ધૂળ પડવી

[A] જમીન દોસ્ત કરી નાખવું

32). ‘કળ વળવી’ – રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] ભૂખ લાગવી
[B] ડર લાગવો
[C] ચિંતા થવી
[D] નિરાંત થવી

[D] નિરાંત થવી 

33). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ લખો : પગ ટકવો –
[A] અવર જવર બંધ કરવી
[B] સ્થિર થવું
[C] જતાં રહેવું
[D] પગ ઉપર ઊભા રહેવું

[B] સ્થિર થવું

34). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ખેલ માંડવો
[A] રમત રમવી
[B] ખેલની શરૂઆત
[C] ખેલ કરવો
[D] નાટકની શરૂઆત કરવી

[A] રમત રમવી

35). મિંડા આગડ એકડો માંડવો -રૂઢિપ્રયોગનો અર્થ લખો
[A] ગણિતમાં દાખલા કરવા
[B] શૂન્યમાંથી સર્જન કરવું
[C] હિસાબ કરવો
[D] સરવાળો કરવો

[B] શૂન્યમાંથી સર્જન કરવું

36). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ખુવાર થવું
[A] ગુસ્સે થવું
[B] પાયમાલ થવું
[C] માલામાલ થવું
[D] ક્રોધિત થવું

[B] પાયમાલ થવું

37). નીચે આપેલ શબ્દના રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : ‘લોઢાંની મેખ પેસી જવી’
[A] લોખંડની ખીલી વાગવી
[B] હદયમાં વેદના થવી
[C] લોઢાની પાટ વાગવી
[D] લોખંડની વસ્તુ પેસી જવી

[B] હદયમાં વેદના થવી

38). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ લખો : વામકૂક્ષી કરવી –
[A] જમ્યા પછી સૂઈ જવું
[B] વામન હોવું
[C] જમ્યા પછી ડાબે પડખે સુવું
[D] વાનર કુસ્તી કરવી

[C] જમ્યા પછી ડાબે પડખે સુવું

39). નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો : મનમાં ગાંઠ વાળવી –
[A] મનમાં વશી જવું
[B] મનમાં ઈચ્છા કરવી
[C] મનોમન નક્કી કરવું
[D] મનોમંથન કરવું

[C] મનોમન નક્કી કરવું

40). ‘પેટ ન આપવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] સફળતા મળવી
[B] ખાનગી વાત પ્રગટ ન કરવી
[C] વાત કહેતા ફરવું
[D] આબરૂ વધારવી

[B] ખાનગી વાત પ્રગટ ન કરવી

41). ‘પૈસાના ઝાડ હોવા’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] ખૂબ મહેનત કરવી
[B] પુષ્કળ ધન હોવું
[C] રોમાંચિત થઈ ઊઠવું
[D] ઝાડ પર પૈસા ઉગવા

[B] પુષ્કળ ધન હોવું

42). ‘ખાંડાની ધારે ચાલવું’ : રૂઢિ પ્રયોગનો અર્થ દર્શાવો.
[A] સુખ: દુખનો અનુભવ કરવો
[B] મુશ્કેલીઓ વધારવી
[C] અત્યંત વિકટ પરિસ્થિતીમાં જીવવું
[D] રોમાંચિત થવું

[C] અત્યંત વિકટ પરિસ્થિતીમાં જીવવું

43). ‘દાંતે તરણું લેવું’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
[A] દાંત ખાટા કરવા
[B] દાંતથી તરણું ખેંચવું
[C] લાચારી બતાવવી
[D] લાચારી ન બતાવવી

[C] લાચારી બતાવવી

44). ‘તળે ઉપર થવું’ રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
[A] ખૂબ જ ઉતાવળા બનવું
[B] બહાર ન દેખાય તેવું
[C] જમીનથી ઊંચે ચાલવું
[D] તાલાવેલી ન હોવી

[A] ખૂબ જ ઉતાવળા બનવું

45). ‘ખાતર પર દિવેલ જેવું થવું’ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
[A] ખૂબ જ મોઘું હોવું
[B] ખાતરનો અભાવ હોવો
[C] નુકશાનમાં વધુ નુકશાન થવું
[D] નુકશાન ન થવું

[C] નુકશાનમાં વધુ નુકશાન થવું

46). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : છાણાં થાપવા
[A] છાણ ભેંગું કરવું
[B] બળતણ માટે ઉપયોગી હોવું
[C] ખૂબ બદનામ કરવું
[D] પ્રસિદ્ધિ મેળવવી

