તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા જાહેર કરેલ તલાટી કમ મંત્રી (વર્ગ-3)ની ભરતીનો સંપૂર્ણ સિલેબસ અહી આપેલ છે. જેમાં સંપૂર્ણ સિલેબસ સાથે અહીં 2014, 2015 અને 2017ના વર્ષમાં લેવાયેલ તલાટી મંત્રીની પરીક્ષાનું વિષય પ્રમાણે વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે. છેલ્લે તલાટી મંત્રીની ફ્રી મોક ટેસ્ટ સીરિઝ અને જૂના પેપરની લિન્ક આપવામાં આવી છે. સાથે વર્ષ 2022ની તલાટીની ભરતીની જાહેરાતની pdf લિન્ક સ્વરૂપે આપેલ છે.
Talati syllabus 2022
વિષય | ગુણ |
જનરલ નોલેજ (ભૂગોળ, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, બંધારણ, પંચાયતી રાજ, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, કરંટ અફેર્સ) | 50 ગુણ |
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ | 20 ગુણ |
અંગ્રેજી વ્યાકરણ | 20 ગુણ |
ગણિત અને રીઝનિંગ | 10 ગુણ |
કુલ ગુણ | 100 |

તલાટી મંત્રીના સીલેબસમાં જનરલ નોલેજમાં પૂછાતા મહત્વપૂર્ણ વિષયની યાદી પણ ત્યાં કૌંસમાં આપી છે. જેમાં ભૂગોળ, ઇતિહાસ અને કલા અને સંસ્કૃતિ વિષય મોટા ભાગે ગુજરાતનું પૂછાય છે.
(સમય : 1 કલાકનો રહેશે)
તલાટી કમ મંત્રીના પ્રશ્નપત્રોનું વિગતવાર વિશ્લેષણ
વર્ષ 2014,15 અને 17ના વર્ષમાં ગુજરાતમાં લેવાયેલી તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં કયા વિષયમાં કેટલા માર્કસનું પૂછાયેલું છે. તેનું વિશ્લેષણ અહી આપેલું છે.
વિષય | વર્ષ 2014 | વર્ષ 2015 | વર્ષ 2017 |
ગુજરાત અને ભારતની ભૂગોળ | 3 | 4 | 6 |
ગુજરાત અને ભારતનો ઇતિહાસ | 10 | 7 | 7 |
ગુજરાતી સાહિત્ય | 6 | 17 | 6 |
ગુજરાતી વ્યાકરણ | 28 | 19 | 27 |
ગુજરાત અને ભારતનો સાંસ્ક્રુતિક વારસો | – | 2 | 3 |
ભારતનું બંધારણ | 7 | 3 | 5 |
વિજ્ઞાન અને ટેકનોલોજી | 3 | 6 | 1 |
અર્થશાસ્ત્ર | – | 1 | 2 |
અંગ્રેજી વ્યાકરણ | 15 | 15 | 15 |
અંકગણિત | 14 | 16 | 15 |
તાર્કિક કસોટી | 1 | 1 | – |
સામાન્ય જ્ઞાન | 7 | 6 | 5 |
વર્તમાન પ્રવાહ | 6 | 3 | 8 |