Sabarkantha jilla na gk question : અહીં સાબરકાંઠા જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉયપયોગી સાબિત થશે.
Sabarkantha jilla na gk question
1). સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક ? : હિંમતનગર
2). હિંમતનગરનું પ્રાચીન નામ ? : અહમદનગર
3). હિંમતનગર શહેર કોણે વસાવ્યું હતું ? : નસીરરૂદ્દીન અહમદશાહ પહેલાએ
4). સાબરકાંઠા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 8 (હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીના, વડાલી, તલોદ, વિજયનગર)
5). સાબરકાંઠા જિલ્લાની કઈ દિશામાં રાજસ્થાન રાજયની સીમા આવેલી છે ? : ઉત્તર
6). સાબરકાંઠા જિલ્લાની પૂર્વ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અરવલ્લી
7). સાબરકાંઠા જિલ્લાની દક્ષિણ દિશામાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ગાંધીનગર
8). સાબરકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં કયા-કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની
9). સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક હિંમતનગરમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ? : ફર્નિચર અને ક્વોરીનો ઉદ્યોગ
10). સાબરકાંઠા જિલ્લામાં આવેલું ‘અરસોડિયા’ એ શું છે ? : એશિયાનું સૌથી મોટું ચિનાઈ માટીનું ક્ષેત્ર
11). આદિવાસીઓનો પ્રસિદ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે ? : ગુણભાખરી ગામમાં (સાબરકાંઠા જિલ્લો)
12). ચિત્ર-વિચિત્રનો મેળો ક્યારે ભરાય છે ? : હોળીના બે અઠવાડીયા પછી
13). ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આવી છે? : અકોદરા (હિંમતનગર તાલુકો)
14). સાબરકાંઠા જિલ્લામાં કઈ ડેરી આવેલી છે ? : સાબર ડેરી (હિંમતનગરમાં)
15). ‘એશિયન ગ્રેનિટો લિમિટેડ’ સંસ્થા ક્યાં આવેલી છે ? : હિંમતનગર
16). ગુજરાતનું એકમાત્ર શિખરવાળું કાળભૈરવનું મંદિર કયા આવેલું છે ? : બોલુન્દ્રા (સાબરકાંઠા જિલ્લો)
17). રૂઠી રાણીનું માળિયું અને ઇડરિયો ગઢ કયા આવેલા છે ? : ઇડરમાં (સાબરકાંઠા જિલ્લો)
18). ઇડરિયો ગઢ અને રૂઠી રાણીનું માળિયું કયા રાજાએ બંધાવ્યું હતું ? : વેણી વત્સલા રાજાએ
19). ઇડરમાં આવેલા તળાવો ? : રણમલસર રાણી તળાવ અને હંસેશ્વર તળાવ
20). ભારતમાં આવેલા ફકત બ્રહ્માજી બે મંદિર પૈકી એક ગુજરાતમાં આવેલું છે. તે ક્યાં આવેલું છે ? : ખેડબ્રહ્મા (સાબરકાંઠા જિલ્લો)
21). ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે ? : હરણાવાવ નદી
સાબરકાંઠા જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |