અહીં ગુજરાતી વ્યાકરણનો પ્રસિદ્ધ ગ્રંથ siddhhem shabdanushasan વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
સિદ્ધહેમ શબ્દાનુશાસન
– સિદ્ધરાજ જયસિંહે મળવાના રાજા ભોજનો ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા હતા. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ના મૂળ સૂત્રો અને વિવેચન આધારિત સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી.
– હેમચંદ્રાચાર્ય એ જ્યારે આ ગ્રંથ લખી કાઢ્યો તીરે સિદ્ધરાજે આ મહાગ્રંથને સમ્માન આપવા માટે તેને શણગારેલા હાથી ઉપર આદરપૂર્વક પધરાવીને આખા પાટણ નગરમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો હતો.
– આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે, ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય અને ગુજરાતનાં રાજા સિદ્ધરાજ જયસિંહે બંને પગપાળા ચાલીને એ શોભાયાત્રામાં સામેલ થયા હતા.
– આ ગ્રંથમાં ચાર અધ્યાય છે ને દરેક અધ્યાયને ચાર પદ છે.
– આ ગ્રંથ આખા ભારતમાં પ્રખ્યાત બનાવવાનો શ્રેય સિદ્ધરાજ જયસિંહને જાય છે. તેને 300 લાહિયાઓ પાસેથી આ ગ્રંથની સેંકડો નકલો કરાવી હતી.
– આ ગ્રંથમાં પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત વ્યાકરણનું અને આઠમાં અધ્યાયમાં પાકૃત અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરેલું છે.
Read more
Siddhhem shabdanushasan : : Gujarat no itihas : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati