જે તે જિલ્લા પંચાયત સેવા પસંદગી દ્વારા પંચાયત સેવાની તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત) વર્ગ -3 સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીની જગ્યાઓ અન્વયે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
વય મર્યાદા
સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં. મૂળ ગુજરાતનાં હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમોઅનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત
માધ્યમિક અને / અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઉચ્ચતર માધ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.
પરીક્ષા પધ્ધતિ
સદર સ્પ્રર્ધાત્મક લેખિત પરીક્ષામાં ગુજરાત પંચાયત સેવા (વર્ગ – 3) ભરતી નિયમ મુજબ ફક્ત -1 પ્રશ્નપત્ર નીચે મુજબ રહેશે.
પ્રશ્નપત્ર : હેતુલક્ષી
સમય : 1 કલાક
કુલ ગુણ : 100
તલાટી મંત્રીની પરીક્ષાનો સિલેબસ જાણવા અહીં ક્લિક કરો : click here
આ પરીક્ષા O. M. R. પધ્ધતિ દ્વારા લેવામાં આવે છે. નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. પ્રત્યેક ખોટા જવાબદીઠ -0.3 અને પ્રત્યેક ખાલી છોડેલા જવાબ દીઠ -0.4 માર્ક રહેશે.
એક કરતા વધુ વિકલ્પો ટીક કરેલા હોય કે છેકછાક કરેલી હોય તેવા પ્રત્યેક જવાબદીઠ -0.6 માર્ક રહેશે અને “Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં.
પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પ્રક્રિયા
આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારે મેળવેલા ગુણ અને ઓનલાઈન અરજીમાં દર્શાવેલી વિગતોને આધારે તમામ ઉમેદવારોનું મેરીટ લિસ્ટ તૈયાર કરીને જે તે કેટેગરી વાઈઝ મેરીટ ક્રમાનુસાર આ સંવર્ગનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તેમજ કેટેગરી વાઈઝ મેરીટ આધારે તૈયાર થયેલા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારોને સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રમાણપત્ર ચકાસણી માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવશે અને ચકસાણીના અંતે નિમણૂક મેળવવાને પાત્ર જણાયેલા ઉમેદવારોની આખરી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.
નોધ : આ માહિતી માત્ર દિશાસૂચન માટે છે. તેમાં લયકાતના ધારા ધોરણો સમિતિ દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ થતી જાહેરાત મુજબ રહેશે તેથી આ માહિતી અંતિમ ગણવામાં ન આવે.
માહિતી સ્ત્રોત : ગુજરાત સરકાર માહિતી વિભાગ (રોજગાર સમાચાર)
Read more