Join our WhatsApp group : click here

આધાર કાર્ડ, બેન્ક લૉકર, સીમકાર્ડ, ડિમેટ એકાઉન્ટ અને પેન્શન ધારકો માટે 01 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ ફેરફારો

તાજેતરમાં સરકાર દ્વારા વિવિધ સેવા જેવી કે આધારકાર્ડ, બેક લૉકર, સિમકાર્ડ, ડિમેટ એકાઉન્ટ વગેરે માટે 01 ડિસેમ્બરથી તેના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવી રહ્યા છે. જો તમે માંથી કોઈ પણ એક સેવાનો ઉપયોગ કરી રહ્યા છો. તો આ ફેરફાર વિશે તમારે જાણવું આવશ્યક છે. એટલા માટે આ માહિતી જરૂર વાંચી લેવી. અને અન્ય વ્યક્તિઓને શેર પણ કરવી.

01 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ ફેરફાર

આધાર કાર્ડ, બેન્ક લૉકર, સિમકાર્ડ ખરીદી, ડિમેટ એકાઉન્ટ અને પેન્શન ધારકો માટે સરકારશ્રી દ્વારા થયેલા વિવિધ નિયમોમાં ફેરફારની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે. જે તમને ખૂબ ઉપયોગી થશે.

આધાર કાર્ડ અપડેટ

જેને છેલ્લા 10 વર્ષથી આધાર કાર્ડની માહિતી અપડેટ નથી કરાવી તે 14 ડિસેમ્બર 2023 સુધી આધારકાર્ડ ફ્રી માં અપડેટ કરી શકશે. આધાર કાર્ડ સંબધિત છેતરપિંડી રોકવા માટે UDAI (Unique Identification Authority of India) દ્વારા 10 વર્ષ આધાર કાર્ડ ધારકોને અપડેટ કરવા આગ્રહ કરવામાં આવે છે.

બેન્ક લૉકર

બેન્ક લૉકર કરારની ડેડલાઇન RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) એ રિવાઇઝેડ લૉકર એગ્રીમેંટને ક્રમબદ્ધ રીતે ચલાવવા માટે 31 ડિસેમ્બર 2023 ની ડેડલાઈ નક્કી કરી દીધી છે. જો તમે 31 December 2022 એ અથવા પહેલા એક રૂપાંતરિત બેન્ક લૉકર કરાર જમા કરાવી દીધો છે તો તમારે ફરી એક વાર અપડેટ લૉકર કરાર પર હસ્તાક્ષર કરવા અને જમા કરવાની જરૂર પડી શકે છે.

સીમકાર્ડ

સરકાર મોબાઈલ સીમકાર્ડ ખરીદવાના નિયમને વધુ કડક કરવા જઇ રહી છે. જેમાં દુકાનદારે સંપૂર્ણ KYC કરાવું પડશે. અને બીજી કોઈ વ્યક્તિ જથ્થાબંધ સીમકાર્ડ વહેંચી શકશે નહીં. સાથે સાથે એક ID પર લિમિટેડ સીમકાર્ડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર 10 લાખ સુધી દંડ અને જેલ પણ થઈ શકે છે.

ડિમેંટ એકાઉન્ટ

SEBI (Securities and Exchange Board of India) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારક અને ડિમેટ એકાઉન્ટ ધારક માટે નોમિનેશનનું ઓપ્શન પ્રદાન કરવાની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર 2023 કરવાનો નિર્ણય લીધો છે.

પેન્શન ધારકો માટે

તમે કેન્દ્ર સરકાર કે રાજય સરકારના માં સેવા આપી ચૂક્યા છો અને વર્તમાનમાં તમે પેન્શન મેળવો છો તો તમારે નંવેબર મહિનો પૂર્ણ થાય તે પહેલા તમારું હયાતી ફોર્મ ભરી જમા અવશ્ય કરાવો. જો આમ તમે નહીં કરો તો તમારા પેન્શનના રૂપિયા તમારા ખાતામાં જમા થશે નહીં. પેન્શન ધારકોએ આ ફોર્મ દર વર્ષ એક વાર જમા કરાવવું ફરજિયાત છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!