Join our WhatsApp group : click here

ભારતીય સ્ટેટ બેન્ક (SBI) માં 8283 જગ્યા પર ભરતીની જાહેરાત | SBI Recruitment 2023 for 8283 Post

તાજેતરમાં State Bank of India (SBI) દ્વારા Junior Associate (Customer Support & Sales) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 8283 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે આવેદન કરવા ઇચ્છુક ઉમેદવારોએ 07 ડિસેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. State Bank of India (SBI) ની આ ભરતી સંદભિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.

SBI Recruitment 2023 for 8283 Post

સંસ્થા : State Bank of India (SBI)
પોસ્ટ નું નામ : Junior Associate (Customer Support & Sales)
કુલ ખાલી જગ્યા : 8283
છેલ્લી તારીખ : 07/12/2023

શૈક્ષણિક લાયકાત

ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા પ્રસિદ્ધ થયેલ Junior Associate ની ભરતી માટે કોઈપણ ગ્રેજ્યુએટ અથવા તેની સમક્ષક લાયકાત ધરાવનાર આવેદન કરી શકે છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત સંબધિત વધુ જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.

વય મર્યાદા

SBI Junior Associate (Customer Support & Sales) ની પોસ્ટ માટે આવેદન કરવા માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષ થી 28 વર્ષ સુધીની હોવી જોઈએ. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. જેમાં SC/ST: 05 વર્ષ, OBC : 3 વર્ષ, PwBD (Gen/EWS) : 10 વર્ષ, PwBD (SC/ST) 15 વર્ષ, PwBD (OBC) : 13 વર્ષ જેટલી છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા

Junior Associate ની પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા રાજય પ્રમાણે અલગ અલગ ભાષામાં લેવામાં આવે છે. તમે ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી શકો છો.

પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ

વિષય પ્રશ્નો ગુણ સમય
રીઝનિંગ 35 35 20 મિનિટ
ગાણિતિક ક્ષમતા 35 35 20 મિનિટ
અંગ્રેજી 30 30 20 મિનિટ
કુલ 100 100 60 મિનિટ

આ પણ વાંચો :

મેઇન્સ પરીક્ષાનો અભ્યાસક્રમ

વિષય પ્રશ્નો ગુણ સમય
રીઝનિંગ & કમ્પ્યુટર 50 60 45 મિનિટ
GK & Financial Awareess 50 50 35 મિનિટ
અંગ્રેજી 40 40 35 મિનિટ
ગાણિતિક ક્ષમતા 50 50 45 મિનિટ
કુલ : 190 200 160 મિનિટ

અરજી કરવાની રીત અને આવેદન ફી

SBI Junior Associate ની પોસ્ટ માટે આવેદન કરવા ઇચ્છુક ઉમેદવારે તારીખ 07/12/2023 સુધીમાં IBPS ની ઓફિશ્યલ વેબસાઇટ પર ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે.

આ ભરતી માટે આવેદન કરતાં SC/ST PwBD/ESM/DESM ઉમેવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી. જ્યારે General/ OBC/ EWS કેટેગરીના ઉમેદવારોએ Rs. 750/- અરજી ફી પેટે ઓનલાઈન ભરવાના રહેશે.

નોંધ : અરજી કરતાં પહેલા એકવાર ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી.

મહત્વની લિન્ક

ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો : Click here
ઓનલાઈન આવેદન કરો : Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!