19 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રિય મત્સ્યપાલન, પશુપાલ અને ડેરી મંત્રી પુરુષોતમ રૂપાલાએ ગુજરાતના હજીરા બંદરેથી સાગર પરિક્રમાના ત્રીજા ચરણનો આરંભ કરાવ્યો છે. આ પરિક્રમાં સતપતિ, વસઇ, વર્સોવા ખાતે મહારાષ્ટ્રની દરિયાકિનારાની રેખા તરફ આગળ વધશે અને આ પરિક્રમા મુંબઈના સાસણ ડોક ખાતે પૂર્ણ થશે.
સાગર પરિક્રમાંના મુખ્ય ઉદ્દેશ :
1). માછીમારો, દરિયાકિનારાના સમુદાયો અને હિતધારકો સાથે સંવાદની સુવિધા પ્રદાન કરવાનો છે, જેથી મત્સ્યપાલન સંબધિત વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતા કાર્યક્રમોની માહિતીનો પ્રસાર કરી શકાય.
2). તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબધિત હિતધારક સાથે આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે એકતા દર્શાવી
3). રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા માટે દરિયાઈ મત્સ્યપાલન સંસાધનો ઉપયોગ અને દરિયાકિનારાના મત્સ્યપાલન સમુદાયોની આજીવિકા વચ્ચે સ્થાયી સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરીને જવાબદાર મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવું.
4). દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ
સાગર પરિક્રમાના તબક્કા :
પ્રથમ તબક્કો : સાગર પરિકરમાનો પ્રથમ તબક્કો કાર્યક્રમ ગુજરાતમાં યોજાયો હતો, જે 5 માર્ચ, 2022ના રોજ માંડવીથી શરૂ થયો હતો અને 6 માર્ચ 2022ના રોજ ગુજરાતનાં પોરબંદર ખાતે સમાપ્ત થયો હતો.
બીજો તબક્કો : સાગર પરિક્રમાનો બીજો તબક્કો 22 સપ્ટેમ્બર 2022ના રોજ માંગરોળથી વેરાવળ સુધી શરૂ થયો હતો અને 23 સપ્ટેમ્બર 2022ના રોજ મૂળ દ્વારકાથી માધવાડ સુધી દ્વારકા ખાતે સમાપ્ત થઈ હતી.
ત્રીજો તબક્કો : સાગર પરિક્રમાનો ત્રીજો તબક્કો 19 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાતનાં સુરતથી શરૂ થઈ અને 21 ફેબ્રુઆરી, 2023ના રોજ મુંબઈના સાસણ ડોક ખાતે પૂર્ણ થશે.