Join our WhatsApp group : click here

ભારતમાં આવેલા પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વ ક્ષેત્ર

અહીં ભારતમાં આવેલા ટાઈગર રિઝર્વ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વની યાદી અને વાઘ પરિયોજના વિશે પણ માહિતી આપેલ છે.

>> ભારતમાં કુલ 53 ટાઈગર રિઝર્વ (વાઘ અભિયારણ્ય) આવેલા છે. વર્ષ 2021માં છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક અને તામોર પિંગલા વન્યજીવ અભ્યારણ્યના સંયુકત વિસ્તારને ભારતનું 53મુ વાઘ અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.

>> ભારતમાં દ્વારા દર 4 વર્ષે NTCA (નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી) દ્વારા વાઘની ગણતરી કરવામાં આવે છે.

>> વાઘ સંરક્ષણ પ્રત્યે જાગરુકતા વધારવા માટે 29 જુલાઇના રોજ દર વર્ષે ‘ગ્લોબલ ટાઈગર દિવસ’ મનાવવાઆ આવે છે.  

>> ભારતમાં સૌથી વધુ વાઘની સંખ્યા મધ્યપ્રદેશમાં (526) છે.

>> મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> ભારતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ (06) ટાઈગર રિઝર્વ આવેલા છે.

ભારતમાં આવેલા પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વ (Tiger reserves) 

ભારતમાં કુલ 53 ટાઈગર રિઝર્વ આવેલા છે. અહીં ફકત પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા 25 ટાઈગર રિઝર્વના જ નામ આપવામાં આવ્યા છે.

ટાઈગર રિઝર્વ સ્થળ વિશેષતા
જિમ કોર્બેટઉત્તરાખંડદેશનું પ્રથમ ટાઈગર રિઝર્વ
રાજાજીઉત્તરાખંડ
દૂધવાઉત્તરપ્રદેશ
પીલીભીતઉત્તરપ્રદેશ
વાલ્મીકિબિહાર
નામદફાઅરુણાચલ પ્રદેશવિશ્વનો સૌથી ઊંચાઈએ આવેલ ટાઈગર રિઝર્વ
કાઝીરંગાઆસામસૌથી વધુ વાઘની વસ્તી-ઘનતા ધરાવતું ટાઈગર રિઝર્વ
માનસઆસામ
સુંદરવનપશ્ચિમ બંગાળ
બુક્સાપશ્ચિમ બંગાળ
પલામૂઝારખંડ
સિમલીપાલઓડીસા
નાગાર્જુન સાગરઆંધ્રપ્રદેશભારતનો સૌથી મોટું ટાઈગર રિઝર્વ
સહ્યાદ્રીમહારાષ્ટ્ર
પેંચમહારાષ્ટ્રક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી નાનું ટાઈગર રિઝર્વ
બાંદીપૂરકર્ણાટક
ભદ્રાકર્ણાટક
મુદુમલાઈતામિલનાડુ
અનામલાઈતામિલનાડુ
પરામ્બિકુલમકેરળ
રામગઢ વિષધારીરાજસ્થાન
ઇન્દ્રાવતીછત્તીસગઢ
અચાનકમારછત્તીસગઢ
ઉદંતી-સિતાનદીછત્તીસગઢ
ગુરુ ઘાસીદાસછત્તીસગઢભારતનું 53મુ ટાઈગર રિઝર્વ (2021)

વાઘ પરિયોજના

>> વાઘ પરિયોજનાની શરૂવાત વર્ષ 1973માં કરવામાં આવી હતી.

>> વર્તમાનમાં ભારતના 18 રાજ્યોમાં વાઘ સંરક્ષિત સ્થળો છે. જેમનું ક્ષેત્રફળ 71027 વર્ગ કિલોમીટર છે.

>> દેશમાં વાઘની સંખ્યા 1972માં 1872 હતી, જે વધીને 2019માં વાઘની વસ્તી ગણતરી-2018 મુજબ 2967 થઈ ગઈ હતી.

>> જેમાં વધુ વાઘ મધ્યપ્રદેશ (526), કર્ણાટક (524) અને ઉત્તરાખંડમાં (442) છે.

>> ભારતે વર્ષ 2022 સુધીમાં વાઘની વસ્તી બમણી કરવાના લક્ષને ચાર વર્ષ અગાવ જ હાંસલ કર્યું છે.

>> ભારતની વર્ષ 2018ની વાઘ વસ્તીગણતરીએ વિશ્વનો સૌથી મોટો કેમેરા ટ્રેપ વન્યજીવન સર્વે હાથ ધરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Read more

👉 ગુજરાતમાં આવેલા અભ્યારણ્ય
👉 ભારતની મુખ્યહિમ નદીઓ
👉 ભારતના મુખ્ય ખનીજ ઉત્પાદક રાજયો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!