[C] ખૂબ બદનામ કરવું

47). નીચેના વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ‘એક કાંકરે બે પક્ષી મારવા’
[A] બે ઘોડાવાળી બગી પર સવારી કરવી
[B] એક સાથે બે કામ કરવા
[C] મનનું ધાર્યું કામ પાર પાડવું
[D] ઈચ્છા ન હોવા છતાં કામ કરવું

[B] એક સાથે બે કામ કરવા

48). નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : કોણીએ ગોળ લગાડવો
[A] ખૂબ ઠપકો આપવો
[B] ગણકારવું નહીં
[C] કાર્ય સાધના લાલાચ આપવી
[D] ગોળ ગોળ કરવું

[C] કાર્ય સાધના લાલાચ આપવી

49). ‘એટેવાળ આવવો’ -રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] વંટોળ ફૂંકાવો
[B] તોફાન આવવું
[C] નડતરરૂપ થવું
[D] મદદરૂપ થવું

[C] નડતરરૂપ થવું

50). નાડ રજાણે તેવું થવું -રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
[A] ઉત્સાહ વધવો
[B] ખૂબ કમાણી થવી
[C] મરણ પામવાની તૈયારી હોવી
[D] ઉદાસ થવું

[C] મરણ પામવાની તૈયારી હોવી

51). નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. “સોનાનાં ઝાડ ભાળવા”
[A] સોનાનાં દાગીના મળવા
[B] સોનાની વસ્તુ આંચકી લેવી
[C] ખૂબ સમૃદ્ધિ જોવી
[D] ત્રણમાંથી એકપણ સાચું નથી

[C] ખૂબ સમૃદ્ધિ જોવી

52). નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘નકામો પ્રયાસ કરવો’ થતો નથી ?
[A] પાણી વલોણું કરવું
[B] પાણીમાં લીટા કરવા
[C] પાણી માપવું
[D] પાણીની ગાંસડી બાંધવી

[C] પાણી માપવું

53). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : હોલા જેવું કાળજું હોવું
[A] ખૂબ જ મજબૂત હોવું
[B] દુ:ખ થવું
[C] અત્યંત નાહિંમત હોવું
[D] ખુબ જ હિંમત હોવી

[C] અત્યંત નાહિંમત હોવું

54). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : કોડિયા જેવુ કપાળ હોવું
[A] ખૂબ જ બડભાગી હોવું
[B] કમનસીબ હોવું
[C] નસીબનો સાથ હોવો
[D] જ્ઞાન થવું

[B] કમનસીબ હોવું

55). ‘પુષ્ટિ મળવી’ : રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] સહાય મળવી
[B] પોષણ મળવું
[C] સામર્થ્ય મળવું
[D] સમર્થન મળવું

[D] સમર્થન મળવું

56). ‘ઉચાળા ભરવા માંડવું’ : રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] ઘરબાર ખાલી કરી નીકળી જવું
[B] બટકા ભરવા
[C] ખૂબ ઉકળાટ થવો
[D] પાણી ઉલેચવા જવું

[A] ઘરબાર ખાલી કરી નીકળી જવું

57). આપેલ વાકયનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો : ટહુકો પાડવો.
[A] મોર ટહુકો કરે
[B] બૂમો પડી બોલાવવું
[C] મીઠાશથી બોલાવવું
[D] ન ગમતી વ્યક્તિને બોલાવું

[C] મીઠાશથી બોલાવવું

58). ‘સોડ તાણીને સૂઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જાણવો.
[A] મૃત્યુ પામવું
[B] કશુંક માથે ઓઢીએ સૂઈ જવું
[C] પડખું ફેરવી સૂઈ જવું
[D] ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું

[A] મૃત્યુ પામવું

59). ‘મનમાં ગાંઠ વાળવી’ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
[A] મનમાં વસી જવું
[B] મનમાં ઈચ્છા કરવી
[C] મનોમન નક્કી કરવું
[D] મનોમંથન કરવું

[C] મનોમન નક્કી કરવું

60). ‘માથે લેવું’ શબ્દનો રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
[A] ગુનો કબુલ કરવો
[B] માથા પર વજન ઉપાડવું
[C] જવાબદારી સંભાળવી
[D] જવાબદારીમાંથી છૂટી જવું

[C] જવાબદારી સંભાળવી

61). ‘આંદોલિત થઈ ઊઠવું’ : રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] આશ્ચર્યચકિત થવું
[B] ચિંતામુકત થવું
[C] રોમાંચિત થઈ ઊઠવું
[D] ખૂબ આનંદમાં આવી જવું

[C] રોમાંચિત થઈ ઊઠવું

62). ‘જીવ હેઠો બેસવો’ રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
[A] જીવમાં ગૂંગળામણ થવી
[B] નિરાંત અનુભવવી
[C] જીવ ઊંડો ઉતરી જવો.
[D] હદયના ધબકારા વધી જવા

[B] નિરાંત અનુભવવી

63). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : મૂછે તાવ દેવો
[A] મૂછ ને તાવ થવો
[B] રુઆબ બતાવવો
[C] હદ થઈ જવી
[D] રુઆબથી જીવી જવું

[B] રુઆબ બતાવવો

64). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : બે પાંદડે થવું
[A] આર્થિક સ્થિતિ સારી થવી
[B] પાંદડા બે થવા
[C] એકના બે થઈ જવું
[D] બેમત ના હોવું

[A] આર્થિક સ્થિતિ સારી થવી

65). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘કિર્તિ ધૂળમાં મળી જવી’
[A] પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી
[B] પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી
[C] પ્રતિષ્ઠા પરની ધૂળ ખંખેરી નાંખવી
[D] પ્રતિષ્ઠા સાચવવી

[A] પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી

66). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : જીભ ન ઉપડવી
[A] દૂ:ખ થવું
[B] શરમનો અનુભવ થવો
[C] વાત કરવામાં ખચકાટ અનુભવવો
[D] જીભને દૂ:ખાવો થવો

[C] વાત કરવામાં ખચકાટ અનુભવવો

67). નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડ ખોટી છે ?
[A] હાથ હેઠા પડવા : નિરાશા મળવી
[B] હાથ ધોઈ નાખવા : આશા છોડી દેવી
[C] હાથ કાળા કરવા : કલંકિત કામ કરવા
[D] હાથ દેખાડવા : બળાપો કરવો

[D] હાથ દેખાડવા : બળાપો કરવો   

68). નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. : પડો વજાડવો
[A] ઢોલ વગાડવો
[B] જાણ કરવી
[C] ખબર પડવી
[D] જાહેરાત કરવી

[D] જાહેરાત કરવી 

69). નીચે વાકયો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. : રાખ વળી જવી –
[A] ભુલાઈ જવું
[B] ઓલવાઈ જવું
[C] અભિમાન દેખાઈ આવું
[D] ચૂલામાંથી રાખ સાફ કરવી

[A] ભુલાઈ જવું

70). ‘લાજી મરવું’ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
[A] શરમાવું
[B] લાજ આવવી
[C] લાજ જવી
[D] લજ્જાખોર

[A] શરમાવું

71). ‘લૌકિકે જવું’ નો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
[A] લાડથી ઉછેરવું
[B] ખરખરો કરવો
[C] બહારગામ જવું
[D] ભરડો લેવો

[B] ખરખરો કરવો

72). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : સંઘ કાશીએ પહોંચવો
[A] યાત્રાએ જવું
[B] બનારસમાં વાસ કરવો
[C] કામ પાર પાડવું
[D] સંપ ન હોવો

[C] કામ પાર પાડવું

73). રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો : સાડીબાર ન રાખવી
[A] સાડી કબાટમાં રાખવી
[B] સાડીની બાજુ ન બદલવી
[C] પરવા ન કરવી
[D] દરકાર કરવી

[C] પરવા ન કરવી

74). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઘરભંગ થવો
[A] ઘર તૂટી જવું
[B] ગરીબ હોવું
[C] પત્નીનું મૃત્યુ થવું
[D] ઠરીઠામ ન થવું

[C] પત્નીનું મૃત્યુ થવું

75). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : છાતી પર લાળા
[A] અત્યંત દૂ:ખદ સ્થિતિ
[B] હિંમત હોવી
[C] મર્દાનગી હોવી
[D] છપ્પન છાતી હોવી

[A] અત્યંત દૂ:ખદ સ્થિતિ

76). નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ?
[A] કૂખ લજાવવી
[B] વાત્મા મોણ નાખવું
[C] આકાશ પાતાળ એક કરવાં
[D] ફેરવી તોલળૂ

[C] આકાશ પાતાળ એક કરવાં

77). ‘ભીંત ભુલવી’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] તદ્દન અવળે રસ્તે ચડી જવું
[B] દીવાલ પર માથું પછાડવું
[C] નારાજ થઈ જવું
[D] દીવાલ ભુલાવી

[A] તદ્દન અવળે રસ્તે ચડી જવું

78). નીચેના વાકયોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ‘મહેનત ધૂળમાં મળવી’
[A] કરેલું કામ નિષ્ફળ જવું
[B] બળીને રાખ થવું
[C] કોઈ કામ ન સ્વીકારવુ
[D] પ્રયત્નો સફળ થવા

[A] કરેલું કામ નિષ્ફળ જવું

79). ‘નાટક ભજવવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
[A] સ્ટેજ પર નાટક ભજવવું
[B] જડ બાની જવું
[C] નાટકમાં ભાગ લેવો
[D] હકીકત છુપાવવા ઢોંગી રજૂઆત કરવી

[D] હકીકત છુપાવવા ઢોંગી રજૂઆત કરવી

80). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : મતિ મારી જવી
[A] સહમતી ન બતાવવી
[B] બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
[C] કંઇ સુઝવું નહીં
[D] બુદ્ધિ ચલાવવી નહીં

[C] કંઇ સુઝવું નહીં

81). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘માથે લેવું’
[A] ગુનો કબુલ કરવો
[B] માથા પર વજન ઉપાડવું
[C] જવાબદારી સંભાળવી
[D] જવાબદારીમાંથી છૂટી જવું

[C] જવાબદારી સંભાળવી

82). ‘કાને તળે કાઢી નાખવું’ રૂઢિપ્રયોગનો અર્થ :
[A] ઠપકો આપવો
[B] કાન વડે ધ્યાનથી સાંભળવું
[C] કાન બહેરા થઈ જવા
[D] કોઈ વાત પર લક્ષ ના આપવું

[D] કોઈ વાત પર લક્ષ ના આપવું 

83). ‘નાની વાતને મોટું સ્વરૂપ અપાઈ જવું’ એવો અર્થ નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ નથી સૂચવતો ?
[A] કાગનો વાઘ થવો
[B] આસમાની સુલતાની કરવી
[C] રજનું ગજ કરવું
[D] રાઇનો પર્વત કરવો

[B] આસમાની સુલતાની કરવી

84). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ગામનો ઉતાર હોવો
[A] બધાને બદનામ કરવું
[B] સૌથી ખરાબ માણસ હોવો
[C] સૌને સહાય કરવી
[D] સૌથી શ્રેષ્ઠ માણસ

[B] સૌથી ખરાબ માણસ હોવો

85). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : ઊભા મેલીને જવું
[A] રાહ જોવડાવવી
[B] ચાલતા થઈ જવું
[C] રાહ ન જોવી
[D] પતિને છોડીને નાતરે જવું

[D] પતિને છોડીને નાતરે જવું

86). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આંતરો રાખવો
[A] અંતરમાં રાખવું
[B] પીડા થવી
[C] ભેદભાવ રાખવો
[D] નુકશાન થવું

[C] ભેદભાવ રાખવો

87). રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : આસમાની સુલતાનની ઉતરવી
[A] આકાશના રાજા હોવું
[B] આકાશમાંથી નીચે આવવું
[C] ખૂબ જ તડકો હોવો
[D] અણધારી આપત્તિ આવી પડવી

[D] અણધારી આપત્તિ આવી પડવી  

88). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : હાથ મસ્તક પર હોવા
[A] મારવા માટે હાથ ઉપાડવો
[B] હાથથી માથું દબાબવું
[C] કૃપા કે મહેરબાની હોવી
[D] મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી

[C] કૃપા કે મહેરબાની હોવી

89). રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : ‘હથેળી ખંજવાળવી’
[A] ખંજવાળ આવવી
[B] કઇંક મળવાની આશા રાખવી
[C] હથેળીમાં ઘા પડવો
[D] મહેનત કરવી

[B] કઇંક મળવાની આશા રાખવી

Read More

👉 ગુજરાતી કહેવતો
👉 વિશેષણ અને તેના પ્રકાર
👉 સંજ્ઞા અને તેના પ્રકાર
👉 કૃદંત અને તેના પ્રકાર
👉 ગુજરાતી વ્યાકરણની ક્વિઝ (Mcq)

આપેલ Rudhiprayog in Gujarati GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!