ગુરુએ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છે. અગાઉ વૈજ્ઞાનિકો માનતા હતા કે શનિ ગ્રહ એ સૌથી વધુ ચંદ્ર (ઉપગ્રહ) ધરાવતો ગ્રહ છે. અત્યાર સુધીમાં શનિની આસપાસ 82 ચંદ્રો શોધાયા છે. બીજી બાજુ એવું મનાવવામાં આવતું હતું કે ગુરુને 80 ચંદ્ર છે. જો કે તાજેતરમાં થયેલી શોધમાં જાણવા મળ્યું છે. કે ગુરુ ને અન્ય 12 ચંદ્ર છે. તેની સાથે બૃહસ્પતિ (ગુરુ) ના ચંદ્રની સંખ્યા 92 થઈ ગઈ છે. એટલે હવે ગુરુ સૌથી વધુ ચંદ્ર (ઉપગ્રહ) ધરાવતો ગ્રહ બની ગયો છે.
મુખ્ય બાબત :
ગુરુના આ નવા 12 ઉપગ્રહોની શોધ સ્મિથસોનિયન એસ્ટ્રોફિઝિકલ વેધશાળા (Smithsonian astrophysical observatory) દ્વારા કરવામાં આવી છે.
બૃહસ્પતિના શોધાયેલા 12 ચંદ્રમા પૈકી 9 ખૂબ દૂર અને પ્રમાણમાં નાના છે.
આ નવ ચંદ્ર ગુરુની ફરતે પરિક્રમાં કરવા 550 દિવસ લે છે.
આ નવ ચંદ્રની વક્ર ભ્રમણ કક્ષા છે. એટલે કે તેમના પરિભ્રમનની દિશા ગુરુની વિરુદ્ધ છે.
ગુરુ ગ્રહ વિશે :
ગુરુની શોધ ગેલિલીયોએ કરી હતી.
તે સૂર્યનો સૌથી મોટો ગ્રહ છે જેને દેવતાઓનો રાજા અને બૃહસ્પતિ પણ કહે છે.
ગુરુનો ગેનીમીડ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે.
ગુરુના ચાર મોટા ઉપગ્રહ ‘ગેનીમિડ, કાલિસ્ટો, લો, યુરોપા’ ના સમૂહને ગેલેલીયન સેટેલાઈટ કહે છે.
ગુરુ પૃથ્વી કરતાં 1400 ગણો મોટો છે. તેનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો વધુ છે. ગુરુને પોતાની ધરી પર ફરતા 9 કલાક અને 56 મિનિટ લાગે છે. ગુરુ 12 વર્ષમાં સૂર્યનું પરિક્રમણ પૂર્ણ કરે છે.
તેને ભવિષ્યનો તારો મનાવવામાં આવે છે. ગુરુના મોટા આકારને કારણે ‘માસ્ટર ઓફ ગોડ્સ’ પણ કહેવામા આવે છે.
ગુરુના અભ્યાસ માટે NASA દ્વારા વર્ષ 2011માં ‘જૂનો’ નામનું અવકાશયાન મોકલાવવામાં આવ્યું હતું.