અહીં ભારતમાં આવેલા ટાઈગર રિઝર્વ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વની યાદી અને વાઘ પરિયોજના વિશે પણ માહિતી આપેલ છે.
>> ભારતમાં કુલ 53 ટાઈગર રિઝર્વ (વાઘ અભિયારણ્ય) આવેલા છે. વર્ષ 2021માં છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક અને તામોર પિંગલા વન્યજીવ અભ્યારણ્યના સંયુકત વિસ્તારને ભારતનું 53મુ વાઘ અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.
>> ભારતમાં દ્વારા દર 4 વર્ષે NTCA (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી) દ્વારા વાઘની ગણતરી કરવામાં આવે છે.
>> વાઘ સંરક્ષણ પ્રત્યે જાગરુકતા વધારવા માટે 29 જુલાઇના રોજ દર વર્ષે ‘ગ્લોબલ ટાઈગર દિવસ’ મનાવવાઆ આવે છે.
>> ભારતમાં સૌથી વધુ વાઘની સંખ્યા મધ્યપ્રદેશમાં (526) છે.
>> મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> ભારતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ (06) ટાઈગર રિઝર્વ આવેલા છે.
ભારતમાં આવેલા પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વ (Tiger reserves)
ભારતમાં કુલ 53 ટાઈગર રિઝર્વ આવેલા છે. અહીં ફકત પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા 25 ટાઈગર રિઝર્વના જ નામ આપવામાં આવ્યા છે.
ટાઈગર રિઝર્વ | સ્થળ | વિશેષતા |
---|---|---|
જિમ કોર્બેટ | ઉત્તરાખંડ | દેશનું પ્રથમ ટાઈગર રિઝર્વ |
રાજાજી | ઉત્તરાખંડ | |
દૂધવા | ઉત્તરપ્રદેશ | |
પીલીભીત | ઉત્તરપ્રદેશ | |
વાલ્મીકિ | બિહાર | |
નામદફા | અરુણાચલ પ્રદેશ | વિશ્વનો સૌથી ઊંચાઈએ આવેલ ટાઈગર રિઝર્વ |
કાઝીરંગા | આસામ | સૌથી વધુ વાઘની વસ્તી-ઘનતા ધરાવતું ટાઈગર રિઝર્વ |
માનસ | આસામ | |
સુંદરવન | પશ્ચિમ બંગાળ | |
બુક્સા | પશ્ચિમ બંગાળ | |
પલામૂ | ઝારખંડ | |
સિમલીપાલ | ઓડીસા | |
નાગાર્જુન સાગર | આંધ્રપ્રદેશ | ભારતનો સૌથી મોટું ટાઈગર રિઝર્વ |
સહ્યાદ્રી | મહારાષ્ટ્ર | |
પેંચ | મહારાષ્ટ્ર | ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ |
બાંદીપૂર | કર્ણાટક | |
ભદ્રા | કર્ણાટક | |
મુદુમલાઈ | તામિલનાડુ | |
અનામલાઈ | તામિલનાડુ | |
પરામ્બિકુલમ | કેરળ | |
રામગઢ વિષધારી | રાજસ્થાન | |
ઇન્દ્રાવતી | છત્તીસગઢ | |
અચાનકમાર | છત્તીસગઢ | |
ઉદંતી-સિતાનદી | છત્તીસગઢ | |
ગુરુ ઘાસીદાસ | છત્તીસગઢ | ભારતનું 53મુ ટાઈગર રિઝર્વ (2021) |
વાઘ પરિયોજના
>> વાઘ પરિયોજનાની શરૂવાત વર્ષ 1973માં કરવામાં આવી હતી.
>> વર્તમાનમાં ભારતના 18 રાજ્યોમાં વાઘ સંરક્ષિત સ્થળો છે. જેમનું ક્ષેત્રફળ 71027 વર્ગ કિલોમીટર છે.
>> દેશમાં વાઘની સંખ્યા 1972માં 1872 હતી, જે વધીને 2019માં વાઘની વસ્તી ગણતરી-2018 મુજબ 2967 થઈ ગઈ હતી.
>> જેમાં વધુ વાઘ મધ્યપ્રદેશ (526), કર્ણાટક (524) અને ઉત્તરાખંડમાં (442) છે.
>> ભારતે વર્ષ 2022 સુધીમાં વાઘની વસ્તી બમણી કરવાના લક્ષને ચાર વર્ષ અગાવ જ હાંસલ કર્યું છે.
>> ભારતની વર્ષ 2018ની વાઘ વસ્તીગણતરીએ વિશ્વનો સૌથી મોટો કેમેરા ટ્રેપ વન્યજીવન સર્વે હાથ ધરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Read more
I want current affairs 2021-22
daily current affairs : click here
Sir,
Your web site very useful for me. Thanks