તાજેતરમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) ખાતે 50માં રાજ્ય રાજ્યકક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ગુજરાતનાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ખુલ્લુ મૂક્યું છે.
આ પ્રદર્શન ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ, શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (ગાંધીનગર) અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત 35 વર્ષ સુધીના વિધાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે રૂ. 2.50 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
આ પણ જાણો :
1). ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ (17માં)
2). ગુજરાતનાં વર્તમાન રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત
3). ગુજરાતનાં વર્તમાન શિક્ષણ મંત્રી : કુબેરભાઈ ડિંડોર
4). વર્તમાન ગુજરાત વિધાનસભા : 15મી