Join our WhatsApp group : click here

Statue of equity in Gujarati

▶️ તાજેતરના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 05 ફેબ્રુઆરી 2022ના રોજ ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું અનાવરણ કર્યું છે.

▶️ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 11મી સદીના ભક્તિ સંત રામાનુજાચાર્યની યાદમાં તેલંગાણા રાજ્યના સમસમાબાદ (હૈદરાબાદ) ખાતે જીવા કેમ્પસમાં 216 ફૂટ (65.84 મીટર) ઊંચી સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટનું અનાવરણ કર્યું છે.

▶️ આ પ્રતિમાની કલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના ચિન્ના જીયાર સ્વામી દ્વારા કરવામાં આવી છે.

▶️ આ પ્રતિમાનું ઉદ્ઘાટનએ 12 દિવસીય શ્રી રામાનુજા સહસ્ત્રાબ્દી ઉજવણીનો એક ભાગ છે. જે ભક્તિ સંતની 1000 મી જન્મ જયંતિની ઉજવણી છે.

▶️ આ પ્રતિમા પાંચ ધાતુઓ (પંચલોહા) માંથી બનેલી છે. જેમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનો સમાવેશ થાય છે.

▶️ આ મુર્તિ બેઠેલી સ્થિતિમાં વિશ્વની બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. (પ્રથમ ક્રમે થાઈલેન્ડમાં સ્થિત બુદ્ધ પ્રતિમા છે.)

▶️ 216 ફૂટની ઊંચી ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ ની પ્રતિમા 54 ફૂટ ઉંચી બેઝ બિલ્ડીંગ પર સ્થાપિત કરવામાં આવી છે. જેને ‘ભદ્ર વેદી’ કહેવામા આવે છે.

▶️ આ મુર્તિની ફરતે 108 નાના મંદિરો, 54 કમળના ફૂલ અને 36 હાથીની મુર્તિ બનાવવામાં આવી છે.  

▶️ અહી 29 પદ્મપીઠમ અને 108 સીડીઓ આવેલી છે.

▶️ રામાનુજાચાર્ય 120 વર્ષ જીવ્યા હોવાથી અહી પુજા કરવા માટે 120 કી.ગ્રાની સોનાની પ્રતિમા બનાવવામાં આવશે. જેનું ઉદ્ઘાટન 13 ફેબ્રુઆરી 2022ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા કરવામાં આવશે.

▶️ સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટીના નિર્માણ પાછળ કુલ 1400 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રામાનુજાચાર્ય વિશે   

>> રામાનુજાચાર્યનો જન્મ ઇ.સ 1017માં મદ્રાસ નજીક પેરુમ્બર નામક સ્થળે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. (વર્તમાનમાં તામિલનાડુ રાજયમાં)

>> તેઓ વૈષ્ણવ મતના પ્રચારક હતા.

>> રામાનુજાચાર્યે વેદો સાથે ભક્તિ પરંપરાનું સામંજસ્ય સાધવાનો પ્રયત્ન કર્યો તેમના મત અનુસાર ભક્તિનો માર્ગ ઉચ્ચ-નિમ્નતા ભેદ વગર દરેક માટે ખુલ્લો છે.

>> રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદના સમર્થક હતા, જે અનુસાર ‘જીવ અને જગત’ બંને બ્રહ્મથી ભિન્ન છે, તેમ છતાં તે બ્રમમાંથી જ ઉત્પન્ન થાય છે.

>> રામાનુજાચાર્યેએ ‘શ્રી સંપ્રદાય’ ની સ્થાપના કરી હતી.

>> વેદાંત સાર, વેદાંત દીપ, શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય રામાનુજાચાર્યની પ્રસિદ્ધ રચનાઓ છે.

>> તેનું મૃત્યુ ઇ.સ 1137માં થયું હતું.

Read more

👉 ગુજરાતનું જનરલ નોલેજ
👉 ભારતનું જનરલ નોલેજ
👉 વિશ્વનું જનરલ નોલેજ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!