સૂર્ય ગુજરાત યોજનાની શરૂઆત : વર્ષ 2019થી
આ યોજના અંતર્ગત વીજ વિતરણ કંપનીના પ્રાઈવેટ રહેણાંક શ્રેણીમાં કોઈપણ ગ્રાહક પોતાની છત પર અથવા પોતાની મિલકતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ગોઠવી શકશે.
જેમાં રહેણાંક હેતુના વીજગ્રાહકોને સરકાર 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કિંમત ઉપર 40% સબસિડી આપે છે. જ્યારે 3 કિલોવોટની વધુ અને 10 કિલોવોટ સુધી 20% સબસિડી આપવામાં આવે છે.
આ યોજના દ્વારા ઉત્પન્ન વીજળીને વીજ કંપની દ્વારા રૂ. 2.25 પ્રતિ યુનિટના દરે ખરીદવમાં આવે છે.
આ ઉપરાંત ગ્રુપ હાઉસિંગ સોસાયટી/રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન ની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં 500 કિલોવોટ સુધી 20% સબસિડી આપવામાં આવે છે.
જો વીજ ગ્રાહક માન્ય એજન્સી પાસેથી સોલાર સિસ્ટમ સ્થાપિત કરાવશે તો તે એજન્સી 5 વર્ષ સુધી સિસ્ટમનું વિના મૂલ્યે મેનન્ટેનન્સ કરશે.
ગુજરાત સરકારે સોલાર રૂફટોપ સ્થાપવા માટેની સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો માર્ચ, 2025 સુધી વધારવામાં આવ્યો છે. હાલમાં સોલાર રૂફટોફ સિસ્ટમની સ્થાપવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે.
આ પણ વાંચો :
Surya gujarat yojana : સૂર્ય ગુજરાત યોજના આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.