Join our whatsapp group : click here

તાના-રીરી મહોત્સવ | tana riri mahotsav 2021

અહીં તાના-રીરી મહોત્સવ, તાના-રીરી પુરસ્કાર અને tana riri mahotsav 2021 સંબધિત માહિતી આપવામાં આવે છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ દરેક વિધાર્થીને ઉપયોગી સાબિત થશે.

તાના-રીરી મહોત્સવ વિશે

>> તાના-રીરી મહોત્સવનું આયોજન દર વર્ષે કારતક સુદ નોમના દિવસે કરવામાં આવે છે.

>> આ મહોત્સવનું આયોજન 2003થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. (2003માં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદી હતા.)

>> તાના-રીરી મહોત્સવનું આયોજન મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્થિત શર્મિષ્ઠા તળાવના કાંઠે થાય છે.

>> આ મહોત્સવનું આયોજન વડનગરની સંગીત બેલડી તાના અને રીરીની યાદમાં થાય છે. (તાના-રીરી નરસિંહ મહેતાની દોહિત્રી તથા શર્મિષ્ઠાની પુત્રીઓ છે.)

>> અકબરના દરબારી કવિ તાનસેનને દિપક રાગ ગાવાથી અગનજ્વાળાઑ ઉઠી હતી તેને તાના-રીરીએ મલ્હાર રાગ ગાઈ શાંત કરી હતી.   

>> આ મહોત્સવ ભારત સહિત વિશ્વના અને દેશોમાં ખ્યાતિ પામ્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં આ મહોત્સવ સ્થાન પામ્યો છે.

>> તાના-રીરી મહોત્સવમાં 2010ના વર્ષથી સિદ્ધ હસ્ત મહિલા ગાયક સંગીતતજ્ઞ અને વાદ્ય કલાકારોને રાજય સરકાર દ્વારા તાના-રીરી પુરસ્કારથી નવાજવામાં આવે છે.

>> તાના-રીરી પુરસ્કારમાં એક તામ્રપત્ર, 2.5 લાખ રૂપિયા અને શાલથી વિજેતાનું રાજય સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે.

>> પ્રથમ તાના-રીરી પુરસ્કાર લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો.   

Tana riri mahotsav 2021

>> તાના-રીરી મહોત્સવ 2021નો આરંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 12 નવેમ્બરના રોજ કરાવ્યો હતો.

>> વર્ષ 2021ના તાના-રીરી મહોત્સવની શરૂવાત શાસ્ત્રીય સંગીતથી કરવામાં આવી હતી.

>> 2021ના વર્ષે તાના-રીરીના સમાધી સ્થળે તૂરી બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો માંથી 112 વાદકો દ્વારા 5 મિનિટ સુધી સમૂહમાં ભૂંગળ વાદન કરી નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

>> આ ભૂંગળ વાદનનો કાર્યક્રમનું આયોજન બલદેવભાઈ નાયક અને શ્રી મુગટરામના નેતૃત્વમાં થયું હતું.  

>> તાના-રીરી સમાધી સ્થળ ખાતે અલગ અલગ 9 રેકોર્ડ સર્જાયા છે. જેમાં આ વર્ષે 9મો રેકોર્ડ ભૂંગળ વાદનનો હતો.

તાના-રીરી પુરસ્કાર 2021

>> 2021ના વર્ષ ના તાના-રીરી પુરસ્કાર ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. જેના નામ નીચે મુજબ છે.

1). પદ્મશ્રી કવિતા ક્રુષ્ણમુર્તિ

2). ડો. વિરાજ અમર ભટ્ટ

Read more

👉 2021ના વર્ષ GI ટેગ મેળવનાર વસ્તુ
👉 ખેલ રત્ન પુરસ્કાર 2021
👉 2021ના વર્ષમાં બદલાયેલા તમામ નામો
tana riri mahotsav 2021

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!