અહીં ભારતના ઇતિહાસને સંબધિત વર્ષ મુજબ ઘટનાક્રમ સંબધિત માહિતી અહીં આપવામાં આવી છે. અહીં ઇ.સ 1885 થી ઇ.સ 1947 સુધીની માહિતી આપવામાં આવી છે.
સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ
1885
>> કોંગ્રેસનો ઉદય, મુંબઈની ગોપાલ દાસ તેજપાળ સંસ્કૃત કોલેજમાં એ-ઓ-હ્યુમે સ્થાપના કરી
1905
>> લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા
>> સ્વદેશી આંદોલનની શરૂવાત
1906
>> ઢાકાના આગાખાં મહેલમાં સલીમઉલ્લા ખાન દ્વારા મુસ્લિમ લીગની સ્થાપના
>> દાદાભાઈ નવરોજી દ્વારા સ્વરાજ શબ્દ
1907
>> સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા
1909
>> મોર્લે-મિન્ટો સુધાર
>> મુસ્લિમોને અલગ મતદાર મંડળ
1911
>> દિલ્લી દરબાર, બંગાળ ભાગલા રદ
>> રાજધાની કલકત્તાથી દિલ્હીની ઘોષણા
1912
>> રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતર થઈ ગઈ
1915
>> ગાંધીજીનું આગમન, કોચરબ આશ્રમની સ્થાપના
>> ગોપાલ ક્રુષ્ણ ગોખલેનું નિધન
>> મદન મોહન માલવિયા દ્વારા હિન્દુ મહાસભાની સ્થાપના
1916
>> હોમરૂલ લિંગની સ્થાપના, પુનામાં લોકમાન્ય તિલક અને મદ્રાસમાં એની બેસન્ટ દ્વારા
>> લખનૌ કરાર, કોંગ્રેસનાં ભાગલા રદ, કોંગ્રેસ-લીગ જોડાયા
1917
>> ચાંપરણ સત્યાગ્રહ
>> અમદાવાદ મિલ મજૂર હડતાલની શરૂવાત
1919
>> મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધાર
>> રોલેટ એક્ટ (કાળો કાયદો)
>> જલિયાવાલા બાગ હત્યાકાંડ
ખિલાફત આંદોલન
1920-22
>> નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં અસહયોગના ઠરાવને મંજૂરી
>> ગાંધીજીએ કૈસર-એ-હિન્દની ઉપાધિનો ત્યાગ કરી અસહયોગ આંદોલનની શરૂવાત કરી.
>> અમદાવાદ મિલ મજૂર હડતાલની સમાપ્તિ
>> ઉત્તર પ્રદેશના ગોરખપૂર જીલ્લામાં ચૌરાચૌરી બનાવ
1923
>> ચીતરંજનદાસ અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પાર્ટીનું ગઠન
1925
>> કંકોરી લૂંટ ઘટના, મુખ્ય સૂત્રધાર રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ
1927
>> સાયમન કમિશનનું આગમન
1928
>> મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ
>> સાયમન કમિશન વિરોધમાં લાલા લજપતરાયનું નિધન
>> બારડોલી સત્યાગ્રહ (ના-કર લડત)
1929
>> કોંગ્રેસનું લાહોર અધિવેશન : પૂર્ણ સ્વરાજની ઘોષણા
1930
>> કોંગ્રેસ લાહોરમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, જેથી મુસ્લિમ લીગ દ્વારા કાળો દિવસ ઉજવ્યો
>> 12 માર્ચ ગાંધીજીની દાંડીયાત્રા (78 સભ્યો સાથે)
>> સવિનય કાનૂનભંગ આંદોલનની શરૂવાત
>> બ્રિટનમાં પ્રથમ ગોળમેજ પરિષદનું આયોજન
1931
>> 8 માર્ચ ગાંધી ઇરવિન કરાર –દિલ્હી સમજૂતી
>> 7 સપ્ટે. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો
1932
>> ત્રીજી ગોળમેજ પરિષદમાં કોમી ચુકાદાની ઘોષણા બ્રિટિશ પ્રધાનમંત્રી રેમ્ઝે મેકડોનાલ્ડ દ્વારા
>> ગાંધીજી અને આંબેડકર વચ્ચે પૂના કરાર
1935
>> ભારત શાસન અધિનિયમ
1940
>> લિનલિથગો દ્વારા ઓગસ્ટ પ્રસ્તાવ
>> પાવનારથી ગાંધીજીએ વ્યાકતીગત સત્યાગ્રહની શરૂવાત કરી “દિલ્હી ચલો” ના સૂત્ર સાથે
>> મુસ્લિમ લીગ દ્વારા લાહોર અધિવેશનમાં પાકિસ્તાનની માંગ
1942
>> ક્રિપ્સ મિશનનું ભારતમાં આગમન
>> 9 ઓગસ્ટ ભારત છોડો આંદોલનની શરૂવાત
1943
>> રાસબિહારી બોઝ દ્વારા જાપાનમાં આઝાદ હિન્દ ફૌજની રચના, સુભાષચંદ્ર બોઝને ફૌજના સેનાપતિ બનાવ્યા.
1944
>> સી. રાજગોપાલાચારી ફોર્મુલા જેથી ગાંધી – જીન્ના સંવાદ
1945
>> વેવેલ યોજના જે પરથી શિમલા સંમેલન
>> બ્રિટનમાં ચૂંટણી વડાપ્રધાન ચર્ચિલની હાર નવા વડાપ્રધાન ક્લિમેટ એટલી
1946
>> કેબિનેટ મિશનનું આગમન
>> બંધારણસભાની રચના, અંતરિમ સરકાર
>> 16 ઓગસ્ટ મુસ્લિમ લીગ દ્વારા સીધા પગલા દિવસ
1947
>> માઉન્ટ બેટન યોજના (3 જૂન 1947)
>> 4 જુલાઇ 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતા ધારો પસાર
>> 14 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારત આઝાદ
>> 15 ઓગસ્ટ ભારતીય સ્વતંત્રતા દિવસ
વધુ વાંચો
👉 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહત્વપૂર્ણ અધિવેશન |
👉 જૈન ધર્મના તીર્થકરો અને તેના પ્રતીકો |
👉 ડેલહાઉસીની ખાલસા નીતિ |
👉 ગુજરાતનાં ઇતિહાસની ટેસ્ટ |
સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ : UPSC, GPSC, Police, Bin sachivalay, Talati
Super work