Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

ભારત પ્રથમ વખત થોમસ કપ વિજેતા બન્યું

તાજેતરમાં બેંગકોકના ઇમપેક્ટ એરેના ખાતે રમાયેલ બેન્ડમિન્ટનનો વિશ્વ કપ ‘થોમસ કપ (Thomas cup)’ ની ફાઇનલમાં ભારતે ઇન્ડોનેશિયાને 3-0 થી હરાવી ગોલ્ડ મેડલ સાથે ફાઇનલ મેચ જીતી લીધી છે. આ ટુર્નામેન્ટમાં ભારત 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત થોમસ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0 થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સ પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21 થી હરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાની ફાઇનલ સુધીની સફરમાં ચાઇનીઝ તાઈપેઈની ટીમ સામે ભારતને માત્ર એક વખત જ હાર મળી હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં 5 વખત વિજેતા મલેશિયા અને સેમીફાઇનલમાં 2016ની ફાઇનલ વિજેતા ડેનમાર્કની ટીમને હરાવી હતી. આ જીત બાદ PM નરેંદ્ર મોદીએ પણ ભારતીય બેડમિંટન ટીમને શુભેચ્છા પાઠવી હતી.  

થોમસ કપ ફાઇનલ મેચ માટે ભારતની ટીમ :

સિંગલ્સ : લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, એચએચ પ્રણય, પ્રિયાંશુ રાજાવતી

ડબલ્સ : સાત્વિક સાઈરાજ રન્કી-ચિરાગ શેટ્ટી, વિષ્ણુવર્ધન ગૌડ પંજલા-ક્રુષ્ણ પ્રસાદ ગરાગા, એમઆર અર્જુન-ધ્રુવ કપિલા

થોમસ કમ વિશે :

>> થોમસ કપ બેન્ડમિન્ટનની રમતનો વિશ્વ કપ છે.

>> થોમસ કપની શરૂઆત ઈ.સ 1948-19માં થઈ હતી.

>> શરૂઆતમાં થોમસ કપનું આયોજન દર ત્રણ વર્ષે કરવામાં આવતું હતું પણ ઈ.સ 1982થી તેનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે.

>> થોમસ કપને મેન્સ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> અત્યાર સુધીમાં માત્ર 6 દેશ જ થોમસ કપ જીતી શક્યા છે.

>> થોમસ કપ સૌથી વધુ વખત ઇન્ડોનેશિયાએ જીત્યો છે. (14 વખત) જ્યારે ચીને 10 વખત, મલેશિયાએ 6 વખત તથા જાપાન અને ડેનમાર્કે એક-એક વખત આ કપ જીત્યો છે.

>> ભારત થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં આ વખતે પ્રથમ વાર વિજેતા બન્યું છે.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment